Get News Alerts

Never miss breaking news updates.

Aravalli : 12 વર્ષની સગીરા સાથે દુષ્કર્મનો આરોપ, પોલીસે આરોપીને ઝડપી લીધો

Aravalli : અરવલ્લી જિલ્લામાં 12 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ અને તેને ગર્ભવતી બનાવ્યાનો ગંભીર બનાવ સામે આવ્યો છે. ભિલોડા તાલુકાના એક ગામ્ય પંથકમાં બનેલી આ ઘટનાને પગલે ભિલોડા પોલીસ સ્ટેશનમાં
Kunjan ShuklaUpdated on: 22 Sep 2026 09:08 AM IST
Aravalli : 12 વર્ષની સગીરા સાથે દુષ્કર્મનો આરોપ, પોલીસે આરોપીને ઝડપી લીધોAravalli : 12 વર્ષની સગીરા સાથે દુષ્કર્મનો આરોપ, પોલીસે આરોપીને ઝડપી લીધો

Aravalli

Aravalli : અરવલ્લી જિલ્લામાં 12 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ અને તેને ગર્ભવતી બનાવ્યાનો ગંભીર બનાવ સામે આવ્યો છે. ભિલોડા તાલુકાના એક ગામ્ય પંથકમાં બનેલી આ ઘટનાને પગલે ભિલોડા પોલીસ સ્ટેશનમાં એક શખ્સ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા-2023 અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

સગીરાને લગ્ન કરવાની લાલચ આપી હતી

ફરિયાદ મુજબ, ભિલોડા પાદરા ગામના રહેવાસી આરોપી પોપટભાઈ લાલજીભાઈ ડામોરે 12 વર્ષ 11 મહિનાની સગીરાને લગ્ન કરવાની લાલચ આપી હતી. ત્યારબાદ સગીરાની મરજી વિરુદ્ધ વારંવાર જાતીય સંબંધ બાંધ્યો હોવાનો આરોપ છે. આ દરમિયાન સગીરા ગર્ભવતી બની હતી. ઘટનાની ગંભીરતા ત્યારે સામે આવી જ્યારે 16 સપ્ટેમ્બર 2026ના રોજ ભિલોડા કોટેજ હોસ્પિટલ ખાતે સગીરાની પ્રસૂતિ થઈ હતી. પ્રસૂતિ દરમિયાન સગીરાએ મૃત બાળકને જન્મ આપ્યો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. બનાવની જાણ થતાં પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું.

પોલીસે અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી

આ મામલે ભિલોડા પોલીસે આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 65(1) તેમજ પોક્સો એક્ટની કલમ 4, 6, 8 અને 12 હેઠળ ગુનો નોંધ્યો છે. આરોપીની ધરપકડ કરવા માટે પોલીસે અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી. પોલીસની ટીમોએ ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી લીધો હતો. ત્યારબાદ આરોપીને કાયદેસરની કાર્યવાહી બાદ જેલ હવાલે કરવામાં આવ્યો છે.

હાલ સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. સગીરા સાથે બનેલી ઘટનાની તમામ હકીકતો, આરોપી અને સગીરા વચ્ચેના સંપર્ક તેમજ અન્ય સંભવિત પાસાઓ અંગે પોલીસ તપાસ કરી રહી છે. બનાવને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી છે.

આ પણ વાંચો : Navsari: ગણદેવીમાં જૂની અદાવતમાં યુવાન પર હુમલો, 4થી 5 શખ્સોએ તીક્ષ્ણ હથિયારોથી કર્યો હુમલો

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.