Get News Alerts

Never miss breaking news updates.

Asian Games 2026 માટે ટીમ ઈન્ડિયાએ કરી જોરદાર તૈયારી, જાપાનમાં કરી ઈન્ડોર પ્રેક્ટિસ

Asian Games 2026: ભારતીય મેન્સ ક્રિકેટ ટીમ હાલમાં જાપાનમાં છે. ભારતીય ટીમ 28 સપ્ટેમ્બરના રોજ 2026 એશિયન ગેમ્સમાં પોતાનું અભિયાન શરૂ કરશે. ટીમ ઈન્ડિયા હાલમાં તેની તૈયારીઓમાં બિઝી છે.
Nancy ShuklaUpdated on: 24 Sep 2026 06:57 PM IST
Asian Games 2026 માટે ટીમ ઈન્ડિયાએ કરી જોરદાર તૈયારી, જાપાનમાં કરી ઈન્ડોર પ્રેક્ટિસAsian Games 2026 માટે ટીમ ઈન્ડિયાએ કરી જોરદાર તૈયારી, જાપાનમાં કરી ઈન્ડોર પ્રેક્ટિસ

Asian Games 2026

Asian Games 2026: એશિયન ગેમ્સમાં ક્રિકેટ મેચ શરૂ થવાની સાથે ટીમ ઈન્ડિયાએ તેની તૈયારીઓ તેજ કરી દીધી છે. ટુર્નામેન્ટમાં મજબૂત દાવો કરવાના હેતુથી ભારતીય પુરુષ ક્રિકેટ ટીમે ઈન્ડોર નેટ સેશનમાં જોરશોરથી પ્રેક્ટિસ કરી.

BCCIએ આ પ્રેક્ટિસ સેશનનો એક વીડિયો પણ શેર કર્યો, જેમાં સંજુ સેમસન સહિત ઘણા ખેલાડીઓ બેટિંગ અને બોલિંગની તૈયારી કરતા જોવા મળ્યા. સમગ્ર સેશન દરમિયાન હેડ કોચ વીવીએસ લક્ષ્મણ પણ ટીમ સાથે હાજર રહ્યા.

આ અભિયાન એશિયન ગેમ્સમાં ભારતીય ટીમ માટે ખાસ મહત્વ ધરાવે છે. ભારતે ગયા એશિયન ગેમ્સમાં મેન્સમાં ક્રિકેટ ગોલ્ડ મેડલ જીત્યો હતો. હાંગઝોઉમાં ઋતુરાજ ગાયકવાડની આગેવાની હેઠળની ભારતીય ટીમ ફાઈનલમાં અફઘાનિસ્તાન સામે ટકરાઈ હતી, પરંતુ વરસાદને કારણે મેચ રદ્દ કરવામાં આવી હતી. ભારતને બેસ્ટ સીડિંગના આધારે વિજેતા જાહેર કરવામાં આવ્યું હતું.

ટીમ ઈન્ડિયાની કમાન શ્રેયસ ઐયરના હાથમાં

આ વખતે, શ્રેયસ ઐયર ભારતીય પુરુષ ટીમનું નેતૃત્વ કરી રહ્યા છે. ટીમમાં ઘણા ખેલાડીઓનો સમાવેશ થાય છે જેમને ઈન્ટરનેશનલ લેવલે પોતાની છાપ છોડી છે. શ્રેયસ ઐયર પાસે કેપ્ટનશિપનો પણ નોંધપાત્ર અનુભવ છે. તેને કોલકાતા નાઈટ રાઈડર્સને IPL ટાઈટલ અપાવ્યું છે. વધુમાં તેની કેપ્ટનશિપ હેઠળ મુંબઈએ સૈયદ મુશ્તાક અલી ટ્રોફી જીતી હતી, જ્યારે તેને દિલ્હી કેપિટલ્સનું પણ નેતૃત્વ કર્યું હતું. શ્રેયસ ઐયરે 2025 માં પંજાબ કિંગ્સને IPL ફાઈનલમાં પહોંચવામાં મદદ કરવામાં પણ મુખ્ય ભૂમિકા ભજવી હતી. હવે તે એશિયન ગેમ્સમાં ભારત માટે ગોલ્ડ મેડલ જીતવા પર નજર રાખશે.

ભારતીય ટીમમાં ધમાકેદાર ખેલાડીઓ

ભારતીય ટીમમાં અભિષેક શર્મા, સંજુ સેમસન, ઈશાન કિશન, શિવમ દુબે, તિલક વર્મા, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર અને રવિ બિશ્નોઈ જેવા સ્ટાર ખેલાડીઓનો સમાવેશ થાય છે. ફાસ્ટ બોલિંગ લાઈનઅપમાં જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ અને યશ ઠાકુરનો સમાવેશ થાય છે. યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશી અને સ્પિનર ​​વિપ્રાજ નિગમનો પણ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તિલક વર્માને વાઈસ-કેપ્ટન બનાવવામાં આવ્યો છે.

તમને જણાવી દઈએ કે એશિયન ગેમ્સમાં વિમેન્સ ક્રિકેટ અભિયાનનો અંત આવી ગયો છે. ભારતીય વિમેન્સ ક્રિકેટ ટીમે શ્રીલંકાને 147 રનથી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. વિમેન્સ સ્પર્ધા 18 સપ્ટેમ્બરે શરૂ થઈ હતી, જ્યારે પુરુષોની ક્રિકેટ આજે 24 સપ્ટેમ્બરે શરૂ થઈ હતી. ભારતીય ટીમ 28 સપ્ટેમ્બરે તેના અભિયાનની શરૂઆત કરશે.

એશિયન ગેમ્સ 2026 માટે ભારતીય પુરૂષોની ટીમ

શ્રેયસ ઐયર (કેપ્ટન), અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), શિવમ દુબે, તિલક વર્મા (વાઈસ-કેપ્ટન), અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, વિપ્રાજ નિગમ, રવિ બિશ્નોઈ, જસપ્રીત બુમરાહ, યશ ઠાકુર, અર્શદીપ સિંહ અને વૈભવ સૂર્યવંશી.

આ પણ વાંચો: Asian Games Medal Tally: એશિયન ગેમ્સમાં ભારતે જીત્યા 15 મેડલ, અનંતજીત અને પરિનાઝે શૂટિંગમાં મચાવી ધૂમ

AUTHOR
N

Nancy Shukla

Author details are not available.