Hormuz સ્ટ્રેટમાં મોટો નિર્ણય, ઈરાન-ઓમાન વચ્ચે કામચલાઉ દરિયાઈ કોરિડોર પર સહમતિ



Hormuz
Hormuz સ્ટ્રેટમાં મોટો નિર્ણય, ઈરાન-ઓમાન વચ્ચે કામચલાઉ દરિયાઈ કોરિડોર પર સહમતિ



Hormuz
Hormuz : ઈરાન અને ઓમાન હોર્મુઝ સ્ટ્રેટમાંથી જહાજોની સુરક્ષિત અવરજવર માટે એક કામચલાઉ દરિયાઈ નેવિગેશનલ કોરિડોર સ્થાપિત કરવા સંમત થયા હોવાનું જાણવા મળ્યું છે. બંને દેશો વચ્ચે આ મુદ્દે છેલ્લા કેટલાક અઠવાડિયાથી વાટાઘાટો ચાલી રહી હતી.
મળતી માહિતી મુજબ, મંગળવારે ઈરાન અને ઓમાન વચ્ચે હોર્મુઝ સ્ટ્રેટમાં સંયુક્ત કામચલાઉ દરિયાઈ માર્ગ બનાવવા અંગે ચર્ચા થઈ હતી.
રિયાઈ ખાણો દૂર કરવા અંગે પણ ચર્ચા કરાઈ
આ માર્ગનો હેતુ જહાજોને જળમાર્ગમાંથી પસાર થવામાં સરળતા અને સુરક્ષા પૂરી પાડવાનો છે. સાથે જ બંને દેશો દ્વારા દરિયાઈ ખાણો દૂર કરવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. હોર્મુઝ સ્ટ્રેટ વિશ્વના સૌથી મહત્વપૂર્ણ ઊર્જા માર્ગોમાંથી એક છે.
અહીં કોઈપણ પ્રકારની અસ્થિરતા અથવા શિપિંગમાં વિક્ષેપની સીધી અસર વૈશ્વિક તેલ બજાર અને આંતરરાષ્ટ્રીય વેપાર પર પડી શકે છે. તેથી ઈરાન અને ઓમાન વચ્ચેનો આ પ્રયાસ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.
વેપાર કરતા દેશો સામે પ્રતિબંધોની કાર્યવાહી
જોકે, હોર્મુઝ સ્ટ્રેટમાં જોખમ સંપૂર્ણપણે ટળ્યું નથી. મંગળવારે ઓમાનના એશ શિશાહ વિસ્તારથી આશરે 9 નોટિકલ માઈલ ઉત્તરપૂર્વમાં એક ઓઈલ ટેન્કર પર અજાણ્યા ગોળા દ્વારા હુમલો થયો હોવાની માહિતી સામે આવી હતી. હુમલા બાદ ટેન્કર આગળ વધી શક્યું ન હોવાનું પણ જણાવાયું છે.
બીજી તરફ ઈરાન પર અમેરિકાનું આર્થિક અને રાજદ્વારી દબાણ પણ યથાવત છે. અમેરિકાએ ઈરાન સાથે વેપાર કરતા દેશો સામે પ્રતિબંધોની કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે. જોકે, તાત્કાલિક પ્રતિબંધો નહીં લાદવામાં આવે તેવા સંકેતો પણ આપવામાં આવ્યા છે.
દૂતાવાસોમાંથી સ્ટાફને પરત બોલાવવાની પ્રક્રિયા પણ શરૂ કરી
વધતા તણાવ વચ્ચે અમેરિકાએ મધ્યપૂર્વના કેટલાક દૂતાવાસોમાંથી સ્ટાફને પરત બોલાવવાની પ્રક્રિયા પણ શરૂ કરી છે. આ સ્થિતિને કારણે વિસ્તારમાં સુરક્ષાની ચિંતાઓ હજુ પણ યથાવત છે. આ દરમિયાન સંઘર્ષની અસર અમેરિકાની આંતરિક રાજનીતિ પર પણ જોવા મળી રહી છે.
રોઇટર્સ/ઇપ્સોસના મતદાનમાં યુદ્ધ અંગે અમેરિકન જનતાના સમર્થનમાં ઘટાડો જોવા મળ્યો હોવાનું અહેવાલોમાં જણાવાયું છે. હાલ ઈરાન, અમેરિકા અને ઈઝરાયલ વચ્ચેના તણાવ વચ્ચે હોર્મુઝ સ્ટ્રેટની સ્થિતિ પર સમગ્ર વિશ્વની નજર છે. ઈરાન અને ઓમાન દ્વારા સૂચિત કામચલાઉ દરિયાઈ કોરિડોરથી જહાજોની અવરજવરમાં કેટલી રાહત મળે છે તે આગામી દિવસોમાં સ્પષ્ટ થશે.
આ પણ વાંચો : Bhavnagar ના મહુવા યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ 800 પાર, ખેડૂતોની હાલત દયનીય બની ?

Vivek Shah
વિવેક શાહ મિડીયા ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવે છે, TV9 Gujaratiમાં તેમણે રીપોર્ટર અને પ્રોડયુસર તરીકે પણ 7 વર્ષ કરતા વધુ સમય કામ કર્યુ છે, સાથે સાથે ABP Asmitaમાં 2 વર્ષ જેટલો સમય Associate Producer તરીકે કામ કર્યુ છે અને Sandesh NEWS Digitalમાં છેલ્લા 2 વર્ષ Senior Sub Editor તરીકે કામ કર્યુ છે. ગુજરાત ફર્સ્ટમાં Assistant Ediotor તરીકે તેમણે 3 મહિના કામ કર્યુ અને હાલમાં તેઓ Growthnow NEWS માં Senior Assignment Editor તરીકે ડિજિટલ વિભાગમાં કામ કરી રહ્યાં છે.



