Get News Alerts

Never miss breaking news updates.

Abhishek Sharmaએ સૂર્યકુમાર યાદવનો તોડ્યો વર્લ્ડ રેકોર્ડ, T20Iમાં 2000 રન પૂરા કર્યા

Abhishek Sharmaએ સૌથી ઓછા બોલમાં 2,000 રન પૂરા કરનાર સૌથી ઝડપી T20I રન-સ્કોરરનો નવો વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે. વેસ્ટ ઈન્ડીઝ સામે રમતા તેને સૂર્યકુમાર યાદવનો રેકોર્ડ તોડ્યો.
Nancy ShuklaUpdated on: 11 Oct 2026 08:30 PM IST
Abhishek Sharmaએ સૂર્યકુમાર યાદવનો તોડ્યો વર્લ્ડ રેકોર્ડ, T20Iમાં 2000 રન પૂરા કર્યાAbhishek Sharmaએ સૂર્યકુમાર યાદવનો તોડ્યો વર્લ્ડ રેકોર્ડ, T20Iમાં 2000 રન પૂરા કર્યા

Abhishek Sharma

Abhishek Sharma: ઈન્દોરમાં રમાઈ રહેલી ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની બીજી T20 મેચમાં ટીમ ઈન્ડિયાના વિસ્ફોટક બેટ્સમેન અભિષેક શર્માએ એક નવો ઈતિહાસ રચ્યો છે. તેને સૌથી ઓછા બોલમાં 2000 રન બનાવવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. ઈન્દોરના હોલકર સ્ટેડિયમમાં રમતા અભિષેકે 33મો રન બનાવતાની સાથે જ ભારતના સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવનો રેકોર્ડ તોડી નાખ્યો અને પ્રથમ સ્થાન મેળવ્યું. તે T20I માં બોલના સંદર્ભમાં 2000 રન બનાવનાર સૌથી ઝડપી બેટ્સમેન બની ગયો છે. તે 30 બોલમાં 69 રન બનાવીને આઉટ થયો હતો.

અભિષેક શર્માએ 1024 બોલમાં 200 T20 રન પૂરા કર્યા

અભિષેક શર્માએ માત્ર 1024 બોલનો સામનો કરીને પોતાના 2000 રન પૂરા કર્યા હતા. આ પહેલા આ રેકોર્ડ સૂર્યકુમાર યાદવના નામે હતો, જેણે 1164 બોલમાં આ સિદ્ધિ હાંસલ કરી હતી. આ કિસ્સામાં ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન એરોન ફિન્ચે 1283 બોલમાં 200 રન પૂરા કર્યા હતા. જ્યારે ગ્લેન મેક્સવેલે 1304 બોલમાં આ સિદ્ધિ હાંસલ કરી હતી. આ દરમિયાન ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ 1390 બોલમાં અને ન્યુઝીલેન્ડના ટિમ સાઈફર્ટે 1395 બોલમાં T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં પોતાના 2000 રન પૂરા કર્યા હતા.

અભિષેકે 18 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી

અભિષેક શર્માએ શાનદાર બેટિંગ કરી અને માત્ર 18 બોલમાં પોતાનો અડધી સદી પૂર્ણ કરી. તેને શમર જોસેફના બોલ પર 2 રન લઈને આ સિદ્ધિ મેળવી. આ સિરીઝમાં અભિષેકની આ પહેલી અડધી સદી છે. વેસ્ટ ઈન્ડિઝ સામે T20 ક્રિકેટમાં કોઈપણ બેટ્સમેન દ્વારા આ સંયુક્ત રીતે ત્રીજી સૌથી ઝડપી અડધી સદી છે.

આ બાબતમાં ફક્ત ક્વિન્ટન ડી કોક (15 બોલ) અને ટિમ ડેવિડ (16 બોલ) જ તેનાથી આગળ છે. ડેવિડ વોર્નર અને કોલિન મુનરોએ પણ વેસ્ટ ઈન્ડિઝ સામે માત્ર 18 બોલમાં અડધી સદી ફટકારવાની સિદ્ધિ હાંસલ કરી હતી.

અભિષેક શર્માએ સૂર્યકુમાર યાદવની બરાબરી કરી

અભિષેક શર્માએ T20 ક્રિકેટમાં એક વર્ષમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાના સૂર્યકુમાર યાદવના રેકોર્ડની બરાબરી કરી છે. અભિષેક શર્માએ વર્ષ 2026માં 68 છગ્ગા ફટકારીને ધૂમ મચાવી છે. આ સાથે તેને સૂર્યકુમાર યાદવના 68 છગ્ગા (વર્ષ 2022)ના રેકોર્ડની બરાબરી કરી છે અને હવે બંને સંયુક્ત રીતે નંબર વન પર છે. આ લિસ્ટમાં અભિષેક શર્માનું નામ પણ ત્રીજા નંબરે છે. તેને વર્ષ 2025માં 54 છગ્ગા ફટકાર્યા હતા.

આ પણ વાંચો: Asian Games 2026માં ગોલ્ડ જીતનારા ભારતીય ક્રિકેટર્સને મળશે PM મોદી, જાણો ક્યારે અને ક્યાં થશે મુલાકાત

AUTHOR
N

Nancy Shukla

Author details are not available.