Delhi-Varanasi Vande Bharat: દિલ્હી-વારાણસી વચ્ચે દોડશે નવી સ્લીપર વંદે ભારત, રાતમાં મુસાફરી કરવી બનશે સરળ


Delhi Varanasi Vande Bharat
Delhi-Varanasi Vande Bharat: દિલ્હી-વારાણસી વચ્ચે દોડશે નવી સ્લીપર વંદે ભારત, રાતમાં મુસાફરી કરવી બનશે સરળ


Delhi Varanasi Vande Bharat
Delhi-Varanasi Vande Bharat: ભારતીય રેલવે દિલ્હી-વારાણસી રૂટ પર વધુ એક સ્લીપર વંદે ભારત ટ્રેન શરૂ કરવાની યોજના બનાવી રહ્યું છે. આ ટ્રેન રાત્રી સેવા તરીકે દોડશે અને પ્રયાગરાજ તથા કાનપુર થઈને નવી દિલ્હી પહોંચશે. આ સેવા શરૂ થયા બાદ દિલ્હી, પ્રયાગરાજ અને વારાણસી વચ્ચે મુસાફરોને ઝડપી તેમજ આરામદાયક રાત્રી મુસાફરીનો વિકલ્પ મળશે.
પ્રસ્તાવિત સમયપત્રક મુજબ, ટ્રેન વારાણસી કેન્ટથી રાત્રે 9:20 વાગ્યે રવાના થશે અને રાત્રે 10:45 વાગ્યે પ્રયાગરાજ પહોંચશે. ત્યારબાદ રાત્રે 12:35 વાગ્યે કાનપુર સેન્ટ્રલથી પસાર થઈને સવારે 5 વાગ્યે નવી દિલ્હી પહોંચશે. વળતી દિશામાં ટ્રેન નવી દિલ્હીથી રાત્રે 9:20 વાગ્યે ઉપડી સવારે 5 વાગ્યે વારાણસી પહોંચશે.
16 કોચ, 823 મુસાફરોની ક્ષમતા
સ્લીપર વંદે ભારત ટ્રેનમાં કુલ 16 કોચ હશે. તેમાં 11 AC થ્રી ટિયર, ચાર AC ટૂ ટિયર અને એક ફર્સ્ટ AC કોચનો સમાવેશ થશે. ટ્રેનની કુલ મુસાફર ક્ષમતા આશરે 823 રહેશે. ટ્રેનમાં વંદે ભારતની આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. ટ્રેનની મહત્તમ ઝડપ 130થી 160 કિલોમીટર પ્રતિ કલાક સુધી રહેવાની શક્યતા છે. જોકે ઝડપ ટ્રેકની સ્થિતિ અને 'મિશન રફ્તાર' પ્રોજેક્ટની પ્રગતિ પર નિર્ભર રહેશે.
કેટલું રહેશે ભાડું?
રેલવે અધિકારીઓ આ સેવા દિવાળી સુધીમાં શરૂ કરવાની તૈયારી કરી રહ્યા છે. ટ્રેનનું પરીક્ષણ આ મહિનાથી શરૂ થવાની શક્યતા છે. જોકે રેલવે બોર્ડે હજુ સુધી ટ્રેન નંબર, ભાડું, અંતિમ સમયપત્રક અને નિયમિત સંચાલનની તારીખ જાહેર કરી નથી.
ઉત્તર રેલવે દ્વારા આ પ્રસ્તાવિત ટ્રેનની પ્રાથમિક જાળવણી કરવામાં આવશે. પરીક્ષણ અને સંચાલન સંબંધિત મંજૂરીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ અંતિમ નિર્ણય લેવામાં આવશે.
આ પણ વાંચો: India-Pakistan Navy Ship Collision: ભારતે સમુદ્રમાં યુદ્ધ જહાજ અથડાવાના પાકિસ્તાનના આરોપોને નકારી કાઢ્યા





