Get News Alerts

Never miss breaking news updates.

Bhavnagar ના મહુવા યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ 800 પાર, ખેડૂતોની હાલત દયનીય બની ?

Bhavnagar : મહુવા માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવમાં હાલ નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. યાર્ડમાં ખેડૂતોને લાલ ડુંગળીના પ્રતિ મણ રૂ.800 સુધી પહોંચ્યો છે.
Vivek Shah
Vivek ShahUpdated on: 26 Aug 2026 09:51 AM IST
Bhavnagar ના મહુવા યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ 800 પાર, ખેડૂતોની હાલત દયનીય બની ?Bhavnagar ના મહુવા યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ 800 પાર, ખેડૂતોની હાલત દયનીય બની ?

Bhavnagar onion price

Bhavnagar : ભાવમાં આવેલા ઉછાળાથી ખેડૂતોમાં આશાવાદ જોવા મળી રહ્યો છે, જોકે ખેડૂતોનું કહેવું છે કે ઉત્પાદન ખર્ચ અને લાંબા સમય સુધી સંગ્રહ કરવાના ખર્ચને જોતા રૂ.1000 કે તેથી વધુનો ભાવ મળે તો જ યોગ્ય વળતર મળી શકે.

મહુવા માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા ત્રણ દિવસથી લાલ ડુંગળીની નોંધપાત્ર આવક થઈ રહી છે. દરરોજ અંદાજે 1700થી 2000 કટ્ટા કે તેથી વધુ ડુંગળીની આવક નોંધાઈ રહી છે. આવક સારી હોવા છતાં ભાવમાં વધારો જોવા મળતા ખેડૂતો માટે આ રાહતના સમાચાર છે.

મહુવા યાર્ડમાં લાલ ડુંગળીના ભાવમાં વધારો

વેપારી વેલજીભાઈના જણાવ્યા મુજબ, હાલ યાર્ડમાં હરાજી દરમિયાન ખેડૂતોને પ્રતિ મણ રૂ.300થી લઈને રૂ.850થી વધુ સુધીના ભાવ મળી રહ્યા છે. જોકે, ખેડૂતો હજુ પણ ભાવમાં વધુ વધારો થાય તેવી આશા રાખી રહ્યા છે. તેમના જણાવ્યા મુજબ, મેડામાં ત્રણથી ચાર મહિના સુધી ડુંગળીનો સંગ્રહ કરવામાં આવે છે અને આ દરમિયાન અંદાજે 40 ટકા જેટલી ડુંગળી બગડી જતી હોવાનું ખેડૂતોનું કહેવું છે. સાથે જ ખેતી ખર્ચમાં પણ નોંધપાત્ર વધારો થયો છે.

ખેડૂત ભરતભાઈ બારૈયાના જણાવ્યા મુજબ, ખેડૂતો ત્રણથી ચાર મહિના સુધી મેડામાં ડુંગળી સાચવી રાખ્યા બાદ હવે વેચાણ માટે યાર્ડમાં લાવી રહ્યા છે. ખેડૂતોને પ્રતિ મણ રૂ.1000થી વધુનો ભાવ મળે તો જ ઉત્પાદન અને સંગ્રહ ખર્ચની સરખામણીએ યોગ્ય ફાયદો થાય તેવી સ્થિતિ હોવાનું તેમણે જણાવ્યું હતું. છેલ્લા બે-ત્રણ વર્ષથી ડુંગળીના પાકમાં ભારે નુકસાન ભોગવતા ખેડૂતો માટે વર્તમાન ભાવ વધારો આશાનું કિરણ બન્યો છે.

ખેડૂતોની આશા ફરી જાગી!

મહુવા માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી વિશાલભાઈએ જણાવ્યું કે હાલમાં 1700થી 2000 કટ્ટા લાલ ડુંગળીની આવક થઈ રહી છે અને ખેડૂતોને પ્રતિ કિલો આશરે રૂ.35થી રૂ.40 સુધીના ભાવ મળી રહ્યા છે. ચારથી પાંચ મહિના પહેલાં સ્ટોક કરતી વખતે ખેડૂતોને રૂ.17થી રૂ.20 પ્રતિ કિલો જેટલો ભાવ મળતો હતો.

લાંબા સંગ્રહ દરમિયાન ડુંગળીના વજનમાં પણ ઘટાડો થાય છે. સેક્રેટરીના જણાવ્યા મુજબ, આ વર્ષે ડુંગળીનું વાવેતર ઓછું થયું છે. તેથી દિવાળી બાદ યાર્ડમાં આવનારી ડુંગળીમાં પણ ભાવ મજબૂત રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. હવે આગામી દિવસોમાં આવક અને બજારની સ્થિતિ પર ખેડૂતોની નજર રહેશે.

આ પણ વાંચો : Rajasthan ના મંત્રી કિરોરીલાલ મીણાને સ્વાઈન ફ્લૂની પુષ્ટિ, હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા

AUTHOR
Vivek Shah

Vivek Shah

વિવેક શાહ મિડીયા ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવે છે, TV9 Gujaratiમાં તેમણે રીપોર્ટર અને પ્રોડયુસર તરીકે પણ 7 વર્ષ કરતા વધુ સમય કામ કર્યુ છે, સાથે સાથે ABP Asmitaમાં 2 વર્ષ જેટલો સમય Associate Producer તરીકે કામ કર્યુ છે અને Sandesh NEWS Digitalમાં છેલ્લા 2 વર્ષ Senior Sub Editor તરીકે કામ કર્યુ છે. ગુજરાત ફર્સ્ટમાં Assistant Ediotor તરીકે તેમણે 3 મહિના કામ કર્યુ અને હાલમાં તેઓ Growthnow NEWS માં Senior Assignment Editor તરીકે ડિજિટલ વિભાગમાં કામ કરી રહ્યાં છે.