Una Road Accident: ઉના–ગીરગઢડા રોડ પર સર્જાયો અકસ્માત! બાઈકને ટક્કર મારી કારચાલક ફરાર, બે યુવાનો ગંભીર ઈજાગ્રસ્ત


Una Road Accident
Una Road Accident: ઉના–ગીરગઢડા રોડ પર સર્જાયો અકસ્માત! બાઈકને ટક્કર મારી કારચાલક ફરાર, બે યુવાનો ગંભીર ઈજાગ્રસ્ત


Una Road Accident
Una Road Accident: ઉના–ગીરગઢડા રોડ પર ગોલ્ડન સિટી નજીક બાઈક અને ફોરવ્હીલ કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો છે. અજાણ્યા કારચાલકે બાઈકને જોરદાર ટક્કર મારતા બાઈક પર સવાર બે યુવાનો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માત સર્જ્યા બાદ કારચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ જતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
ફોરવ્હીલ કારચાલકે બાઈકને જોરદાર ટક્કર મારી
મળતી માહિતી અનુસાર, ગીરગઢડાથી ઉના એસટી બસ સ્ટેન્ડ તરફ વિનય વાઘેલા અને નીરવ વાઘેલા બાઈક પર જઈ રહ્યા હતા. દરમિયાન તેઓ ઉના–ગીરગઢડા રોડ પર આવેલા ગોલ્ડન સિટી નજીક પહોંચ્યા ત્યારે સામેથી અથવા પાછળથી આવેલા અજાણ્યા ફોરવ્હીલ કારચાલકે તેમના બાઈકને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ગંભીર હતી કે બંને યુવાનો રસ્તા પર પટકાયા હતા અને તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માની ઘટના બન્યા બાદ કારચાલક માનવતા દાખવવાને બદલે ઘટનાસ્થળેથી કાર સાથે ફરાર થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માતને પગલે આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. સ્થાનિકોની મદદથી બંને ઈજાગ્રસ્ત યુવાનોને તાત્કાલિક સારવાર માટે ઉના સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલ હોસ્પિટલમાં બંનેની સારવાર ચાલી રહી છે.
ફરાર થઈ જતા વાહનચાલકો સામે કડક કાર્યવાહી કરવાની માગ
આ અકસ્માતને પગલે ઉના–ગીરગઢડા રોડ પર વાહનચાલકો અને સ્થાનિકોમાં ચિંતા ફેલાઈ છે. ખાસ કરીને અકસ્માત સર્જીને ફરાર થઈ જતા વાહનચાલકો સામે કડક કાર્યવાહી કરવાની માગ ઉઠી રહી છે. હાલ અકસ્માત સર્જનાર અજાણ્યા કારચાલકની ઓળખ થઈ શકી નથી. કારચાલકને શોધી કાઢવા માટે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. અકસ્માતની ચોક્કસ પરિસ્થિતિ અને ફરાર કારચાલક અંગેની વધુ વિગતો તપાસ બાદ સામે આવશે.
આ પણ વાંચો: Vadodara Fire: બકરાવાડીમાં લાકડાના ગોડાઉનમાં ભીષણ આગ! ફાયર વિભાગની 4 ટીમો દોડી




