Ind Vs NZ: ગ્લેન ફિલિપ્સે 46 બોલમાં ફટકારી સદી, બ્રેસવેલે પણ મચાવી ધૂમ, ન્યૂઝીલેન્ડે ભારતને આપ્યો 260 રનનો ટાર્ગેટ

Ind Vs NZ: ન્યૂઝીલેન્ડે ચોથી T20 ઈન્ટરનેશનલમાં 259 રન બનાવ્યા છે, જે T20I ક્રિકેટમાં તેમનો સૌથી વધુ સ્કોર છે. ન્યૂઝીલેન્ડે ભારતને 260 રનનો ટાર્ગેટ આપ્યો.
Nancy ShuklaUpdated on: 30 Oct 2026 02:50 PM IST
Ind Vs NZ: ગ્લેન ફિલિપ્સે 46 બોલમાં ફટકારી સદી, બ્રેસવેલે પણ મચાવી ધૂમ, ન્યૂઝીલેન્ડે ભારતને આપ્યો 260 રનનો ટાર્ગેટInd Vs NZ: ગ્લેન ફિલિપ્સે 46 બોલમાં ફટકારી સદી, બ્રેસવેલે પણ મચાવી ધૂમ, ન્યૂઝીલેન્ડે ભારતને આપ્યો 260 રનનો ટાર્ગેટ

Ind Vs NZ

Ind Vs NZ: ન્યૂઝીલેન્ડે ચોથી T20 મેચમાં ભારતીય બોલર્સની હેરાન કરીને મોટો સ્કોર બનાવ્યો છે. પ્રથમ બેટિંગ કરતા ન્યૂઝીલેન્ડે 20 ઓવરમાં 259 રન બનાવ્યા છે. આ સાથે જ ટીમે T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં પોતાનો હાઈએસ્ટ સ્કોર બનાવ્યો છે.

ગ્લેન ફિલિપ્સે શાનદાર બેટિંગ કરતાં માત્ર 46 બોલમાં સદી ફટકારી હતી. તેને 49 બોલમાં 107 રનની વિસ્ફોટક ઈનિંગ રમી હતી. આ તેના T20 કરિયરની ત્રીજી સદી છે. બીજી તરફ માઈકલ બ્રેસવેલે પણ આક્રમક બેટિંગ કરીને ભારતીય બોલર્સ પર દબાણ વધાર્યું હતું.

ભારતીય બોલર્સનું નિરાશાજનક પ્રદર્શન

મેચની શરૂઆતમાં ભારતીય બોલર્સએ સારો દેખાવ કર્યો હતો. પ્રથમ 2 ઓવરમાં ન્યૂઝીલેન્ડ માત્ર 14 રન બનાવી શક્યું હતું. પાવરપ્લે દરમિયાન પણ ભારતીય ટીમે 2 વિકેટ ઝડપી હતી. પરંતુ ત્યારબાદ કિવી બેટ્સમેનોએ આક્રમક અંદાજ અપનાવ્યો હતો. કેપ્ટન શ્રેયસ અય્યરે બોલિંગમાં અનેક ફેરફારો કર્યા, પરંતુ ન્યૂઝીલેન્ડના બેટ્સમેનોને રોકવામાં સફળતા મળી ન હતી. ભારતીય ટીમનો એક પણ બોલર 10થી ઓછા ઈકોનોમી રેટથી બોલિંગ કરી શક્યો ન હતો. આ મેચમાં ભુવનેશ્વર કુમાર પણ ટીમનો ભાગ ન હતો.

ભારત સામે ઐતિહાસિક ટાર્ગેટનો પડકાર

ન્યૂઝીલેન્ડે પોતાનો અગાઉનો 254 રનનો હાઈએસ્ટ T20I સ્કોર પાછળ છોડી દીધો છે. આ સ્કોર તેને 2022માં સ્કોટલેન્ડ સામે બનાવ્યો હતો.

હવે ભારતીય ટીમ સામે 260 રનનો મોટો પડકાર છે. T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી મોટા સફળ રનચેઝનો રેકોર્ડ દક્ષિણ આફ્રિકાના નામે છે. તેને 2023માં વેસ્ટ ઇન્ડિઝ સામે 259 રનનો ટાર્ગેટ હાંસલ કર્યો હતો. હવે ભારત પાસે ઈતિહાસ રચવાની તક છે. આ ટાર્ગેટ હાંસલ કરવા માટે અભિષેક શર્મા અને સંજુ સેમસન જેવા ઓપનર્સની આક્રમક શરૂઆત નિર્ણાયક સાબિત થઈ શકે છે.

આ પણ વાંચો: Shubman Gill: AI ડિવાઈસ પહેરીને પ્રેક્ટિસ કરવા ઉતર્યો શુભમન ગિલ, જાણો શું છે મશીનનો ઉપયોગ?

AUTHOR
N

Nancy Shukla

Author details are not available.