Get News Alerts

Never miss breaking news updates.

Delhiમાં ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ નહીં, સુપ્રીમ કોર્ટે કહ્યું 'ધાર્મિક ભાવનાઓ અને સ્વાસ્થ્ય વચ્ચે રાખો સંતુલન'

Delhi : દિવાળીના તહેવાર પહેલા ફટાકડાના ઉપયોગને લઈને સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે સમગ્ર દેશમાં ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવાના પક્ષમાં નથી.
Kunjan ShuklaUpdated on: 30 Sep 2026 03:22 PM IST
Delhiમાં ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ નહીં, સુપ્રીમ કોર્ટે કહ્યું 'ધાર્મિક ભાવનાઓ અને સ્વાસ્થ્ય વચ્ચે રાખો સંતુલન'Delhiમાં ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ નહીં, સુપ્રીમ કોર્ટે કહ્યું 'ધાર્મિક ભાવનાઓ અને સ્વાસ્થ્ય વચ્ચે રાખો સંતુલન'

Delhi

Delhi : દિવાળીના તહેવાર પહેલા ફટાકડાના ઉપયોગને લઈને સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે સમગ્ર દેશમાં ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવાના પક્ષમાં નથી. જોકે, ધાર્મિક ભાવનાઓ સાથે લોકોના સ્વાસ્થ્ય અને પર્યાવરણની ચિંતાઓ વચ્ચે સંતુલન જાળવવું જરૂરી છે. આ મામલે સુપ્રીમ કોર્ટ દ્વારા ફટાકડાના ઉપયોગ માટે યોગ્ય સમયમર્યાદા અને મંજૂર ફટાકડાના પ્રકાર અંગે વ્યવસ્થા નક્કી કરવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે.

ફટાકડા ફોડવા માટે ચોક્કસ સમય નક્કી કરવાની જરૂર

સુનાવણી દરમિયાન જસ્ટિસ એમ.એમ. સુંદરેશે જણાવ્યું હતું કે સમગ્ર દેશમાં સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાથી કેટલીક ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચી શકે છે. જોકે, 24 કલાક સુધી ફટાકડા ફોડવાની મંજૂરી પણ આપી શકાય નહીં, કારણ કે તેના કારણે બીમાર લોકો, વૃદ્ધો અને બાળકોના સ્વાસ્થ્ય પર અસર થઈ શકે છે. કોર્ટે કહ્યું કે ફટાકડા ફોડવા માટે ચોક્કસ સમય નક્કી કરવાની જરૂર છે. સાથે જ કયા પ્રકારના ફટાકડાના ઉપયોગની મંજૂરી આપવામાં આવશે અને કયા પ્રકારના ફટાકડા પર પ્રતિબંધ રહેશે, તે અંગે પણ સ્પષ્ટતા કરવામાં આવશે. એટલે કે ધાર્મિક પરંપરાઓ જળવાઈ રહે અને સાથે પ્રદૂષણ તથા અવાજથી લોકોના સ્વાસ્થ્યને નુકસાન ન થાય તે માટે સંતુલિત ઉકેલ શોધવામાં આવશે.

આગામી સુનાવણી 15 ઓક્ટોબરે યોજાશે

આ મામલે સુપ્રીમ કોર્ટે કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (CPCB) અને કેન્દ્ર સરકારને ફટાકડામાં બેરિયમની હાજરી અંગે વધુ પરીક્ષણ કરવા માટે સમય આપ્યો છે. ઉપરાંત, ફટાકડાના સંયુક્ત ફાયર ટેસ્ટ કરીને તેમના ડેસિબલ સ્તરનું પણ નિર્ધારણ કરવા સૂચના આપવામાં આવી છે. આ પરીક્ષણથી ફટાકડાથી કેટલો અવાજ થાય છે અને તેની સ્વાસ્થ્ય પર કેવી અસર થઈ શકે છે તે જાણવા મદદ મળશે. સુપ્રીમ કોર્ટે આ કેસની આગામી સુનાવણી 15 ઓક્ટોબરે નક્કી કરી છે. ત્યાં સુધીમાં CPCB અને કેન્દ્ર સરકારને પરીક્ષણના પરિણામો તથા રિપોર્ટ રજૂ કરવાનો રહેશે. દિવાળી દરમિયાન દિલ્હીમાં પ્રદૂષણનું સ્તર વધતું હોવાને કારણે દર વર્ષે ફટાકડા પર નિયંત્રણની માગ ઉઠતી રહી છે. બીજી તરફ, ફટાકડાના ઉપયોગ સાથે ધાર્મિક ભાવનાઓ પણ જોડાયેલી છે.

આ પણ વાંચો : Mangaluru MRPL Explosion : મેંગલુરુ MRPL રિફાઈનરીમાં ભીષણ બ્લાસ્ટ, આકાશમાં જોવા મળ્યા કાળા ધુમાડા

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.