Ind Vs NZ: તિલક વર્માનું મોટું નિવેદન, ન્યૂઝીલેન્ડ સામે 5-0થી T20 સિરીઝ જીતીને ક્લીન સ્વીપ કરવાનો ટાર્ગેટ

Ind Vs NZ: ન્યૂઝીલેન્ડ સામે 5 મેચની T20 સિરીઝની પ્રથમ 3 મેચ જીત્યા બાદ ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન તિલક વર્મા તરફથી બાકીની બે મેચ અંગે એક મોટું નિવેદન આપ્યું છે.
Nancy ShuklaUpdated on: 29 Oct 2026 07:30 PM IST
Ind Vs NZ: તિલક વર્માનું મોટું નિવેદન, ન્યૂઝીલેન્ડ સામે 5-0થી T20 સિરીઝ જીતીને ક્લીન સ્વીપ કરવાનો ટાર્ગેટInd Vs NZ: તિલક વર્માનું મોટું નિવેદન, ન્યૂઝીલેન્ડ સામે 5-0થી T20 સિરીઝ જીતીને ક્લીન સ્વીપ કરવાનો ટાર્ગેટ

Ind Vs NZ

Ind Vs NZ: ભારતીય ક્રિકેટ ટીમે ન્યૂઝીલેન્ડ સામે ચાલી રહેલી 5 મેચની T20 સિરીઝમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. સિરીઝની પ્રથમ 3 મેચ જીતીને ટીમ ઈન્ડિયાએ અજેય લીડ મેળવી લીધી છે. હવે ભારતીય ટીમની નજર બાકીની 2 મેચ જીતીને સિરીઝમાં 5-0થી ક્લીન સ્વીપ કરવા પર છે. ચોથી T20 મેચ પહેલાં ટીમના વાઈસ કેપ્ટન તિલક વર્માએ સ્પષ્ટ કર્યું છે કે ટીમ છેલ્લી 2 મેચમાં પણ કોઈ કસર છોડવા માગતી નથી.

ક્લીન સ્વીપ કરવાની અમારી પાસે શાનદાર તક: તિલક વર્મા

ચોથી T20 મેચ પહેલાં તિલક વર્માએ જણાવ્યું કે ભારતીય ટીમ પાસે સિરીઝમાં ક્લીન સ્વીપ કરવાની શાનદાર તક છે. ટીમનો આગામી ટાર્ગેટ ચોથી મેચ જીતીને સિરીઝમાં 4-0ની લીડ મેળવવાનો છે, જેથી ભારતીય ફેન્સને 5-0થી સિરીઝ જીતવાનો આનંદ માણવાની તક મળે.

તિલકે મુખ્ય કોચ સાથે થયેલી બેઠકનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમના જણાવ્યા અનુસાર, બેઠકમાં ખેલાડીઓને સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો હતો કે આ લાંબો પ્રવાસ છે અને T20 સિરીઝમાં મળેલી લય આગળની વનડે અને ટેસ્ટ સિરીઝમાં પણ ટીમ માટે ફાયદાકારક બની શકે છે.

ફિનિશરની ભૂમિકા અંગે તિલકે શું કહ્યું?

કરિયરની શરૂઆતમાં ટોપ ઓર્ડરમાં બેટિંગ કરનાર તિલક વર્મા હવે મિડલ ઓર્ડરમાં પણ પોતાની ઉપયોગિતા સાબિત કરી રહ્યા છે. ફિનિશરની ભૂમિકા અંગે વાત કરતાં તેને જણાવ્યું કે તેમની પાસે શરૂઆતથી જ પાવર હિટિંગ કરવાની ક્ષમતા હતી અને તેને ત્રીજા ક્રમે બેટિંગ કરીને પણ રન બનાવ્યા છે.

તિલકે કહ્યું કે હવે પાંચમા કે છઠ્ઠા ક્રમે બેટિંગ કરતી વખતે જો પ્રથમ જ બોલે બાઉન્ડરી ફટકારવાની તક મળે, તો તેઓ તેનો લાભ લેવાનો પ્રયાસ કરે છે. જો આવી તક ન મળે, તો તેઓ ઈનિંગને આગળ વધારવા અને પરિસ્થિતિ અનુસાર રમવા પર ધ્યાન આપે છે.

બીજી T20માં તિલકની શાનદાર બેટિંગ

બીજી T20 મેચમાં તિલક વર્માએ ભારતની જીતમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. 181 રનના ટાર્ગેટનો પીછો કરતી વખતે ભારતીય ટીમે 70 રન સુધીમાં 5 વિકેટ ગુમાવી દીધી હતી. મુશ્કેલ પરિસ્થિતિમાં તિલકે ઈનિંગ સંભાળી અને 51 રનની મહત્ત્વપૂર્ણ ઈનિંગ રમીને ટીમને જીત અપાવવામાં મદદ કરી હતી.

આ પણ વાંચો: Ind Vs NZ: ન્યૂઝીલેન્ડ પહોંચતા જ શુભમન ગિલે શરૂ કરી પ્રેક્ટિસ, નેટ્સમાં બેટિંગ કરીને શરૂ કરી તૈયારીઓ

AUTHOR
N

Nancy Shukla

Author details are not available.