Get News Alerts

Never miss breaking news updates.

West Bengal SIR : ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટમાં જવાબ રજૂ કર્યો, 42 ટ્રિબ્યુનલ બનાવવાની કરી માગ

West Bengal SIR : પશ્ચિમ બંગાળમાં મતદાર યાદીના સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન (SIR)ને લઈને ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટમાં મહત્વપૂર્ણ માહિતી રજૂ કરી છે.
Kunjan ShuklaUpdated on: 21 Sep 2026 07:30 PM IST
West Bengal SIR : ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટમાં જવાબ રજૂ કર્યો, 42 ટ્રિબ્યુનલ બનાવવાની કરી માગWest Bengal SIR : ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટમાં જવાબ રજૂ કર્યો, 42 ટ્રિબ્યુનલ બનાવવાની કરી માગ

West Bengal SIR

West Bengal SIR : પશ્ચિમ બંગાળમાં મતદાર યાદીના સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન (SIR)ને લઈને ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટમાં મહત્વપૂર્ણ માહિતી રજૂ કરી છે. ચૂંટણી પંચે જણાવ્યું કે SIR સંબંધિત અપીલોની સંખ્યા ખૂબ મોટી હોવાથી હાલના 19 એપેલેટ ટ્રિબ્યુનલ પૂરતા નથી. ઝડપી નિકાલ માટે રાજ્યની 42 લોકસભા બેઠકોના આધારે 42 ટ્રિબ્યુનલ બનાવવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.

38.31 લાખ અપીલો દાખલ થઈ

ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, SIR હેઠળ મતદાર યાદીમાં નામ ઉમેરવા અથવા દૂર કરવા સંબંધિત કુલ 38.31 લાખ અપીલો દાખલ થઈ છે. તેમાંથી 37 લાખથી વધુ અપીલો હજુ પેન્ડિંગ છે. કુલ અપીલોમાં 22.21 લાખ એવી છે, જેમાં SIR દરમિયાન નામ દૂર કરાયેલા મતદારોએ ફરી નામ સામેલ કરવાની માગ કરી છે. જ્યારે 16.10 લાખ અપીલો મતદાર યાદીમાં નવા નામ ઉમેરવા સામે વાંધા સાથે સંબંધિત છે.

અત્યાર સુધીમાં 1,26,194 અપીલોનો નિકાલ થયો

ચૂંટણી પંચે જણાવ્યું કે અત્યાર સુધી 1,26,194 અપીલોનો નિકાલ થયો છે. જેમાંથી 1,13,943 લોકોને ફરી મતદાર યાદીમાં સામેલ કરવાનો નિર્ણય લેવાયો છે, જ્યારે 8,649 અપીલો ફગાવવામાં આવી છે. એટલે નિકાલ થયેલા કેસોમાં મોટાભાગના કેસોમાં નામ પુનઃસ્થાપિત કરવાનો નિર્ણય આવ્યો છે. SIR દરમિયાન આશરે 27.16 લાખ નામ મતદાર યાદીમાંથી દૂર કરવામાં આવ્યા હતા. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, તેમાંથી 22.21 લાખથી વધુ લોકોએ પોતાના નામ ફરી સામેલ કરાવવા માટે અપીલ કરી છે. જોકે, ચૂંટણી પંચે સ્પષ્ટ કર્યું છે કે SIR દરમિયાન માત્ર નામ દૂર કરવાની પ્રક્રિયા જ નહોતી, પરંતુ ‘Absent, Shifted, Dead અને Duplicate’ જેવી કેટેગરીની પણ તપાસ કરવામાં આવી હતી.

SIRની અસર અંગેના દાવાને પણ ચૂંટણી પંચે નકારી કાઢ્યો

ચૂંટણી પરિણામો પર SIRની અસર અંગેના દાવાને પણ ચૂંટણી પંચે નકારી કાઢ્યો છે. પંચનું કહેવું છે કે કોઈ બેઠકમાં દૂર કરાયેલા મતદારોની સંખ્યા અને જીતના માર્જિનની સીધી સરખામણી કરીને ચૂંટણી પરિણામ પર અસર પડી હોવાનું નક્કી કરી શકાય નહીં. પંચે આ પ્રકારની સરખામણીને અનુમાન આધારિત ગણાવી છે. હવે 42 ટ્રિબ્યુનલના પ્રસ્તાવ પર સુપ્રીમ કોર્ટમાં આગળની કાર્યવાહી મહત્વપૂર્ણ રહેશે.

આ પણ વાંચો : Defence Ministry : રક્ષા મંત્રાલયે T-72 અને T-90 ટેન્કની ખરીદી માટે રૂપિયા 586 કરોડનો કર્યો કરાર

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.