મહારાષ્ટ્રના દિવેઆગર બીચ પર દુર્ઘટના: દરિયામાં ડૂબતાં 8 વિદ્યાર્થીઓનાં મોત, તમામના મૃતદેહ મળ્યા



Diveagar Beach Accident
મહારાષ્ટ્રના દિવેઆગર બીચ પર દુર્ઘટના: દરિયામાં ડૂબતાં 8 વિદ્યાર્થીઓનાં મોત, તમામના મૃતદેહ મળ્યા



Diveagar Beach Accident
Diveagar Beach Accident: મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં આવેલા પ્રસિદ્ધ દિવેઆગર બીચ પર એક કરુણ દુર્ઘટના સર્જાઈ છે. દરિયામાં ડૂબી જવાથી આઠ વિદ્યાર્થીઓનાં મોત થયાં છે. પોલીસના જણાવ્યા અનુસાર, તમામ વિદ્યાર્થીઓના મૃતદેહ દરિયામાંથી બહાર કાઢવામાં આવ્યા છે. આ વિદ્યાર્થીઓ પુણેના આળંદી વિસ્તારથી પિકનિક માટે દિવેઆગર આવ્યા હતા.
https://twitter.com/nextminutenews7/status/2105657863129756002
ખાનગી કોચિંગ ક્લાસે યોજી હતી પિકનિક
મળતી માહિતી મુજબ, પુણેના આળંદી વિસ્તારમાં આવેલી ‘વિનર્સ’ ખાનગી કોચિંગ ક્લાસ દ્વારા દિવેઆગર બીચની ટ્રીપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન કેટલાક વિદ્યાર્થીઓ દરિયામાં નહાવા માટે ઉતર્યા હતા. જોકે, દરિયાની ઊંડાઈનો અંદાજ ન રહેતાં આઠ વિદ્યાર્થીઓ પાણીમાં ડૂબી ગયા હતા.
સ્થાનિક લોકો અને વોટર સ્પોર્ટ્સના કર્મચારીઓએ બચાવકાર્ય કર્યું
વિદ્યાર્થીઓ દરિયામાં ડૂબી રહ્યા હોવાની જાણ થતાં બીચ પર હાજર ‘મહાકાલી વોટર સ્પોર્ટ્સ’ના કર્મચારીઓ અને સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દરિયામાં ઉતર્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને બચાવવા માટે પ્રયાસો કર્યા હતા. ભારે જહેમત બાદ આઠેય વિદ્યાર્થીઓને દરિયામાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.
તમામ આઠ વિદ્યાર્થીઓનાં મોત
અહેવાલો અનુસાર, વિદ્યાર્થીઓને દરિયામાંથી બહાર કાઢવામાં આવ્યા ત્યારે તેમનાં મોત થઈ ચૂક્યાં હતાં. પ્રાથમિક માહિતી મુજબ, પાણીમાં ડૂબવાથી અને શ્વાસ રૂંધાવાને કારણે તેમનાં મોત થયાં હતાં. ઘટનાને પગલે વિદ્યાર્થીઓનાં પરિવારોમાં શોકની લાગણી ફેલાઈ છે.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, having contributed to leading media houses. He is currently associated with GrowthNow News, where he covers and analyzes a wide range of news, with a strong focus on complex global and economic narratives. He is recognized for his analytical depth, journalistic insight, and expertise in navigating complex issues and presenting them with clarity. [email protected]




