BRICS Summit 2026: ગુજરાત CM આજે 4 વાગ્યા બાદ દિલ્હી પહોંચશે, ભારત મંડપમમાં PM મોદીના ગાલા ડિનરમાં થશે સામેલ



BRICS Summit 2026
BRICS Summit 2026: ગુજરાત CM આજે 4 વાગ્યા બાદ દિલ્હી પહોંચશે, ભારત મંડપમમાં PM મોદીના ગાલા ડિનરમાં થશે સામેલ



BRICS Summit 2026
BRICS Summit 2026: નવી દિલ્હીમાં યોજાઈ રહેલા 18મા BRICS શિખર સંમેલન વચ્ચે ગુજરાતના મુખ્યમંત્રી આજે સાંજે દિલ્હી પહોંચશે. મળતી માહિતી મુજબ, મુખ્યમંત્રી સાંજે 4 વાગ્યા બાદ દિલ્હી પહોંચે તેવી શક્યતા છે. તેઓ ભારત મંડપમ ખાતે યોજાનારા વિશેષ રાત્રિભોજન એટલે કે ગાલા ડિનરમાં હાજરી આપશે. BRICS Summit 2026નું આયોજન 12 અને 13 સપ્ટેમ્બરના રોજ નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે થઈ રહ્યું છે.
ભારત મંડપમમાં યોજાશે ગાલા ડિનર
BRICS સમિટના પ્રથમ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સાંજે 7:30 વાગ્યે ભારત મંડપમના લેવલ-3 પર ગાલા ડિનરનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં વિશિષ્ટ મહેમાનો અને નેતાઓની હાજરી રહેશે.
તમામ મુખ્યમંત્રીઓ માટે ખાસ વ્યવસ્થા
દિલ્હીમાં VVIP અવરજવર અને સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને તમામ મુખ્યમંત્રીઓને પહેલા સંસદ ભવન ખાતે પહોંચાડવામાં આવશે. ત્યારબાદ તમામ મુખ્યમંત્રીઓ એક જ બસમાં સવાર થઈને ભારત મંડપમ જશે. શહેરના રસ્તાઓ પર ટ્રાફિક અને ભીડનું દબાણ ઓછું રહે તથા VVIP મૂવમેન્ટ દરમિયાન સામાન્ય જનતાને ઓછી મુશ્કેલી પડે તે માટે આ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
દિલ્હીમાં સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થા કડક
BRICS સમિટને કારણે દિલ્હીમાં સુરક્ષા વ્યવસ્થા અત્યંત કડક કરવામાં આવી છે. ભારત મંડપમ, મહેમાનોના હોટેલ અને તેમના અવરજવરવાળા માર્ગો પર સુરક્ષાના અનેક સ્તરો ગોઠવવામાં આવ્યા છે. VVIP મૂવમેન્ટને ધ્યાનમાં રાખીને કેટલાક માર્ગો પર ટ્રાફિક નિયંત્રણ અને ડાયવર્ઝન પણ કરવામાં આવ્યા છે.
આજે જ ગુજરાત પરત ફરવાની શક્યતા
મુખ્યમંત્રી ગાલા ડિનરમાં હાજરી આપ્યા બાદ આજે જ ગુજરાત પરત ફરી શકે છે. જોકે, પરત ફરવાના સમય અંગે અંતિમ સત્તાવાર કાર્યક્રમની રાહ જોવાઈ રહી છે.






