BJPએ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં નવા પ્રભારીઓની કરી નિમણૂક, વાંચો લિસ્ટ


BJP
BJPએ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં નવા પ્રભારીઓની કરી નિમણૂક, વાંચો લિસ્ટ


BJP
BJP : ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીને વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે નવા પ્રદેશ પ્રભારી અને સહ-પ્રભારીઓની નિમણૂક કરી છે. 23 સપ્ટેમ્બર, 2026ના રોજ જાહેર કરાયેલી યાદીમાં અનેક રાજ્યોમાં સંગઠનની જવાબદારીઓમાં ફેરફાર કરવામાં આવ્યો છે. પાર્ટીએ આ નિમણૂકો દ્વારા રાજ્યોમાં સંગઠનાત્મક કામગીરીને વધુ સુવ્યવસ્થિત બનાવવાનો પ્રયાસ કર્યો છે.
બિહારમાં રોહન ગુપ્તાને સહ-પ્રભારી બનાવવામાં આવ્યા
જાહેર કરાયેલી યાદી મુજબ, આંધ્ર પ્રદેશના પ્રભારી તરીકે ડૉ. અરવિંદ મેનન અને સહ-પ્રભારી તરીકે વનથી શ્રીનિવાસનની નિમણૂક કરવામાં આવી છે. આસામમાં મંગલ પાંડેને પ્રભારી બનાવવામાં આવ્યા છે, જ્યારે કાંગોન કોણ્યાક અને મનોજ તિગ્ગાને સહ-પ્રભારીની જવાબદારી સોંપવામાં આવી છે. બિહારમાં હરીશ દ્વિવેદીને પ્રભારી અને સંગીતા યાદવ તથા રોહન ગુપ્તાને સહ-પ્રભારી બનાવવામાં આવ્યા છે.
દર્શનાબેન જરદોશને સહ-પ્રભારી બનાવાયા
છત્તીસગઢમાં સ્મૃતિ ઈરાનીને પ્રભારી અને સિદ્ધાર્થ શંભુને સહ-પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. દિલ્હી માટે ડૉ. વિનય સહસ્રબુદ્ધેને પ્રભારી તથા જયભગવાન સિંહ અને દર્શનાબેન જરદોશને સહ-પ્રભારી બનાવવામાં આવ્યા છે. ગોવામાં ડૉ. ભારતી પવારને પ્રભારી અને અનિલ એન્ટનીને સહ-પ્રભારીની જવાબદારી અપાઈ છે.
ગુજરાતની જવાબદારી તરુણ ચૂઘને સોંપાઈ
ગુજરાત માટે તરુણ ચૂઘને પ્રભારી બનાવવામાં આવ્યા છે, જ્યારે જયજ્ય મહાવર અને ગોમતીબેન સાઈને સહ-પ્રભારી તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. હરિયાણામાં સ્મૃતિ ઈરાની પ્રભારી અને ડૉ. આશા સિંહ સહ-પ્રભારી રહેશે. આ ઉપરાંત હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, ઝારખંડ, કર્ણાટક, કેરળ, લદ્દાખ અને લક્ષદ્વીપ સહિતના પ્રદેશો માટે પણ પ્રભારી અને સહ-પ્રભારીઓની નિમણૂક કરવામાં આવી છે. ભાજપ દ્વારા કરવામાં આવેલી આ સંગઠનાત્મક નિમણૂકોમાં રાજ્યોની પ્રદેશ એકમો સાથે સંકલન, સંગઠનની કામગીરી અને પાર્ટીની પ્રવૃત્તિઓને આગળ વધારવાની મહત્વપૂર્ણ જવાબદારી રહેશે. નવા પ્રભારીઓ રાજ્ય અને કેન્દ્ર વચ્ચે સંગઠનાત્મક સમન્વય જાળવવા તેમજ પાર્ટીના કાર્યક્રમોના અમલીકરણમાં મહત્વની ભૂમિકા ભજવશે.





