North Koreaએ અદ્યતન 240 મીમી મલ્ટિપલ રોકેટ લોન્ચરનું કર્યું પરીક્ષણ


North Korea
North Koreaએ અદ્યતન 240 મીમી મલ્ટિપલ રોકેટ લોન્ચરનું કર્યું પરીક્ષણ


North Korea
North Korea : ઉત્તર કોરિયાએ તેની 240 મીમી ક્ષમતાવાળી મલ્ટિપલ રોકેટ લોન્ચર સિસ્ટમનું નવું પરીક્ષણ કર્યું છે. આ પરીક્ષણ 22 સપ્ટેમ્બરે કરવામાં આવ્યું હતું. આ પરીક્ષણ દેશની આર્ટિલરી અને મિસાઈલ ક્ષમતાઓના આધુનિકીકરણ માટેની પાંચ વર્ષીય યોજનાના ભાગરૂપે કરવામાં આવ્યું હોવાનું જણાવાયું છે.
રોકેટમાં 'ઓટોનોમસ પિનપોઇન્ટ ગાઇડન્સ સિસ્ટમ' લગાવવામાં આવી
ઉત્તર કોરિયાના જણાવ્યા અનુસાર નવા 240 મીમી રોકેટમાં 'ઓટોનોમસ પિનપોઇન્ટ ગાઇડન્સ સિસ્ટમ' લગાવવામાં આવી છે. આ રોકેટ સામાન્ય બેલિસ્ટિક ફ્લાઈટ મોડમાં આશરે 100 કિલોમીટર અને ગ્લાઈડ ફ્લાઈટવાળા સંયુક્ત મોડમાં 115 કિલોમીટર સુધીની મારક ક્ષમતા ધરાવે છે. પ્યોંગયાંગે દાવો કર્યો છે કે પરીક્ષણ દરમિયાન રોકેટની ચોકસાઈ અને કામગીરીની ચકાસણી કરવામાં આવી હતી. ઉત્તર કોરિયાના સૈન્ય અધિકારીઓએ દાવો કર્યો કે વધેલી રેન્જ અને ક્ષમતા ધરાવતા આ રોકેટોના વિકાસથી દક્ષિણ કોરિયાની સરહદ નજીક ઉત્તર કોરિયાની ફાયરપાવર અને સૈન્ય તૈયારીમાં મહત્વપૂર્ણ ફેરફાર થશે.
તકનીકી વિગતોનું વિશ્લેષણ કરાઈ રહ્યું છે
સત્તાધારી વર્કર્સ પાર્ટીની સેન્ટ્રલ મિલિટરી કમિશનના ઉપાધ્યક્ષ 'પાક જોંગ-ચોન' દક્ષિણ કોરિયાની સરહદ નજીક વધુ ઘાતક અને વિનાશક હુમલાખોર ક્ષમતાઓ કેન્દ્રિત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. ઉત્તર કોરિયા છેલ્લા કેટલાક સમયથી દક્ષિણ કોરિયાને નિશાન બનાવી શકે તેવી પોતાની ફ્રન્ટલાઈન સ્ટ્રાઈક સિસ્ટમ્સને આધુનિક બનાવવામાં વ્યસ્ત છે. 2023માં પ્યોંગયાંગે આંતર-કોરિયન સંબંધોને 'શત્રુતાપૂર્ણ બે રાજ્યો'ના સંબંધ તરીકે વ્યાખ્યાયિત કર્યા બાદ બંને દેશો વચ્ચે સૈન્ય તણાવ સતત ચર્ચામાં રહ્યો છે. 240 મીમી મલ્ટીપલ રોકેટ લોન્ચર ઉત્તર કોરિયાની લાંબા અંતરની મુખ્ય આર્ટિલરી સિસ્ટમોમાં સામેલ છે. દક્ષિણ કોરિયાના સંયુક્ત ચીફ્સ ઓફ સ્ટાફે જણાવ્યું હતું કે 22 સપ્ટેમ્બરે ઉત્તર પ્યોંગાન પ્રાંતમાંથી પશ્ચિમ સમુદ્રી વિસ્તાર તરફ અનેક રોકેટ લોન્ચ કરવામાં આવ્યા હતા. હાલ તેમની ચોક્કસ તકનીકી વિગતોનું વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો : Earthquake In Turkey : તુર્કીયેમાં ફરી આવ્યો મોટો ભૂકંપનો ઝટકો, 5.8ની તીવ્રતા નોંધાઈ





