America-Chinaએ ટ્રેડ ટ્રુસ 10 જાન્યુઆરી 2027 સુધી લંબાવ્યો, મોટા વેપાર કરાર અંગે ચર્ચા ચાલુ


America-China
America-Chinaએ ટ્રેડ ટ્રુસ 10 જાન્યુઆરી 2027 સુધી લંબાવ્યો, મોટા વેપાર કરાર અંગે ચર્ચા ચાલુ


America-China
America-China : અમેરિકા અને ચીને બંને દેશો વચ્ચે ચાલી રહેલા વેપાર સંઘર્ષ વિરામને વધુ બે મહિના માટે લંબાવવાની સંમતિ આપી છે. હવે આ વ્યવસ્થા 10 જાન્યુઆરી 2027 સુધી ચાલુ રહેશે. અમેરિકાના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટે 23 સપ્ટેમ્બરે ચીનના ઉપપ્રધાનમંત્રી હે લિફેંગ સાથેની બેઠક બાદ આ જાહેરાત કરી હતી. અગાઉ આ સમજૂતી 10 નવેમ્બરે સમાપ્ત થવાની હતી.
વ્યૂહાત્મક મુદ્દાઓ પર ચર્ચા
બંને દેશો વચ્ચેનો આ કરાર દક્ષિણ કોરિયાના બુસાનમાં થયેલી સમજૂતી સાથે જોડાયેલો છે. ટ્રેડ ટ્રુસનો સમયગાળો વધારવાનો મુખ્ય હેતુ બંને દેશોને વેપાર અને આર્થિક મુદ્દાઓ પર વધુ ચર્ચા માટે સમય આપવાનો છે. બેસેન્ટે જણાવ્યું કે અમેરિકા અને ચીન નાના-નાના અલગ કરારો કરવાને બદલે વધુ વ્યાપક આર્થિક સમજૂતીની શક્યતા અંગે પણ ચર્ચા કરી રહ્યા છે. જોકે, 10 જાન્યુઆરી સુધીમાં મોટો વેપાર કરાર થઈ જશે તેની કોઈ ખાતરી આપવામાં આવી નથી. આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અમેરિકાની મુલાકાતે પહોંચ્યા છે અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે તેમની મુલાકાત યોજાઈ રહી છે. બંને નેતાઓ વચ્ચે વેપાર, ટેક્નોલોજી, કૃત્રિમ બુદ્ધિમત્તા અને અન્ય વ્યૂહાત્મક મુદ્દાઓ પર ચર્ચા થવાની છે.
દુર્લભ ખનિજો સહિતના મુદ્દાઓ પણ વેપાર વાટાઘાટોમાં મહત્વના
વેપાર ઉપરાંત બંને દેશો વચ્ચે AI સુરક્ષા અંગે ઔપચારિક સંવાદ શરૂ કરવાની દિશામાં પણ ચર્ચા થઈ રહી છે. બંને પક્ષ ગંભીર AI ઘટનાઓ અંગે ઝડપી સંચાર માટે વ્યવસ્થા ઊભી કરવા અને આગામી સમયમાં ફરી બેઠક યોજવા અંગે પણ કામ કરી રહ્યા છે. ચીન તરફથી અમેરિકન કૃષિ ઉત્પાદનોની ખરીદી અને દુર્લભ ખનિજો સહિતના મુદ્દાઓ પણ વેપાર વાટાઘાટોમાં મહત્વના છે. બંને દેશો વચ્ચે મતભેદો હજુ સંપૂર્ણપણે ઉકેલાયા નથી, પરંતુ ટ્રેડ ટ્રુસ લંબાવવાથી આગામી મહિનાઓમાં આર્થિક અને વેપાર સંબંધો અંગે વધુ વાટાઘાટો માટે સમય મળ્યો છે.
આ પણ વાંચો : North Koreaએ અદ્યતન 240 મીમી મલ્ટિપલ રોકેટ લોન્ચરનું કર્યું પરીક્ષણ





