World News : મધ્યપૂર્વમાં તણાવ વધ્યો, ખાડી દેશોમાં અમેરિકી ઠેકાણાઓ પર હુમલાનું એલર્ટ, એડાવાઈઝરી જાહેર કરાઈ


World News
World News : મધ્યપૂર્વમાં તણાવ વધ્યો, ખાડી દેશોમાં અમેરિકી ઠેકાણાઓ પર હુમલાનું એલર્ટ, એડાવાઈઝરી જાહેર કરાઈ


World News
World News : મધ્યપૂર્વમાં વધી રહેલા તણાવ વચ્ચે અમેરિકાએ પોતાના નાગરિકો માટે સુરક્ષા ચેતવણી જાહેર કરી છે. અમેરિકા તરફથી મધ્યપૂર્વના અનેક દેશોમાં આવેલા દૂતાવાસોએ નાગરિકોને વધુ સતર્ક રહેવા અને બદલાતી સુરક્ષા સ્થિતિ પર નજર રાખવા સૂચના આપી છે.
અમેરિકન મિશન દ્વારા સુરક્ષા એલર્ટ જાહેર
બહેરીન, ઈઝરાયેલ, ઈરાક, જોર્ડન, કુવૈત, લેબનોન, ઓમાન, કતાર, સાઉદી અરેબિયા અને UAE સહિતના દેશોમાં અમેરિકન મિશન દ્વારા સુરક્ષા એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે. એલર્ટમાં ફ્લાઈટ રદ થવાની, એરસ્પેસ બંધ થવાની અને મુસાફરીમાં અડચણ ઊભી થવાની શક્યતા અંગે ચેતવણી આપવામાં આવી છે.
ટ્રમ્પનું વ્હાઈટ હાઉસમાં વહેલા પરત ફરવાનું કોઈ ચોક્કસ કારણ નહીં
આ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કેમ્પ ડેવિડનો પ્રવાસ ટૂંકાવીને વ્હાઈટ હાઉસ પરત ફર્યા હોવાના અહેવાલો સામે આવ્યા છે. જોકે, વ્હાઈટ હાઉસે તેમના વહેલા પરત ફરવાનું કોઈ ચોક્કસ કારણ જાહેર કર્યું નથી. તેથી તેમના પરત ફરવાને સીધી રીતે કોઈ સૈન્ય કાર્યવાહી સાથે જોડવાનું સત્તાવાર રીતે પુષ્ટિ થયેલું નથી. આ તણાવ વચ્ચે યમનના હૂતી સંગઠને સાઉદી અરેબિયાના રિયાધ સહિતના વિસ્તારોને નિશાન બનાવી મિસાઈલ અને ડ્રોન હુમલાનો દાવો કર્યો છે. સાઉદી અરેબિયાએ રિયાધ તરફ આવતી બેલિસ્ટિક મિસાઈલને હવામાં જ અટકાવી દીધી હોવાનું જણાવ્યું છે.
મધ્યપૂર્વની સુરક્ષા સ્થિતિ ઝડપથી બદલાઈ શકે
અમેરિકન દૂતાવાસોની એડવાઈઝરીમાં ખાસ કરીને એરપોર્ટ અને એરલાઈન્સના સંચાલન અંગે સતત માહિતી મેળવવાની સલાહ આપવામાં આવી છે. સાથે જ અમેરિકાએ ચેતવણી આપી છે કે મધ્યપૂર્વની સુરક્ષા સ્થિતિ ઝડપથી બદલાઈ શકે છે અને અમેરિકન રાજદ્વારી સ્થળો તથા અમેરિકન હિતો સાથે જોડાયેલા સ્થળો માટે જોખમ ઊભું થઈ શકે છે. હાલ સમગ્ર વિસ્તારમાં વધતા તણાવ વચ્ચે અમેરિકા સહિત અનેક દેશો પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છે.
આ પણ વાંચો : Iran War : ઈરાન-અમેરિકા યુદ્ધમાં મોટો વળાંક, 7 શરતો સાથે વાતચીતનો પ્રસ્તાવ





