Get News Alerts

Never miss breaking news updates.

CM ભૂપેન્દ્ર પટેલે નર્મદાના નીરના શાસ્ત્રોક્ત વિધિથી કર્યા વધામણાં, ગુજરાતમાં ખુશીની લહેર

Gujarat : ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ તેની મહત્તમ જળસપાટી 138.68 મીટરે પહોંચી જતા સંપૂર્ણ ભરાઈ ગયો છે. ડેમ સંપૂર્ણ ભરાતા સમગ્ર રાજ્યમાં આનંદની લાગણી જોવા મળી.
Kunjan ShuklaUpdated on: 30 Sep 2026 05:10 PM IST
CM ભૂપેન્દ્ર પટેલે નર્મદાના નીરના શાસ્ત્રોક્ત વિધિથી કર્યા વધામણાં, ગુજરાતમાં ખુશીની લહેરCM ભૂપેન્દ્ર પટેલે નર્મદાના નીરના શાસ્ત્રોક્ત વિધિથી કર્યા વધામણાં, ગુજરાતમાં ખુશીની લહેર

Gujarat

Gujarat : ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ તેની મહત્તમ જળસપાટી 138.68 મીટરે પહોંચી જતા સંપૂર્ણ ભરાઈ ગયો છે. ડેમ સંપૂર્ણ ભરાતા સમગ્ર રાજ્યમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. નર્મદા ડેમ ગુજરાત માટે સિંચાઈ તેમજ પીવાના પાણીનો મહત્વનો સ્ત્રોત હોવાથી ડેમની મહત્તમ સપાટીએ પહોંચવાની ઘટના રાજ્ય માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

View post on Instagram

ઉપરવાસમાંથી 49,000 ક્યુસેકથી વધુ પાણીની આવક નોંધાઈ

મળતી માહિતી મુજબ, સરદાર સરોવર ડેમમાં હાલ 5756.78 મિલિયન ક્યુબિક મીટર લાઇવ સ્ટોરેજ ઉપલબ્ધ છે. જ્યારે ડેમમાં ઉપરવાસમાંથી 49,000 ક્યુસેકથી વધુ પાણીની આવક નોંધાઈ રહી છે. પાણીની સતત આવકને કારણે ડેમ તેની મહત્તમ જળસપાટીએ પહોંચી ગયો છે. ડેમ સંપૂર્ણ ભરાવાની ખુશીના અવસરે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નર્મદાના નીરના શાસ્ત્રોક્ત વિધિથી વધામણાં કર્યા છે. મુખ્યમંત્રીએ નર્મદા જળને પૂજન કરીને રાજ્ય માટે આ મહત્વપૂર્ણ ક્ષણની ઉજવણી કરી હતી.

ખેતી માટે જરૂરી પાણીની વ્યવસ્થા સરળ બનવાની આશા

સરદાર સરોવર નર્મદા ડેમને ગુજરાતની જીવાદોરી તરીકે ઓળખવામાં આવે છે. ડેમમાં પૂરતા પ્રમાણમાં જળસંગ્રહ થવાથી રાજ્યના ખેડૂતો માટે સિંચાઈના પાણીની ઉપલબ્ધતા વધુ મજબૂત બનશે. સાથે જ વિવિધ વિસ્તારોમાં પીવાના પાણીની જરૂરિયાત પૂરી કરવામાં પણ આ જળસંગ્રહ મહત્વની ભૂમિકા ભજવશે. નર્મદા ડેમ સંપૂર્ણ ભરાતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. સારા જળસંગ્રહના કારણે આગામી સમયગાળામાં ખેતી માટે જરૂરી પાણીની વ્યવસ્થા સરળ બનવાની આશા છે.

સમગ્ર ગુજરાતમાં હરખની હેલી

બીજી તરફ, રાજ્યના અનેક શહેરો અને ગામોમાં પીવાના પાણીના પુરવઠા માટે પણ નર્મદા જળ પર આધાર રાખવામાં આવે છે. ડેમ તેની મહત્તમ સપાટીએ પહોંચતા સમગ્ર ગુજરાતમાં હરખની હેલી જોવા મળી રહી છે. નર્મદા ડેમમાં થયેલો જળસંગ્રહ રાજ્યની પાણી સુરક્ષા માટે મહત્વપૂર્ણ બની રહ્યો છે. ખાસ કરીને ખેતી, પીવાનું પાણી અને અન્ય જળ જરૂરિયાતો માટે નર્મદા જળનો લાભ આગામી સમયમાં પણ રાજ્યને મળતો રહેશે.

આ પણ વાંચો : Valsad : પ્રાથમિક શાળામાં શિક્ષિકાએ 15થી વધુ વિદ્યાર્થીઓને માર માર્યાનો આક્ષેપ, વાલીઓમાં રોષ ફેલાયો

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.