Get News Alerts

Never miss breaking news updates.

Bank Strike : બેન્કની હડતાળની જાહેરાત વચ્ચે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, આ રવિવારે ખુલ્લી રહેશે બેન્કો

Bank Strike : દેશભરમાં જાહેર ક્ષેત્રની બેન્કોના કર્મચારીઓ દ્વારા પ્રસ્તાવિત ત્રણ દિવસીય હડતાળને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે મહત્વનો નિર્ણય લીધો છે.
Kunjan ShuklaUpdated on: 23 Sep 2026 02:36 PM IST
Bank Strike : બેન્કની હડતાળની જાહેરાત વચ્ચે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, આ રવિવારે ખુલ્લી રહેશે બેન્કોBank Strike : બેન્કની હડતાળની જાહેરાત વચ્ચે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, આ રવિવારે ખુલ્લી રહેશે બેન્કો

Bank Strike

Bank Strike : દેશભરમાં જાહેર ક્ષેત્રની બેન્કોના કર્મચારીઓ દ્વારા પ્રસ્તાવિત ત્રણ દિવસીય હડતાળને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. સામાન્ય નાગરિકોને બેન્કિંગ સેવાઓમાં લાંબા સમય સુધી મુશ્કેલી ન પડે તે માટે 27 સપ્ટેમ્બર, 2026ના રવિવારે પણ તમામ પબ્લિક સેક્ટર બેન્કો અને રિજનલ રુરલ બેન્કો સામાન્ય રીતે કાર્યરત રહેશે.

દેશવ્યાપી બેન્ક હડતાળનું આહ્વાન

યુનાઇટેડ ફોરમ ઓફ બેન્ક યુનિયન્સ (UFBU) દ્વારા 28થી 30 સપ્ટેમ્બર, 2026 દરમિયાન દેશવ્યાપી બેન્ક હડતાળનું આહ્વાન કરવામાં આવ્યું છે. આ હડતાળ પહેલાં 26 અને 27 સપ્ટેમ્બરે શનિવાર અને રવિવારની રજાઓ આવતી હોવાથી સતત પાંચ દિવસ સુધી બેન્કિંગ સેવાઓ પર અસર થવાની શક્યતા હતી. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા અગાઉથી જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે.

ગ્રાહકોને બેન્કિંગ સેવાઓ આપવી પ્રાથમિકતા

નાણાં મંત્રાલયના જણાવ્યા અનુસાર, સામાન્ય લોકોની મહત્વપૂર્ણ બેન્કિંગ જરૂરિયાતો લાંબા સમય સુધી પ્રભાવિત ન થાય તે માટે 27 સપ્ટેમ્બરના રવિવારે સરકારી બેન્કો અને રિજનલ રુરલ બેન્કોની કામગીરી ચાલુ રાખવામાં આવશે. આ ઉપરાંત, ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા પણ તમામ બેન્ક શાખાઓ, કચેરીઓ, એટીએમ-લિંક્ડ શાખાઓ અને કરન્સી ચેસ્ટને 27 સપ્ટેમ્બરે સંપૂર્ણ રીતે કાર્યરત રાખવાની મંજૂરી આપવામાં આવી છે. સરકારનું કહેવું છે કે ગ્રાહકોને જરૂરી બેન્કિંગ સેવાઓ ઉપલબ્ધ કરાવવી તેની પ્રાથમિકતા છે.

યુનિયનોને પ્રસ્તાવિત હડતાળ પાછી ખેંચવા અપીલ કરવામાં આવી

આ દરમિયાન બેન્ક યુનિયનોની મુખ્ય માગ અઠવાડિયામાં પાંચ દિવસની બેન્કિંગ વ્યવસ્થા લાગુ કરવાની છે. યુનિયનોના જણાવ્યા અનુસાર, માર્ચ 2024માં થયેલા બાઈલેસ્ટરલ વેજ રિવિઝન એગ્રીમેન્ટ દરમિયાન પાંચ કાર્યદિવસની વ્યવસ્થા અંગે સહમતિ થઈ હતી, પરંતુ હજુ સુધી તેનો અમલ થયો નથી. સરકાર અને બેન્ક મેનેજમેન્ટ દ્વારા યુનિયનોને પ્રસ્તાવિત હડતાળ પાછી ખેંચવા અપીલ કરવામાં આવી છે. જોકે, હડતાળ યોજાય છે કે નહીં તે અંગેની સ્થિતિ વચ્ચે ગ્રાહકોને ઓછામાં ઓછી અસર થાય તે માટે 27 સપ્ટેમ્બરે બેન્કિંગ સેવાઓ ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ પણ વાંચો : જળ સુરક્ષા પર મોટું મંથન: ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણને 9મા ઇન્ડિયા ઇન્ટરનેશનલ વોટર વીક-2026નું ઉદ્ઘાટન કર્યું

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.