Get News Alerts

Never miss breaking news updates.

Vadodara : ડભોઈમાં ગંદકી જોઈ CM ભૂપેન્દ્ર પટેલે કાફલો રોકાયો, RCMને કરી ફરિયાદ

Vadodara : વડોદરા જિલ્લાના ડભોઈમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો કાફલો મુખ્ય માર્ગ પરથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે ગંદકી જોવા મળતા તેમણે અચાનક કાફલો રોકાવ્યો હતો.
Kunjan ShuklaUpdated on: 30 Sep 2026 07:09 PM IST
Vadodara : ડભોઈમાં ગંદકી જોઈ CM ભૂપેન્દ્ર પટેલે કાફલો રોકાયો, RCMને કરી ફરિયાદVadodara : ડભોઈમાં ગંદકી જોઈ CM ભૂપેન્દ્ર પટેલે કાફલો રોકાયો, RCMને કરી ફરિયાદ

CM Bhupendra Patel

Vadodara : વડોદરા જિલ્લાના ડભોઈમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો કાફલો મુખ્ય માર્ગ પરથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે ગંદકી જોવા મળતા તેમણે અચાનક કાફલો રોકાવ્યો હતો. રસ્તાની આસપાસ ગંદકી અને અસ્વચ્છતા જોવા મળતા મુખ્યમંત્રીએ આ અંગે નારાજગી વ્યક્ત કરી હતી.

View post on Instagram

CMએ સ્વચ્છતા સંબંધિત કામગીરી માટે જવાબદાર તંત્રને ધ્યાન દોર્યું

મળતી માહિતી મુજબ, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો નર્મદા ડેમ ખાતે કાર્યક્રમ હતો. કાર્યક્રમમાં હાજરી આપવા માટે મુખ્યમંત્રીનો કાફલો ડભોઈમાંથી પસાર થઈ રહ્યો હતો. દરમિયાન મુખ્ય માર્ગ પર ગંદકી જોવા મળતાં મુખ્યમંત્રીએ વાહન રોકાવીને સમગ્ર વિસ્તારની સ્થિતિની જાતે મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીએ ગંદકી અંગે આરોગ્ય અને સ્વચ્છતા સંબંધિત કામગીરી માટે જવાબદાર તંત્રને ધ્યાન દોર્યું હતું. આ દરમિયાન તેમણે RCMને પણ સમગ્ર મામલે ફરિયાદ કરી હોવાનું જાણવા મળે છે. મુખ્યમંત્રીએ અધિકારીઓને શહેરમાં સ્વચ્છતા જળવાઈ રહે અને જાહેર માર્ગો પર ગંદકી ન થાય તે માટે જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપી હોવાનું જાણવા મળે છે.

સ્થાનિક તંત્રમાં પણ દોડધામ મચી

મુખ્યમંત્રી દ્વારા રસ્તા પર જ કાફલો રોકાવી ગંદકીની સ્થિતિની મુલાકાત લેવામાં આવતા સ્થાનિક તંત્રમાં પણ દોડધામ મચી હતી. મુખ્યમંત્રીએ ગંદકી થયેલા વિસ્તારની મુલાકાત લઈને આસપાસની સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન ડભોઇના ધારાસભ્ય શૈલેશ મહેતા તેમજ ઉચ્ચકક્ષાના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. મુખ્યમંત્રીએ જાહેર સ્થળોએ સ્વચ્છતા જાળવવા અને નાગરિકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે તંત્રને વધુ સક્રિય રહેવા અંગે ધ્યાન દોર્યું હતું. મુખ્યમંત્રીના અચાનક કાફલો રોકાવાની ઘટનાને કારણે સ્થાનિકોમાં પણ ચર્ચા જોવા મળી હતી. જાહેર માર્ગ પર ગંદકી અંગે મુખ્યમંત્રીએ સ્થળ પર જ ધ્યાન આપતાં તંત્રની કામગીરી સામે પણ સવાલો ઊભા થયા છે.

આ પણ વાંચો : CM ભૂપેન્દ્ર પટેલે નર્મદાના નીરના શાસ્ત્રોક્ત વિધિથી કર્યા વધામણાં, ગુજરાતમાં ખુશીની લહેર

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.