Get News Alerts

Never miss breaking news updates.

Delhiમાં અમેરિકન નાગરિકોને નિશાન બનાવતા ગેરકાયદે ઈન્ટરનેશનલ કોલ સેન્ટરનો પર્દાફાશ, 11 લોકોની ધરપકડ

Delhi : દિલ્હી પોલીસની ઈન્ટેલિજન્સ ફ્યુઝન એન્ડ સ્ટ્રેટેજિક ઓપરેશન્સ (IFSO) યુનિટે પીતમપુરામાં ભાડાની જગ્યામાં ચાલતા ગેરકાયદે ઈન્ટરનેશનલ કોલ સેન્ટરનો પર્દાફાશ કર્યો છે.
Kunjan ShuklaUpdated on: 24 Sep 2026 07:02 PM IST
Delhiમાં અમેરિકન નાગરિકોને નિશાન બનાવતા ગેરકાયદે ઈન્ટરનેશનલ કોલ સેન્ટરનો પર્દાફાશ, 11 લોકોની ધરપકડDelhiમાં અમેરિકન નાગરિકોને નિશાન બનાવતા ગેરકાયદે ઈન્ટરનેશનલ કોલ સેન્ટરનો પર્દાફાશ, 11 લોકોની ધરપકડ

Delhi

Delhi : દિલ્હી પોલીસની ઈન્ટેલિજન્સ ફ્યુઝન એન્ડ સ્ટ્રેટેજિક ઓપરેશન્સ (IFSO) યુનિટે પીતમપુરામાં ભાડાની જગ્યામાં ચાલતા ગેરકાયદે ઈન્ટરનેશનલ કોલ સેન્ટરનો પર્દાફાશ કર્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ કોલ સેન્ટર ટેક સપોર્ટના નામે અમેરિકાના નાગરિકો સાથે છેતરપિંડી કરતું હતું. કેસમાં બે મહિલાઓ સહિત કુલ 11 આરોપીઓની ધરપકડ અથવા અટકાયત કરવામાં આવી છે.

100 કરોડની છેતરપિંડી કરી હોવાનો આરોપ

પોલીસના જણાવ્યા મુજબ, આ ગેંગે અમેરિકામાં રહેતા લોકોને નિશાન બનાવી આશરે ₹100 કરોડની છેતરપિંડી કરી હોવાનો આરોપ છે. દરોડા દરમિયાન પોલીસને ₹41 લાખ રોકડા, 29 લેપટોપ, 25 મોબાઈલ ફોન, 8 રાઉટર અને એક કાર મળી આવ્યા હતા. 21 સપ્ટેમ્બરે મળેલી ગુપ્ત માહિતીના આધારે IFSOની ટીમે પીતમપુરા ગામના શિવાજી માર્કેટમાં આવેલા એક મકાનની ત્રીજા અને ચોથા માળે દરોડો પાડ્યો હતો. અહીં 11 લોકો હાઈટેક કોલ સેન્ટર ચલાવતા મળી આવ્યા હતા.

ફ્રોડ બેન્ક અધિકારી બની કોલ કરતો

તપાસમાં સામે આવ્યું કે આરોપીઓ અમેરિકન નાગરિકોને ફોન કરીને તેમના કમ્પ્યુટર અથવા બેન્ક ખાતામાં વાયરસ કે હેકિંગ થયું હોવાનો ખોટો દાવો કરતા હતા. ત્યારબાદ ટેકનિકલ સપોર્ટના નામે તેમને UltraViewer જેવી એપ્લિકેશન ઈન્સ્ટોલ કરાવી કમ્પ્યુટરનો રિમોટ એક્સેસ મેળવવામાં આવતો હતો. આ પછી ફ્રોડ બેન્ક અધિકારી બનીને પીડિતોને ગિફ્ટ કાર્ડ ખરીદવા અથવા કેટલાક કિસ્સામાં બિટકોઇન સહિત ક્રિપ્ટોકરન્સી ટ્રાન્સફર કરવા માટે કહેવામાં આવતું હતું. ગિફ્ટ કાર્ડની માહિતી બાદમાં WhatsApp ગ્રુપ મારફતે ગેંગના અન્ય સભ્યો સુધી પહોંચાડવામાં આવતી હતી.

સમગ્ર નેટવર્કની વધુ તપાસ હાથ ધરાઈ

પોલીસના જણાવ્યા મુજબ, આરોપીઓ પીડિતોમાં ડર પેદા કરવા માટે FBI અને અમેરિકાની અન્ય ફેડરલ એજન્સીઓના નામે કથિત નકલી સંદેશા અને દસ્તાવેજોનો પણ ઉપયોગ કરતા હતા. તેઓ વિલિયમ્સ, રાયન, સોફી, જેની અને એલેક્સ જેવા બનાવટી નામોથી વાત કરતા હતા. આ મામલે 22 સપ્ટેમ્બરે સ્પેશિયલ સેલ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે BNSની વિવિધ કલમો તથા IT Actની કલમ 66C અને 66D હેઠળ ગુનો નોંધ્યો છે અને સમગ્ર નેટવર્કની વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો : Punjab : ગૃહપ્રધાન અમિત શાહના કાર્યક્રમમાં બોમ્બ વિસ્ફોટની ધમકી, સુરક્ષા એજન્સીઓ એલર્ટ

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.