ATS Coast Guard OPERATIONનું અરબી સમુદ્રમાં મોટું ઓપરેશન, 526 કિલો ડ્રગ્સ સાથે 5 પાકિસ્તાની નાગરિકો ઝડપાયા



ATS AND Coast Guard
ATS Coast Guard OPERATIONનું અરબી સમુદ્રમાં મોટું ઓપરેશન, 526 કિલો ડ્રગ્સ સાથે 5 પાકિસ્તાની નાગરિકો ઝડપાયા



ATS AND Coast Guard
ATS AND Coast Guard: ગુજરાત ATS અને ભારતીય તટરક્ષક દળ (Coast Guard) દ્વારા સંયુક્ત રીતે આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ ટ્રાફિકિંગ નેટવર્ક સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. અરબી સમુદ્રમાં લક્ષદ્વીપની પશ્ચિમે ચલાવવામાં આવેલા ઓપરેશનમાં આશરે 526 કિલોગ્રામ હેરોઇન અને મેથામ્ફેટામાઇનનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં આ ડ્રગ્સની કિંમત રૂ.3,000 કરોડથી વધુ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. કાર્યવાહીમાં વહાણમાં સવાર 5 પાકિસ્તાની નાગરિકોને અટકાયતમાં લેવામાં આવ્યા છે.
ATSની બાતમી, Coast Guardનું સમુદ્રી ઓપરેશન
મળતી માહિતી મુજબ, ગુજરાત ATS પાસેથી મળેલી ચોક્કસ ગુપ્ત બાતમીના આધારે ભારતીય તટરક્ષક દળ દ્વારા અરબી સમુદ્રમાં શંકાસ્પદ વહાણ પર નજર રાખવામાં આવી હતી. Sea-Air Surveillance દ્વારા તેની હિલચાલને સતત ટ્રેક કરવામાં આવી હતી. ત્યારબાદ Coast Guardના જવાનોએ હોટ પર્સ્યુટ કરીને શંકાસ્પદ ઈરાની ધોને અટકાવી હતી.
View post on Instagram
25 સપ્ટેમ્બરે શંકાસ્પદ ઈરાની ધો અટકાવાઈ
ભારતીય તટરક્ષક દળે 25 સપ્ટેમ્બર 2026ના રોજ શંકાસ્પદ ઈરાની ધોને રોકી તેની તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન મોટી માત્રામાં હેરોઇન અને મેથામ્ફેટામાઇન મળી આવ્યું હતું. કુલ જપ્ત જથ્થો આશરે 526 કિલોગ્રામ હોવાનું જણાવાયું છે.
રૂ.3,000 કરોડથી વધુનું ડ્રગ્સ
Coast Guardની માહિતી અનુસાર, જપ્ત કરાયેલા ડ્રગ્સની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત રૂ.3,000 કરોડથી વધુ હોવાનું જણાવવામાં આવ્યું છે. આ સાથે વહાણમાં સવાર પાંચ પાકિસ્તાની નાગરિકોને પણ ઝડપી લેવામાં આવ્યા છે.
મુંબઈ લઈ જવાયું, હવે સંયુક્ત તપાસ
શંકાસ્પદ ધો, તેમાં સવાર ક્રૂ અને જપ્ત કરાયેલા ડ્રગ્સને સશસ્ત્ર સુરક્ષા હેઠળ મુંબઈ લઈ જવામાં આવ્યા છે. હવે ATS સહિત વિવિધ એજન્સીઓ દ્વારા સંયુક્ત રીતે પૂછપરછ અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ડ્રગ્સ ક્યાંથી આવ્યું હતું, તેને ક્યાં પહોંચાડવાનું હતું અને આ નેટવર્કમાં અન્ય કોણ સંડોવાયેલું છે તે અંગે તપાસ ચાલી રહી છે.
આ પણ વાંચો : Shiv Sena UB નેતા પ્રદીપ પૂર્ણેકરની હત્યા, પાર્ટી ઓફિસમાં ઘૂસી અજાણ્યા શખ્સોએ મારી ગોળી





