Get News Alerts

Never miss breaking news updates.

Flydubai Flight Incident: UN મહાસચિવ ગૂટેરેસે વ્યક્ત કરી ચિંતા, મોટી દુર્ઘટના ટળી તે બદલ રાહત વ્યક્ત કરી

Flydubai Flight Incident : દુબઈથી તેલ અવીવ જઈ રહેલી ફ્લાયદુબઈની ફ્લાઈટમાં બનેલી ગંભીર ઘટના અંગે સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગૂટેરેસે ઊંડી ચિંતા વ્યક્ત કરી છે.
Kunjan ShuklaUpdated on: 01 Oct 2026 05:15 PM IST
Flydubai Flight Incident: UN મહાસચિવ ગૂટેરેસે વ્યક્ત કરી ચિંતા, મોટી દુર્ઘટના ટળી તે બદલ રાહત વ્યક્ત કરીFlydubai Flight Incident: UN મહાસચિવ ગૂટેરેસે વ્યક્ત કરી ચિંતા, મોટી દુર્ઘટના ટળી તે બદલ રાહત વ્યક્ત કરી

Flydubai Flight Incident

Flydubai Flight Incident : દુબઈથી તેલ અવીવ જઈ રહેલી ફ્લાયદુબઈની ફ્લાઈટમાં બનેલી ગંભીર ઘટના અંગે સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગૂટેરેસે ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું કે વિમાનમાં બનેલી ઘટના બાદ મોટી દુર્ઘટના ટળી અને તમામ મુસાફરોના જીવ બચી ગયા તે બદલ તેમને રાહત થઈ છે. આ ઘટનાએ ફરી એકવાર આંતરરાષ્ટ્રીય સ્તરે નાગરિક ઉડ્ડયનની સુરક્ષા અંગે સવાલો ઊભા કર્યા છે.

સંબંધિત અધિકારીઓના પ્રયાસોની પણ પ્રશંસા કરી

સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવના પ્રવક્તા સ્ટીફન દુજારિકે ગૂટેરેસનું નિવેદન જાહેર કર્યું હતું. નિવેદનમાં જણાવાયું હતું કે, સંયુક્ત રાષ્ટ્રના વડા એવા કોઈપણ કૃત્યની સખત નિંદા કરે છે, જે નાગરિકોના જીવ અને નાગરિક ઉડ્ડયનની સુરક્ષાને જોખમમાં મૂકે છે. ગૂટેરેસે તમામ મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને ઘટનાની તપાસ કરી રહેલા સંબંધિત અધિકારીઓના પ્રયાસોની પણ પ્રશંસા કરી હતી. તેમણે વિમાન સુરક્ષા અને મુસાફરોના જીવનની સલામતી જાળવવાના મહત્વ પર ભાર મૂક્યો હતો.

હુમલાખોરને આ રીતે કાબૂમાં લઈ શક્યા

ઉલ્લેખનીય છે કે 30 સપ્ટેમ્બરના રોજ દુબઈથી તેલ અવીવ જઈ રહેલી ફ્લાયદુબઈની ફ્લાઈટમાં ફર્સ્ટ ઓફિસર દ્વારા પાયલટ પર હુમલો કરવામાં આવ્યો હોવાનો આરોપ છે. આ દરમિયાન ભારતીય મૂળના કેપ્ટન સ્મિત મછાર ગંભીર ઈજાઓ છતાં હિંમત અને સૂઝબૂઝ બતાવી હતી. તેમણે કોકપિટનો દરવાજો ખોલવામાં સફળતા મેળવી હતી, જેના કારણે મુસાફરો અને ક્રૂ સભ્યો હુમલાખોરને કાબૂમાં લઈ શક્યા હતા.

ત્યારબાદ વિમાનને સાઉદી અરેબિયા તરફ ડાયવર્ટ કરવામાં આવ્યું હતું, જ્યાં તેનું સુરક્ષિત લેન્ડિંગ થયું હતું. વિમાનમાં સવાર તમામ 174 લોકોનો જીવ બચી ગયો હતો. જોકે, કેપ્ટન સ્મિત મછાર ગંભીર રીતે ઘાયલ થયા હતા અને તેમની સારવાર ચાલી રહી છે. કેપ્ટન સ્મિતની બહાદુરીની વિશ્વભરમાં પ્રશંસા થઈ રહી છે. ઈઝરાયેલમાં તેમને હીરો તરીકે બિરદાવવામાં આવી રહ્યા છે, જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેમની હિંમતને બિરદાવી છે. આ ઘટનામાં કેપ્ટન સ્મિતની સમયસૂચકતા અને મુસાફરોના સાહસથી મોટી દુર્ઘટના ટળી હતી.

આ પણ વાંચો : India-Australia વચ્ચે 13મી આર્મી ટુ આર્મી સ્ટાફ વાર્તા, સંરક્ષણ સહયોગને મળશે નવી ગતિ

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.