Dabhoi સ્વચ્છ ની વાતો વચ્ચે ગંદકીના ઢગલા! પાલિકાને પ્રાદેશિક કમિશનરની નોટિસ, રહેણાંક વિસ્તારોમાં ગંદકીના ઢગ



Dabhoi
Dabhoi સ્વચ્છ ની વાતો વચ્ચે ગંદકીના ઢગલા! પાલિકાને પ્રાદેશિક કમિશનરની નોટિસ, રહેણાંક વિસ્તારોમાં ગંદકીના ઢગ



Dabhoi
Dabhoi : શહેરના વિવિધ રહેણાક વિસ્તારોમાં ગંદકીના ઢગલા અને સફાઈની અપૂરતી સ્થિતિ જોવા મળ્યા બાદ પ્રાદેશિક કમિશનર દ્વારા ડભોઇ પાલિકાને નોટિસ પાઠવવામાં આવી છે. મળતી માહિતી મુજબ, સ્વચ્છતા ફ્લાઇંગ સ્ક્વોડ દ્વારા ખાનગી મુલાકાત લેવામાં આવી હતી.
આ મુલાકાત દરમિયાન શહેરના રહેણાક વિસ્તારોમાં સ્વચ્છતા અને સફાઈની સ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. નિરીક્ષણ દરમિયાન કેટલીક જગ્યાએ સફાઈની કામગીરી સંતોષકારક ન હોવાનું તેમજ ગંદકીના ઢગલા જોવા મળ્યા હોવાનું સામે આવ્યું છે.
ગંદકી જોઈ કમિશનર એક્શનમાં!
શહેરમાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે નગરપાલિકાની જવાબદારી મહત્વપૂર્ણ છે. જોકે, ફ્લાઇંગ સ્ક્વોડની મુલાકાત દરમિયાન સામે આવેલી સ્થિતિને પગલે હવે પાલિકા તંત્ર પાસેથી જવાબ માંગવામાં આવ્યો છે. પ્રાદેશિક કમિશનર દ્વારા પાઠવવામાં આવેલી નોટિસમાં સંબંધિત મુદ્દાઓ અંગે કાર્યવાહીનો અહેવાલ એટલે કે ATR (Action Taken Report) રજૂ કરવા જણાવવામાં આવ્યું છે. સાથે જ શહેરમાં સફાઈ વ્યવસ્થામાં રહેલી ખામીઓ અંગે યોગ્ય કાર્યવાહી કરીને તેનો જવાબ આપવા સૂચના આપવામાં આવી હોવાનું જાણવા મળે છે.
ડભોઇ શહેરમાં સ્વચ્છતા અંગે અગાઉથી ચાલતા પ્રયાસો વચ્ચે આ નોટિસને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. રહેણાક વિસ્તારોમાં નિયમિત સફાઈ, કચરાનો સમયસર નિકાલ અને જાહેર સ્થળોએ સ્વચ્છતા જાળવવી નગરપાલિકા માટે મોટો પડકાર બની શકે છે.
સ્વચ્છતા મુદ્દે કમિશનરનો સપાટો
આ સમગ્ર મામલે ખાસ નોંધપાત્ર બાબત એ છે કે ડભોઇ નગરપાલિકામાં કોંગ્રેસનું બોર્ડ શાસન કરી રહ્યું છે. નગરપાલિકાની કામગીરી અંગે પ્રાદેશિક કક્ષાએથી નોટિસ મળતાં હવે પાલિકા તંત્ર દ્વારા શું જવાબ આપવામાં આવે છે અને સફાઈ વ્યવસ્થામાં શું સુધારા કરવામાં આવે છે તેના પર નજર રહેશે. શહેરમાં કચરો એકત્રિત કરવાની વ્યવસ્થા, રહેણાક વિસ્તારોની સફાઈ અને ગંદકીના ઢગલાનો સમયસર નિકાલ થાય તે માટે અસરકારક કામગીરી જરૂરી બની છે.
ખાસ કરીને વરસાદી માહોલમાં ગંદકી અને કચરાના કારણે લોકોના આરોગ્ય તેમજ આસપાસના વાતાવરણને અસર ન થાય તે માટે તાત્કાલિક સફાઈ કામગીરી જરૂરી બને છે. હવે પ્રાદેશિક કમિશનરની નોટિસ બાદ ડભોઇ પાલિકા દ્વારા સ્થળોની સફાઈ, ગંદકી દૂર કરવા અને સ્વચ્છતા વ્યવસ્થામાં સુધારો કરવા શું પગલાં લેવામાં આવે છે તે મહત્વનું રહેશે.
આ પણ વાંચો : Junagadh : AIથી અંતરિક્ષ સુધી, વિદ્યાર્થીઓ રજૂ કરશે વિજ્ઞાન આધારિત નાટકો

Vivek Shah
વિવેક શાહ મિડીયા ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવે છે, TV9 Gujaratiમાં તેમણે રીપોર્ટર અને પ્રોડયુસર તરીકે પણ 7 વર્ષ કરતા વધુ સમય કામ કર્યુ છે, સાથે સાથે ABP Asmitaમાં 2 વર્ષ જેટલો સમય Associate Producer તરીકે કામ કર્યુ છે અને Sandesh NEWS Digitalમાં છેલ્લા 2 વર્ષ Senior Sub Editor તરીકે કામ કર્યુ છે. ગુજરાત ફર્સ્ટમાં Assistant Ediotor તરીકે તેમણે 3 મહિના કામ કર્યુ અને હાલમાં તેઓ Growthnow NEWS માં Senior Assignment Editor તરીકે ડિજિટલ વિભાગમાં કામ કરી રહ્યાં છે.



