Get News Alerts

Never miss breaking news updates.

Pakistan : ડેરા ઈસ્માઈલ ખાનમાં મોટો બ્લાસ્ટ, 11 લોકોના મોત, 30 લોકો ઘાયલ

Pakistan : ઉત્તર-પશ્ચિમ વિસ્તારમાં આવેલા ડેરા ઈસ્માઈલ ખાનમાં શનિવારે થયેલા એક વિસ્ફોટમાં 11 લોકોના મોત થયા છે, જ્યારે 30થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની માહિતી સામે આવી છે.
Kunjan ShuklaUpdated on: 26 Sep 2026 06:36 PM IST
Pakistan :  ડેરા ઈસ્માઈલ ખાનમાં મોટો બ્લાસ્ટ, 11 લોકોના મોત, 30 લોકો ઘાયલPakistan :  ડેરા ઈસ્માઈલ ખાનમાં મોટો બ્લાસ્ટ, 11 લોકોના મોત, 30 લોકો ઘાયલ

Pakistan

Pakistan : ઉત્તર-પશ્ચિમ વિસ્તારમાં આવેલા ડેરા ઈસ્માઈલ ખાનમાં શનિવારે થયેલા એક વિસ્ફોટમાં 11 લોકોના મોત થયા છે, જ્યારે 30થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની માહિતી સામે આવી છે. સ્થાનિક ઇમરજન્સી સેવાઓના જણાવ્યા અનુસાર, આ વિસ્ફોટ ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતના દરાજિંદા વિસ્તારમાં અમન મેળા નજીક થયો હતો.

હુમલાની જવાબદારી TTPએ સ્વીકારી

વિસ્ફોટની જાણ થતાં જ 'રેસ્ક્યૂ 1122'ની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને રાહત તથા બચાવ કામગીરી શરૂ કરી હતી. રેસ્ક્યૂ ટીમોએ ઘટનાસ્થળેથી ઈજાગ્રસ્તોને બહાર કાઢી તેમને પ્રાથમિક તબીબી સારવાર આપી હતી. ત્યારબાદ ગંભીર રીતે ઈજાગ્રસ્ત લોકોને વધુ સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ હુમલાની જવાબદારી તહરીક-એ-તાલિબાન પાકિસ્તાને (TTP) સ્વીકારી હોવાનું જણાવવામાં આવ્યું છે. ડેરા ઇસ્માઈલ ખાન અફઘાનિસ્તાનની સરહદ નજીક આવેલા ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતમાં સ્થિત છે. આ વિસ્તાર ભૂતકાળમાં પણ ઈસ્લામિક ઉગ્રવાદીઓની હિંસક પ્રવૃત્તિઓ માટે ચર્ચામાં રહ્યો છે. ખાસ કરીને પોલીસ અને સુરક્ષા દળોને નિશાન બનાવીને હુમલાની ઘટનાઓ અહીં સામે આવતી રહી છે.

સુરક્ષા એજન્સીઓએ ઘટનાસ્થળને સુરક્ષિત કરીને તપાસ શરૂ કરી

સ્થાનિક અધિકારીઓના જણાવ્યા મુજબ, આ મહિને પણ ડેરા ઈસ્માઈલ ખાન જિલ્લામાં સુરક્ષા સંબંધિત અનેક ઘટનાઓ નોંધાઈ છે, જેમાં પાકિસ્તાની તાલિબાન સાથે જોડાયેલા હુમલાઓનો સમાવેશ થાય છે. હાલમાં વિસ્ફોટના ચોક્કસ કારણ અને ઘટનાની સંપૂર્ણ વિગતો અંગે તપાસ ચાલી રહી છે. સુરક્ષા એજન્સીઓએ ઘટનાસ્થળને સુરક્ષિત કરીને તપાસ શરૂ કરી છે. વિસ્ફોટ બાદ વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા વધુ કડક કરવામાં આવી છે. મૃતકો અને ઈજાગ્રસ્તોની ઓળખ તેમજ હુમલાની અન્ય વિગતો મેળવવાની કામગીરી પણ ચાલી રહી છે.

આ પણ વાંચો : Bangkok Rain : બેંગકોકમાં મૂશળધાર વરસાદથી પૂરની સ્થિતિ, 50 જિલ્લાઓને આપત્તિગ્રસ્ત જાહેર કરાયા

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.