Get News Alerts

Never miss breaking news updates.

Asian Games 2026માં ભારતનો ડંકો, પ્રિથિકા-જ્યોતિ-ચિકિતાની ત્રિપુટીએ આર્ચરીમાં જીત્યું ગોલ્ડ; વર્લ્ડ રેકોર્ડની બરાબરી

Asian Games 2026માં ભારતીય ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન યથાવત છે. મહિલા કમ્પાઉન્ડ ટીમ ઇવેન્ટમાં ભારતે ગોલ્ડ મેડલ જીત્યો છે.
Nisha Parmar
Nisha ParmarUpdated on: 30 Sep 2026 11:03 AM IST
Asian Games 2026માં ભારતનો ડંકો, પ્રિથિકા-જ્યોતિ-ચિકિતાની ત્રિપુટીએ આર્ચરીમાં જીત્યું ગોલ્ડ; વર્લ્ડ રેકોર્ડની બરાબરીAsian Games 2026માં ભારતનો ડંકો, પ્રિથિકા-જ્યોતિ-ચિકિતાની ત્રિપુટીએ આર્ચરીમાં જીત્યું ગોલ્ડ; વર્લ્ડ રેકોર્ડની બરાબરી

Asian Games 2026

Asian Games 2026માં ભારતીય ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન યથાવત છે. મહિલા કમ્પાઉન્ડ ટીમ ઇવેન્ટમાં ભારતે ગોલ્ડ મેડલ જીત્યો છે. પ્રિથિકા પ્રદીપ, જ્યોતિ સુરેખા વેન્નમ અને ચિકિતા તનિપર્થીની ભારતીય ત્રિપુટીએ ગોલ્ડ મેડલ મુકાબલામાં ચીનની ટીમને 238-234ના સ્કોરથી હરાવીને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો છે. આ એશિયન ગેમ્સમાં ભારતનો 7મો ગોલ્ડ મેડલ છે.

શરૂઆતથી જ ભારતની લીડ

ચીન સામેની ગોલ્ડ મેડલ મેચમાં ભારતીય ટીમે શરૂઆતથી જ પોતાની પકડ જાળવી રાખી હતી. પ્રથમ રાઉન્ડના અંતે ભારતે 60-58ની લીડ મેળવી હતી. બીજા રાઉન્ડ બાદ પણ ભારતે આ લીડ જાળવી રાખતા સ્કોર 119-116 રહ્યો હતો.

ત્રીજા રાઉન્ડમાં પણ ભારત આગળ

ત્રીજા રાઉન્ડના અંતે ભારતીય ત્રિપુટીએ ચીન સામે 178-175ની લીડ જાળવી રાખી હતી. અંતિમ રાઉન્ડમાં ભારતે દબાણ વચ્ચે શાનદાર શૂટિંગ કર્યું અને ચીનને વાપસીની તક આપી નહોતી.

અંતિમ રાઉન્ડમાં પરફેક્ટ 10

અંતિમ રાઉન્ડમાં પ્રિથિકા, જ્યોતિ અને ચિકિતાએ પરફેક્ટ 10નો સ્કોર કરીને ભારતને 238-234થી વિજય અપાવ્યો. 238ના સ્કોર સાથે ભારતીય ટીમે વર્લ્ડ રેકોર્ડની પણ બરાબરી કરી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

આ પહેલાં સેમિફાઇનલમાં ભારતે દક્ષિણ કોરિયાને 234-233ના નજીકના મુકાબલામાં હરાવીને ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું. એશિયન ગેમ્સ 2026માં આ ગોલ્ડ સાથે ભારતના કુલ મેડલની સંખ્યા 53 પર પહોંચી હોવાનું અહેવાલમાં જણાવાયું છે.

આ પણ વાંચો : ATS Coast Guard OPERATIONનું અરબી સમુદ્રમાં મોટું ઓપરેશન, 526 કિલો ડ્રગ્સ સાથે 5 પાકિસ્તાની નાગરિકો ઝડપાયા

AUTHOR
Nisha Parmar

Nisha Parmar

Author details are not available.