Get News Alerts

Never miss breaking news updates.

Jammu-Sri Nagar હાઈવે પર ભયાનક અકસ્માત, ટનલમાં સ્લીપર બસ પલટી જતાં 33 મુસાફરો ઘાયલ

Jammu-Sri Nagar : રામબન જિલ્લામાં શ્રીનગરથી જમ્મુ જઈ રહેલી એક સ્લીપર બસ ટનલની અંદર પલટી જતાં ઓછામાં ઓછા 33 મુસાફરો ઘાયલ થયા છે. અકસ્માત બાદ ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
Kunjan ShuklaUpdated on: 01 Oct 2026 07:50 PM IST
Jammu-Sri Nagar હાઈવે પર ભયાનક અકસ્માત, ટનલમાં સ્લીપર બસ પલટી જતાં 33 મુસાફરો ઘાયલJammu-Sri Nagar હાઈવે પર ભયાનક અકસ્માત, ટનલમાં સ્લીપર બસ પલટી જતાં 33 મુસાફરો ઘાયલ

Jammu-Sri Nagar

Jammu-Sri Nagar : જમ્મુ-કાશ્મીરમાં જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે પર ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. રામબન જિલ્લામાં શ્રીનગરથી જમ્મુ જઈ રહેલી એક સ્લીપર બસ ટનલની અંદર પલટી જતાં ઓછામાં ઓછા 33 મુસાફરો ઘાયલ થયા છે. અકસ્માત બાદ ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બસમાં કુલ 55 મુસાફરો સવાર હોવાનું ટ્રાફિક વિભાગના અધિકારીઓએ જણાવ્યું છે.

સેનાના જવાનો ઘટનાસ્થળે દોડી આવ્યા

મળતી માહિતી મુજબ, પશ્ચિમ બંગાળમાં નોંધાયેલી આ સ્લીપર બસ ગુરુવારે જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે-44 પર મારૂગ નજીક આવેલી એક ટનલમાંથી પસાર થઈ રહી હતી. આ દરમિયાન અચાનક બસ પલટી ગઈ હતી. અકસ્માતની જાણ થતાં જ પોલીસ, સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF), સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF), સેનાના જવાનો અને સિવિલ ક્વિક રિસ્પોન્સ ટીમના સ્વયંસેવકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

વાહનોની અવરજવર શરૂ કરાઈ

બચાવ કામગીરી દરમિયાન તમામ ઘાયલોને સારવાર માટે રામબન જિલ્લા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ગંભીર રીતે ઘાયલ થયેલા 9 મુસાફરોને વધુ સારવાર માટે જમ્મુ શહેરની ગવર્નમેન્ટ મેડિકલ કોલેજ (GMC) હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. અકસ્માત બાદ અસરગ્રસ્ત ટનલમાં વાહનવ્યવહાર ફરી શરૂ કરવા માટે એક લેન ખોલવામાં આવી હતી. જેના કારણે હાઈવે પર વાહનોની અવરજવર આંશિક રીતે શરૂ થઈ શકી હતી.

ઉલ્લેખનીય છે કે, જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે-44 કાશ્મીરને દેશના અન્ય વિસ્તારો સાથે જોડતો મહત્વપૂર્ણ માર્ગ છે. જોકે, આ હાઈવે પર ખાસ કરીને રામબનથી બનિહાલ વચ્ચેનો વિસ્તાર અકસ્માતની દૃષ્ટિએ જોખમી માનવામાં આવે છે. અહીં ભૂસ્ખલન, પહાડો પરથી પથ્થરો પડવા, ભારે વરસાદ અને અચાનક પૂર જેવી કુદરતી પરિસ્થિતિઓને કારણે વાહનવ્યવહાર જોખમમાં મુકાય છે. આ ઉપરાંત, રસ્તાના વિસ્તરણની કામગીરી, જોખમી વળાંકો, ઢોળાવો અને સાંકડા માર્ગો પણ અકસ્માતનું જોખમ વધારતા પરિબળો છે. હાલ બસ અકસ્માતમાં ઘાયલ થયેલા તમામ મુસાફરોની સારવાર ચાલી રહી છે.

આ પણ વાંચો : મહારાષ્ટ્રના દિવેઆગર બીચ પર દુર્ઘટના: દરિયામાં ડૂબતાં 8 વિદ્યાર્થીઓનાં મોત, તમામના મૃતદેહ મળ્યા

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.