ICC ODI Rankings: અર્શદીપ સિંહે લગાવી લાંબી છલાંગ, વનડે બોલર્સની ટોપ-20માં મેળવી જગ્યા

ICC ODI Rankings: ICCની નવી વનડે રેન્કિંગમાં અર્શદીપ સિંહે 12 સ્થાનની છલાંગ લગાવીને ટોપ-20માં પ્રવેશ કર્યો છે. ટોમ બેન્ટનને પણ 34 સ્થાનનો ફાયદો થયો છે.
Nancy Shukal
Nancy Shukal
ICC ODI Rankings: અર્શદીપ સિંહે વનડે રેન્કિંગમાં લગાવી લાંબી છલાંગICC ODI Rankings: અર્શદીપ સિંહે વનડે રેન્કિંગમાં લગાવી લાંબી છલાંગ

ICC ODI Rankings: અર્શદીપ સિંહે વનડે રેન્કિંગમાં લગાવી લાંબી છલાંગ

ICC ODI Rankings: ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ માટે ન્યૂઝીલેન્ડ સામેની વનડે સિરીઝ શાનદાર રહી હતી. હવે તેના સારા પ્રદર્શનનો ફાયદો ICCની નવી વનડે રેન્કિંગમાં પણ જોવા મળ્યો છે. અર્શદીપ સિંહે બોલર્સની રેન્કિંગમાં 12 સ્થાનની છલાંગ લગાવીને સંયુક્ત રીતે 19મું સ્થાન મેળવી લીધું છે. બીજી તરફ અફઘાનિસ્તાનનો સ્પિનર રાશિદ ખાન હજુ પણ પ્રથમ સ્થાન પર યથાવત્ છે. ન્યૂઝીલેન્ડના બોલર મેટ હેનરી અને કાયલ જેમિસનને પણ નવી રેન્કિંગમાં મોટો ફાયદો થયો છે.

અર્શદીપ સિંહે 12 સ્થાનની છલાંગ લગાવી

ન્યૂઝીલેન્ડ સામેની વનડે સિરીઝમાં અર્શદીપ સિંહે શાનદાર બોલિંગ કરી હતી. તેના આધારે તે 12 સ્થાન આગળ વધીને બોલર્સની યાદીમાં સંયુક્ત રીતે 19મા નંબરે પહોંચી ગયો છે. ન્યૂઝીલેન્ડના મેટ હેનરીએ પણ 15 સ્થાનનો સુધારો કરીને સંયુક્ત રીતે 12મું સ્થાન મેળવ્યું છે. જ્યારે કાયલ જેમિસન 15 સ્થાન આગળ વધીને 45મા નંબરે પહોંચી ગયો છે.

ટોમ બેન્ટનને 34 સ્થાનનો ફાયદો

ઈંગ્લેન્ડના બેટર ટોમ બેન્ટનને નવી રેન્કિંગમાં સૌથી મોટો ફાયદો થયો છે. ઓસ્ટ્રેલિયા સામે એડિલેડમાં રમાયેલી બીજી વનડેમાં તેને 99 બોલમાં 121 રનની શાનદાર સદી ફટકારી હતી. આ તેમના વનડે કરિયરની બીજી સદી હતી. આ પ્રદર્શનના આધારે તેઓ બેટર્સની રેન્કિંગમાં 34 સ્થાન આગળ વધીને કારકિર્દીના સર્વશ્રેષ્ઠ 13મા નંબરે પહોંચી ગયો છે.

આ મેચમાં ઈંગ્લેન્ડે જીત મેળવીને 3 મેચની સિરીઝ 1-1થી બરાબર કરી હતી. ઈંગ્લેન્ડના અનુભવી બેટર જો રૂટને પણ બે સ્થાનનો ફાયદો થયો છે અને તેઓ નવમા નંબરે પહોંચી ગયો છે.

જોફ્રા આર્ચરની ટોપ-10માં વાપસી

ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર જોફ્રા આર્ચરે પણ વનડે બોલર્સની ટોપ-10 રેન્કિંગમાં વાપસી કરી છે. ઓસ્ટ્રેલિયા સામેની શરૂઆતની 2 મેચમાં વિકેટ ઝડપવાના કારણે તેઓ 4 સ્થાન આગળ વધીને સાતમા નંબરે પહોંચી ગયો છે. બીજી તરફ ન્યૂઝીલેન્ડના સ્ટાર ઓલરાઉન્ડર મિચેલ સેન્ટનરને એક સ્થાનનું નુકસાન થયું છે અને તે પાંચમા નંબરે સરકી ગયો છે.

અર્શદીપને મળ્યો હતો પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ

ન્યૂઝીલેન્ડ સામેની વનડે સિરીઝ દરમિયાન અર્શદીપ સિંહે બોલ અને બેટ બંનેથી યોગદાન આપ્યું હતું. 1 મેચમાં તેને 30 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. ત્યારબાદ બેટિંગમાં માત્ર 4 બોલમાં 2 છગ્ગાની મદદથી 14 રન બનાવ્યા હતા. તેના આ પ્રદર્શન બદલ તેમને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. ભારતીય ટીમે આ સિરીઝ 3-1થી જીતી હતી.

આ પણ વાંચો: ICC ODI Ranking: વનડે રેન્કિંગમાં રોહિત શર્માને મોટો ઝટકો, ટોપ-10માં પણ થયા મોટા ફેરફાર