
Vadodara Digital Arrest Fraud: વડોદરા પોલીસે ડિજિટલ એરેસ્ટ અને પોસ્ટ ઓફિસના અધિકારીની ઓળખ આપીને લોકો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી આચરનાર એક શખસને ઝડપી પાડ્યો છે.

જૂનાગઢ જિલ્લાના વિસાવદર પોલીસે સાયબર ફ્રોડના એક મહત્વપૂર્ણ કેસમાં છેલ્લા સાત મહિનાથી ફરાર રહેલા આરોપીની ધરપકડ કરી છે. આરોપી પર મ્યુલ એકાઉન્ટ ભાડે આપી કરોડો રૂપિયાના ઓનલાઈન ફ્રોડમાં મદદ કરવાનો આરોપ છે. પ્રાથમિક તપાસમાં તેના બેંક એકાઉન્ટમાં રૂ. 52.27 લાખના શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન થયાનું સામે આવ્યું છે.