Get News Alerts

Never miss breaking news updates.

Defence Ministry : રક્ષા મંત્રાલયે T-72 અને T-90 ટેન્કની ખરીદી માટે રૂપિયા 586 કરોડનો કર્યો કરાર

Defence Ministry : રક્ષા મંત્રાલયે ભારતીય સેનાના T-72 અને T-90 મુખ્ય યુદ્ધ ટેન્કો માટે ઓક્સિલિયરી પાવર યુનિટ (APU)ની ખરીદી માટે ₹586 કરોડનો કરાર કર્યો છે.
Kunjan ShuklaUpdated on: 21 Sep 2026 06:39 PM IST
Defence Ministry : રક્ષા મંત્રાલયે T-72 અને T-90 ટેન્કની ખરીદી માટે રૂપિયા 586 કરોડનો કર્યો કરારDefence Ministry : રક્ષા મંત્રાલયે T-72 અને T-90 ટેન્કની ખરીદી માટે રૂપિયા 586 કરોડનો કર્યો કરાર

Defence Ministry

Defence Ministry : રક્ષા મંત્રાલયે ભારતીય સેનાના T-72 અને T-90 મુખ્ય યુદ્ધ ટેન્કો માટે ઓક્સિલિયરી પાવર યુનિટ (APU)ની ખરીદી માટે ₹586 કરોડનો કરાર કર્યો છે. સોમવારે નવી દિલ્હીમાં આ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ કરાર સ્વદેશી કંપની એક્યુરેટ ઈન્ડસ્ટ્રિયલ કંટ્રોલ્સ પ્રાઈવેટ લિમિટેડ સાથે કરવામાં આવ્યો છે. કરાર સમયે રક્ષા સચિવ રાજેશ કુમાર સિંહ પણ હાજર રહ્યા હતા.

મુખ્ય એન્જિનનું આયુષ્ય વધારવામાં પણ મદદ મળી શકે

રક્ષા મંત્રાલયના જણાવ્યા અનુસાર, APU ટેન્કમાં ફાયર કંટ્રોલ સિસ્ટમ, ફાયરિંગ સર્કિટ, ગન સ્ટેબિલાઈઝેશન સિસ્ટમ અને અન્ય જરૂરી સહાયક ઉપકરણોને વીજળી પૂરી પાડવાનું વૈકલ્પિક માધ્યમ છે. આ ટેક્નોલોજીની મદદથી ટેન્કનું મુખ્ય એન્જિન બંધ હોવા છતાં જરૂરી સિસ્ટમ કાર્યરત રાખી શકાશે. યુદ્ધ દરમિયાન સર્વેલન્સ મોડ અથવા તાલીમ દરમિયાન મુખ્ય એન્જિન બંધ રાખીને પણ ટેન્કના ફાયર કંટ્રોલ અને અન્ય મહત્વપૂર્ણ ઉપકરણો ચલાવી શકાશે. આથી ઈંધણની બચત થવાની સાથે મુખ્ય એન્જિનનું આયુષ્ય વધારવામાં પણ મદદ મળી શકે છે.

ટેક્નોલોજી ક્ષેત્રે આત્મનિર્ભરતા વધારવા મહત્વપૂર્ણ

T-72 અને T-90 ટેન્ક ભારતીય સેનાની મિકેનાઈઝ્ડ ફોર્સનો મહત્વપૂર્ણ હિસ્સો છે. સ્વદેશી રીતે વિકસિત APUને સામેલ કરવાથી સેનાની ઓપરેશનલ ક્ષમતા, વિશ્વસનીયતા અને લાંબા ગાળાની કામગીરીમાં સુધારો થવાની અપેક્ષા છે. રક્ષા મંત્રાલયે જણાવ્યું કે આ કરાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'આત્મનિર્ભર ભારત'ના વિઝનને અનુરૂપ છે. દેશમાં APUના ઉત્પાદન અને ટેક્નોલોજી ક્ષેત્રે આત્મનિર્ભરતા વધારવા માટે આ પગલું મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં પણ વ્યાપારિક તકો ઉભી થઈ શકે

આ પ્રોજેક્ટથી ભવિષ્યમાં સ્થાનિક તેમજ આંતરરાષ્ટ્રીય બજારમાં પણ વ્યાપારિક તકો ઉભી થઈ શકે છે. ભારતીય સશસ્ત્ર દળો પાસે T-72, T-90, અર્જુન ટેન્ક અને BMP જેવા અનેક સૈન્ય વાહનોનો મોટો કાફલો છે, જેના કારણે APUની સતત માગ રહેવાની શક્યતા છે. આ ઉપરાંત રશિયન મૂળના T-72 અને T-90 ટેન્કનો ઉપયોગ કરતા અન્ય દેશોમાં પણ ભારતમાં બનેલા APUની નિકાસની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. પૂર્વ સોવિયેત દેશો ઉપરાંત ઈરાન, ઈરાક અને ઈજિપ્ત જેવા દેશોમાં પણ આ પ્રકારના ટેન્કનો ઉપયોગ થાય છે.

આ પણ વાંચો : Canada : ફ્લાઈટ ટ્રેનિંગ દરમિયાન મોટી વિમાન દુર્ઘટના, 2 ભારતીય વિદ્યાર્થીઓના મોત

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.