Vadodara Digital Arrest Fraud: ડિજિટલ એરેસ્ટ અને મ્યુલ એકાઉન્ટથી રૂપિયા 1.71 કરોડની છેતરપિંડી, 33 વર્ષીય બ્રિજેશ પટેલ ઝડપાયો


Vadodara Digital Arrest Fraud Case
Vadodara Digital Arrest Fraud: ડિજિટલ એરેસ્ટ અને મ્યુલ એકાઉન્ટથી રૂપિયા 1.71 કરોડની છેતરપિંડી, 33 વર્ષીય બ્રિજેશ પટેલ ઝડપાયો


Vadodara Digital Arrest Fraud Case
Vadodara Digital Arrest Fraud: ગુજરાતમાં સાયબર ગુનાઓનું પ્રમાણ સતત વધી રહ્યું છે, ત્યારે વડોદરા પોલીસે ડિજિટલ એરેસ્ટ અને પોસ્ટ ઓફિસના અધિકારીની ઓળખ આપીને લોકો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી આચરનાર એક શખસને ઝડપી પાડ્યો છે. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઈન્ટેલિજન્સની મદદથી પોલીસે 33 વર્ષીય બ્રિજેશ પટેલની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં આરોપીએ ચાર અલગ-અલગ ગુનાઓમાં અંદાજે રૂપિયા 1.71 કરોડની છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું છે.
ચાર ગુનાઓમાં રૂપિયા 1.71 કરોડની છેતરપિંડી
પોલીસના હાથે ઝડપાયેલા આરોપીનું નામ બ્રિજેશ પટેલ છે. આરોપીએ ડિપ્લોમા ઈન આર્કિટેક્ચરનો અભ્યાસ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. અત્યાર સુધીની તપાસમાં તેની સામે કુલ ચાર ગુનાઓ નોંધાયા છે. જેમાં બે ગુના વડોદરાના અકોટા અને પાણીગેટ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છે. ચારેય ગુનાઓમાં મળીને તેણે આશરે રૂપિયા 1.71 કરોડની રકમની છેતરપિંડી કરી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.
મ્યુલ એકાઉન્ટ મારફતે આચરતો હતો કૌભાંડ
આરોપી ડિજિટલ એરેસ્ટ જેવી સાયબર છેતરપિંડીની પદ્ધતિઓનો ઉપયોગ કરતો હતો. આ ઉપરાંત પોસ્ટ ઓફિસના અધિકારી તરીકે ઓળખ આપીને પણ લોકોને વિશ્વાસમાં લેતો હતો. છેતરપિંડીથી મેળવેલી રકમની હેરફેર માટે મ્યુલ એકાઉન્ટનો ઉપયોગ કરવામાં આવતો હોવાની વિગતો સામે આવી છે.
નેટવર્કમાં અન્ય સાગરીતોની સંડોવણીની આશંકા
પોલીસની પૂછપરછ દરમિયાન આરોપી મ્યુલ એકાઉન્ટ અને લોકોના સંપર્ક નંબરો કોની પાસેથી મેળવતો હતો તે અંગે પણ વિગતો સામે આવી છે. આ સમગ્ર કૌભાંડમાં અન્ય સાગરીતોની સંડોવણી હોવાની આશંકા છે. જેથી પોલીસે આ નેટવર્ક સાથે જોડાયેલા અન્ય શખસોને ઝડપી પાડવા તપાસ તેજ કરી છે.
હાલમાં પોલીસ આરોપીના ગુનાહિત ઈતિહાસ, નાણાકીય વ્યવહારો અને અન્ય સંભવિત ગુનાઓ અંગે વધુ તપાસ કરી રહી છે. આ ધરપકડથી વડોદરામાં ચાલતા સાયબર છેતરપિંડીના નેટવર્ક અંગે વધુ ખુલાસા થવાની શક્યતા છે.
આ પણ વાંચો: Sabarmati Riverfront : અમદાવાદને મળશે રિવરફ્રન્ટનું નવું નજરાણું, 40 કિમી લાંબો બનશે સાબરમતી રિવરફ્રન્ટ, CMએ કરી સમીક્ષા




