Arshdeep Singh: અર્શદીપ સિંહે રચ્યો ઈતિહાસ, આયર્લેન્ડના જોશ લિટલનો રેકોર્ડ તોડ્યો


Arshdeep Singh
Arshdeep Singh: અર્શદીપ સિંહે રચ્યો ઈતિહાસ, આયર્લેન્ડના જોશ લિટલનો રેકોર્ડ તોડ્યો


Arshdeep Singh
Arshdeep Singh: ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ફાસ્ટ બોલર અર્શદીપ સિંહે T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. ન્યૂઝીલેન્ડ સામે રમાઈ રહેલી ચોથી T20 મેચમાં અર્શદીપે પોતાના કરિયરની 150 વિકેટ પૂરી કરી હતી. આ સાથે જ તે T20I ક્રિકેટમાં 150 વિકેટ લેનારો પ્રથમ ભારતીય બોલર બની ગયો છે. પોતાની શાનદાર બોલિંગના દમ પર અર્શદીપે અનેક નવા રેકોર્ડ પણ પોતાના નામે કર્યા છે.
જોશ લિટલનો મોટો રેકોર્ડ તોડ્યો
અર્શદીપ સિંહે વર્ષ 2026માં વિકેટ લેવાના મામલે આયર્લેન્ડના ફાસ્ટ બોલર જોશ લિટલને પાછળ છોડી દીધો છે. જોશ લિટલે વર્ષ 2022માં T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં કુલ 39 વિકેટ ઝડપી હતી. જ્યારે અર્શદીપે વર્ષ 2026માં અત્યાર સુધીમાં 40 વિકેટ પોતાના નામે કરી લીધી છે. આ સાથે જ તે એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ T20I વિકેટ લેનારો બોલર બની ગયો છે. આ લિસ્ટમાં શ્રીલંકાના વાનિંદુ હસરંગા 38 વિકેટ સાથે ત્રીજા સ્થાને છે.
હસરંગાનો રેકોર્ડ પણ તોડ્યો
અર્શદીપે 150 T20I વિકેટ સુધી પહોંચવા માટે માત્ર 1577 દિવસનો સમય લીધો છે. આ સાથે જ તેને શ્રીલંકાના સ્પિનર વાનિંદુ હસરંગાનો રેકોર્ડ તોડી નાખ્યો છે. હસરંગાને આ સિદ્ધિ મેળવવા માટે 2325 દિવસ લાગ્યા હતા. આમ ડેબ્યૂ બાદ સૌથી ઓછા દિવસોમાં 150 વિકેટ પૂરી કરનાર બોલર તરીકે અર્શદીપે નવો રેકોર્ડ બનાવ્યો છે.
સૌથી ઝડપી 150 વિકેટની લિસ્ટમાં ત્રીજા સ્થાને
અર્શદીપે બોલની સંખ્યાના આધારે પણ ખાસ સિદ્ધિ મેળવી છે. તેને T20Iમાં 150 વિકેટ પૂરી કરવા માટે કુલ 2143 બોલ ફેંક્યા છે. આ લિસ્ટમાં શ્રીલંકાના વાનિંદુ હસરંગા 2035 બોલ સાથે પ્રથમ અને અફઘાનિસ્તાનના રાશિદ ખાન 2098 બોલ સાથે બીજા સ્થાને છે. જ્યારે અર્શદીપ સિંહ 2143 બોલ સાથે ત્રીજા નંબરે પહોંચી ગયો છે.
આ રીતે અર્શદીપ સિંહે પોતાની શાનદાર બોલિંગથી ભારતીય ક્રિકેટમાં નવો ઈતિહાસ રચ્યો છે અને ઈન્ટરનેશનલ T20 ક્રિકેટમાં પોતાની આગવી ઓળખ વધુ મજબૂત બનાવી છે.





