Get News Alerts

Never miss breaking news updates.

Mass Shooting In America : પેન્સિલવેનિયામાં માસ શૂટિંગની ઘટના, 9 લોકોના થયા મોત

Mass Shooting In America : અમેરિકાના પેન્સિલવેનિયા રાજ્યના એરી શહેરમાં શુક્રવારે સાંજે સામૂહિક ગોળીબારની ભયાનક ઘટના સામે આવી છે.
Kunjan ShuklaUpdated on: 10 Oct 2026 09:19 PM IST
Mass Shooting In America :  પેન્સિલવેનિયામાં માસ શૂટિંગની ઘટના, 9 લોકોના થયા મોતMass Shooting In America :  પેન્સિલવેનિયામાં માસ શૂટિંગની ઘટના, 9 લોકોના થયા મોત

Mass Shooting In America

Mass Shooting In America : અમેરિકાના પેન્સિલવેનિયા રાજ્યના એરી શહેરમાં શુક્રવારે સાંજે સામૂહિક ગોળીબારની ભયાનક ઘટના સામે આવી છે. એક મકાનમાં થયેલા ગોળીબારમાં બે બાળકો અને એક ગર્ભવતી મહિલા સહિત ઓછામાં ઓછા 9 લોકોના મોત થયા હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે. આ ઘટનાના શંકાસ્પદ હુમલાખોરનું પણ મોત થયું છે. તેણે પોતાની જાતને ગોળી મારીને આત્મહત્યા કરી હોવાનું પોલીસે જણાવ્યું છે.

View post on Instagram

સાંજે 5 વાગ્યે પોલીસને મળી હતી જાણ

9 ઑક્ટોબરે સ્થાનિક સમય મુજબ સાંજે લગભગ 5 વાગ્યે પેરી સ્ટ્રીટના 700 બ્લોકમાં આવેલા એક મકાનમાં ગોળીબારની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસને મકાનની બહાર બે મહિલાઓના મૃતદેહ મળ્યા હતા, જ્યારે અન્ય પીડિતો મકાનની અંદરથી મળી આવ્યા હતા. તપાસકર્તાઓના જણાવ્યા અનુસાર, શંકાસ્પદ હુમલાખોરે પહેલાં બે મહિલાઓ પર ગોળીબાર કર્યો હતો અને ત્યારબાદ મકાનમાં પ્રવેશીને અંદર હાજર લોકો પર ગોળીબાર કર્યો હોવાનો આરોપ છે.

SWAT ટીમે સંભાળ્યો મોરચો

ગોળીબાર બાદ શંકાસ્પદ વ્યક્તિ મકાનમાં જ છુપાઈ ગયો હતો અને અંદરથી પોતાને બંધ કરી દીધો હતો. ત્યારબાદ પરિસ્થિતિને કાબૂમાં લેવા SWAT ટીમ સહિતના સુરક્ષા દળોએ મોરચો સંભાળ્યો હતો. લાંબી કાર્યવાહી બાદ શંકાસ્પદ હુમલાખોર મૃત હાલતમાં મળી આવ્યો હતો. તેણે પોતાની જાતને ગોળી મારી હોવાનું પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું. એરીના પોલીસ ચીફ રિક લોરાહે આ ઘટનાને પોલીસ અને તપાસકર્તાઓ માટે અત્યંત મુશ્કેલ ગણાવી હતી. તેમણે જણાવ્યું કે જાનહાનિનું પ્રમાણ અત્યંત દુઃખદ છે અને ઘટનાની પરિસ્થિતિ જાણવા માટે તપાસ ચાલી રહી છે.

હુમલા પાછળનું કારણ હજુ અસ્પષ્ટ

પોલીસે હજુ સુધી ગોળીબાર પાછળનું ચોક્કસ કારણ જાહેર કર્યું નથી. શંકાસ્પદ હુમલાખોર અને મૃતકો વચ્ચે શું સંબંધ હતો તે પણ તપાસવામાં આવી રહ્યું છે. મૃતકોની ઓળખ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી નથી. અધિકારીઓએ જણાવ્યું કે હાલ પરિસ્થિતિ નિયંત્રણમાં છે અને જનતા માટે કોઈ તાત્કાલિક ખતરો નથી. શહેરના વહીવટીતંત્રે મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે અને તપાસ પૂર્ણ થયા બાદ વધુ વિગતો જાહેર કરવાની ખાતરી આપી છે.

આ પણ વાંચો : Americaમાં વાવાઝોડું ઈસાઈસનો કહેર, ફ્લોરિડા અને અલાબામામાં 7 લાખ ઘરમાં વીજળી ગુલ

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.