Mumbai Indians: મુંબઈ ઈન્ડિયન્સથી અલગ થયા લસિથ મલિંગા, કોચિંગ સ્ટાફના અન્ય 2 સભ્યની વિદાય

Mumbai Indians: MI પાસે IPL 2027ની સીઝન માટે સંપૂર્ણપણે સુધારેલ કોચિંગ સ્ટાફ હશે, જેમાં ફ્રેન્ચાઈઝીએ અનુભવી ફાસ્ટ બોલર લસિથ મલિંગાથી અલગ થવાનો નિર્ણય લીધો છે.
Nancy ShuklaUpdated on: 29 Oct 2026 08:34 PM IST
Mumbai Indians: મુંબઈ ઈન્ડિયન્સથી અલગ થયા લસિથ મલિંગા, કોચિંગ સ્ટાફના અન્ય 2 સભ્યની વિદાયMumbai Indians: મુંબઈ ઈન્ડિયન્સથી અલગ થયા લસિથ મલિંગા, કોચિંગ સ્ટાફના અન્ય 2 સભ્યની વિદાય

Mumbai Indians

Mumbai Indians: IPL 2027ની તૈયારીઓ અત્યારથી જ શરૂ થઈ ગઈ છે. આગામી સિઝન પહેલાં અનેક ફ્રેન્ચાઈઝીઓ પોતાના કોચિંગ સ્ટાફમાં ફેરફાર કરી રહી છે. આ દરમિયાન મુંબઈ ઈન્ડિયન્સના કોચિંગ સેટઅપમાં પણ મોટા ફેરફારો જોવા મળ્યા છે. શ્રીલંકાના દિગ્ગજ ફાસ્ટ બોલર લસિથ મલિંગા, પારસ મ્હામ્બ્રે અને કાર્લ હોપકિન્સન હવે ફ્રેન્ચાઇઝીથી અલગ થઈ ગયા છે.

મુંબઈ ઈન્ડિયન્સ માટે છેલ્લી કેટલીક સિઝન અપેક્ષા મુજબ રહી નથી. મહેલા જયવર્ધનેના હેડ કોચ પદ છોડ્યા બાદ ટીમે કાયરન પોલાર્ડને નવા હેડ કોચ તરીકે નિયુક્ત કર્યા હોવાના સમાચાર સામે આવ્યા હતા. હવે કોચિંગ સ્ટાફમાં વધુ ફેરફારોને કારણે આગામી સિઝન પહેલાં ટીમની રણનીતિ અને સ્ટાફની રચના પર સૌની નજર રહેશે.

લસિથ મલિંગા અને પારસ મ્હામ્બ્રેનો મુંબઈ સાથે લાંબો સંબંધ

લસિથ મલિંગા મુંબઈ ઈન્ડિયન્સ માટે ખેલાડી તરીકે લાંબા સમય સુધી રમ્યા હતા. તેમને પોતાની શાનદાર બોલિંગથી ટીમને સફળતા અપાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. ખેલાડી તરીકે મલિંગાએ મુંબઈને 4 IPL ખિતાબ અને 2011ની ચેમ્પિયન્સ લીગ T20 જીતવામાં મદદ કરી હતી. નિવૃત્તિ બાદ તેમને ફ્રેન્ચાઈઝીના કોચિંગ અને મેન્ટરિંગ સેટઅપમાં વિવિધ ભૂમિકાઓ પણ નિભાવી હતી. મલિંગાની ગણતરી વિશ્વ ક્રિકેટના બેસ્ટ ફાસ્ટ બોલર્સમાં થાય છે. તેમની યોર્કર બોલિંગ અને ડેથ ઓવર્સમાં વિકેટ લેવાની ક્ષમતાએ તેમને ખાસ ઓળખ અપાવી હતી.

<blockquote class="twitter-tweet"><p lang="en" dir="ltr">Mumbai Indians today announced that Lasith Malinga, Paras Mhambrey and Carl Hopkinson will be moving on from their respective roles in the men’s team coaching setup, thanking each of them for their commitment, contribution and service to the franchise.

Their commitment, the relationships they have built and the memories they have helped create will always be part of our journey.

We wish each of them the very best in their future endeavours.

https://t.co/iQhgBABx2W</p>&mdash; Mumbai Indians (@mipaltan) <a href="https://x.com/mipaltan/status/2115738406596813144?ref_src=twsrc%5Etfw">October 29, 2026</a></blockquote>
<script async src="https://platform.x.com/widgets.js" charset="utf-8"></script>

બીજી તરફ, પારસ મ્હામ્બ્રે પણ મુંબઈ ઈન્ડિયન્સના કોચિંગ સેટઅપનો મહત્ત્વનો હિસ્સો રહ્યા છે. તેઓ 2010થી 2017 સુધી ફ્રેન્ચાઈઝી સાથે જોડાયેલા હતા. ત્યારબાદ 2024માં તેમને ફરી મુંબઈ ઈન્ડિયન્સના કોચિંગ સ્ટાફમાં વાપસી કરી હતી.

ફીલ્ડિંગ કોચ કાર્લ હોપકિન્સન પણ અલગ થયા

મલિંગા અને મ્હામ્બ્રે ઉપરાંત કાર્લ હોપકિન્સન પણ મુંબઈ ઈન્ડિયન્સથી અલગ થયા છે. તેઓ 2025ની સિઝન પહેલાં ટીમના કોચિંગ સેટઅપમાં જોડાયા હતા અને ફીલ્ડિંગ કોચની જવાબદારી સંભાળતા હતા. હવે આ ત્રણેય સભ્યોની વિદાય બાદ મુંબઈ ઈન્ડિયન્સ પોતાના કોચિંગ સ્ટાફમાં કયા નવા ચહેરાઓને સામેલ કરે છે તે જોવું રસપ્રદ રહેશે. 16 ડિસેમ્બરે યોજાનારા મિની પ્લેયર ઓક્શન પહેલાં ફ્રેન્ચાઈઝી પોતાના કોચિંગ સેટઅપને વધુ મજબૂત બનાવવા માટે કયા નિર્ણયો લે છે તેના પર ફેન્સની નજર રહેશે.

આ પણ વાંચો: Ind Vs NZ: તિલક વર્માનું મોટું નિવેદન, ન્યૂઝીલેન્ડ સામે 5-0થી T20 સિરીઝ જીતીને ક્લીન સ્વીપ કરવાનો ટાર્ગેટ

AUTHOR
N

Nancy Shukla

Author details are not available.