Junagadh : AIથી અંતરિક્ષ સુધી, વિદ્યાર્થીઓ રજૂ કરશે વિજ્ઞાન આધારિત નાટકો



Junagadh
Junagadh : AIથી અંતરિક્ષ સુધી, વિદ્યાર્થીઓ રજૂ કરશે વિજ્ઞાન આધારિત નાટકો



Junagadh
Junagadh : ગુજરાત સરકારના ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી, જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી, પ્રાથમિક જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી જૂનાગઢ તથા શ્રી બ્રહ્માનંદજી જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર, જૂનાગઢના સંયુક્ત ઉપક્રમે આ વિજ્ઞાન નાટક સ્પર્ધા યોજાશે.
આ ફેસ્ટિવલની મુખ્ય થીમ ‘સાયન્સ એન્ડ સોસાયટી’ એટલે કે ‘વિજ્ઞાન અને સમાજ’ રાખવામાં આવી છે. સ્પર્ધામાં જૂનાગઢ જિલ્લાની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ ભાગ લઈ શકશે. ખાસ કરીને ધોરણ 6થી 10માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આ વિજ્ઞાન નાટક સ્પર્ધામાં ભાગ લેવાની તક મળશે.
વિદ્યાર્થીઓની પ્રતિભાને મળશે મંચ
સ્પર્ધા માટે વિવિધ મહત્વપૂર્ણ વિષયોને પેટા થીમ તરીકે પસંદ કરવામાં આવ્યા છે. જેમાં ‘આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI): મિત્ર, સાધન કે જોખમ?’, ‘ઈવી (ઈલેક્ટ્રિક વાહનો): આગળની રાહ’, ‘અંતરતારકીય વસવાટ’ અને ‘મહાસાગરોનું પુનઃસ્થાપન: આવતી પેઢીઓનું રક્ષણ’ જેવા વિષયોનો સમાવેશ થાય છે. વિદ્યાર્થીઓએ આમાંથી કોઈ એક વિષયને આધારે વૈજ્ઞાનિક નાટક તૈયાર કરીને રજૂ કરવાનું રહેશે. આ પહેલનો હેતુ વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન પ્રત્યે રસ વધારવા ઉપરાંત જટિલ વૈજ્ઞાનિક અને સામાજિક મુદ્દાઓને સર્જનાત્મક રીતે રજૂ કરવાની ક્ષમતા વિકસાવવાનો છે.
નેશનલ સાયન્સ ડ્રામા ફેસ્ટિવલ 2026
વિજ્ઞાનને માત્ર પાઠ્યપુસ્તક પૂરતું મર્યાદિત ન રાખીને તેને નાટ્યકલા, અભિનય અને સર્જનાત્મક રજૂઆત સાથે જોડવાનો આ પ્રયાસ વિદ્યાર્થીઓ માટે એક અનોખો અનુભવ બની શકે છે. ખાસ કરીને AI, ઈલેક્ટ્રિક વાહનો, અંતરિક્ષમાં માનવ વસવાટ અને પર્યાવરણ જેવા વર્તમાન સમયના મહત્વપૂર્ણ મુદ્દાઓને વિદ્યાર્થીઓ પોતાની કલ્પનાશક્તિ અને વૈજ્ઞાનિક સમજ સાથે રજૂ કરશે.
સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છતી શાળાઓએ શાળાના લેટરપેડ પર વિદ્યાર્થીઓની નામાવલી સાથે આપેલા સંપર્ક માધ્યમ દ્વારા રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. રજીસ્ટ્રેશન માટે 20 સપ્ટેમ્બર છેલ્લી તારીખ નક્કી કરવામાં આવી છે. વધુ માહિતી માટે સંબંધિત જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્રનો સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે. કાર્યક્રમના કોઓર્ડિનેટર પ્રતાપસિંહ ઓરાએ અખબારી યાદીમાં શાળાઓને આ સાયન્સ ડ્રામા ફેસ્ટિવલમાં ઉત્સાહપૂર્વક ભાગ લેવા અનુરોધ કર્યો છે.

Vivek Shah
વિવેક શાહ મિડીયા ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવે છે, TV9 Gujaratiમાં તેમણે રીપોર્ટર અને પ્રોડયુસર તરીકે પણ 7 વર્ષ કરતા વધુ સમય કામ કર્યુ છે, સાથે સાથે ABP Asmitaમાં 2 વર્ષ જેટલો સમય Associate Producer તરીકે કામ કર્યુ છે અને Sandesh NEWS Digitalમાં છેલ્લા 2 વર્ષ Senior Sub Editor તરીકે કામ કર્યુ છે. ગુજરાત ફર્સ્ટમાં Assistant Ediotor તરીકે તેમણે 3 મહિના કામ કર્યુ અને હાલમાં તેઓ Growthnow NEWS માં Senior Assignment Editor તરીકે ડિજિટલ વિભાગમાં કામ કરી રહ્યાં છે.



