Surat ના ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરો માટે કાયમી વેઇટિંગ એરિયા બનશે, રેલવે વિભાગે લીધો નિર્ણય



Surat Udhna Railway Station
Surat ના ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરો માટે કાયમી વેઇટિંગ એરિયા બનશે, રેલવે વિભાગે લીધો નિર્ણય



Surat Udhna Railway Station
Surat : ઉત્તર પ્રદેશ, બિહાર અને ઝારખંડ તરફ જતા મુસાફરોની ભારે ભીડને ધ્યાનમાં રાખીને ઉધના રેલવે સ્ટેશન પર કાયમી વેઇટિંગ એરિયા બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નવી સુવિધાથી એકસાથે હજારો મુસાફરોને રાહત મળશે.
મળતી માહિતી મુજબ, ઉધના રેલવે સ્ટેશન પર આશરે 96,147 સ્ક્વેર ફૂટ વિસ્તારમાં વિશાળ કાયમી વેઇટિંગ એરિયા તૈયાર કરવામાં આવશે. આ વેઇટિંગ એરિયામાં એકસાથે આશરે 15 હજાર મુસાફરો બેસી શકશે. ખાસ કરીને તહેવારો અને વેકેશનના સમયગાળા દરમિયાન ઉત્તર પ્રદેશ, બિહાર અને ઝારખંડ જતી ટ્રેનોમાં મુસાફરોની સંખ્યા વધી જાય છે. જેના કારણે સ્ટેશન પર ભારે ભીડ જોવા મળે છે.
ઓક્ટોબર પહેલાં તૈયાર થશે વિશાળ વેઇટિંગ એરિયા
મુસાફરોને ટ્રેનની રાહ જોતી વખતે મુશ્કેલી ન પડે અને તેમને બેસવાની પૂરતી જગ્યા મળી રહે તે માટે આ કાયમી વેઇટિંગ એરિયા મહત્વપૂર્ણ સાબિત થશે. નવી વ્યવસ્થામાં મુસાફરોની જરૂરિયાત પ્રમાણે વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ પ્રોજેક્ટ પાછળ અંદાજે રૂપિયા 4 કરોડનો ખર્ચ થવાનો છે.
રેલવે તંત્ર દ્વારા વેઇટિંગ એરિયાની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા માટે આયોજન કરવામાં આવ્યું છે. મળતી માહિતી પ્રમાણે આ સુવિધા ઓક્ટોબર પહેલાં તૈયાર થઈ જાય તેવું આયોજન છે. ઉધના રેલવે સ્ટેશન સુરતના મહત્વના રેલવે સ્ટેશનોમાંનું એક છે. અહીંથી ઉત્તર ભારત તરફ જતી અનેક ટ્રેનોમાં મોટી સંખ્યામાં મુસાફરો મુસાફરી કરે છે. ખાસ કરીને ઉત્તર પ્રદેશ, બિહાર અને ઝારખંડના મુસાફરોની સંખ્યા વધારે રહેતી હોવાથી તહેવારો દરમિયાન સ્ટેશન પર ભારે ભીડનું દૃશ્ય જોવા મળે છે.
બિહાર-UPના મુસાફરો માટે મોટી રાહત
હાલમાં મુસાફરોની વધતી સંખ્યાને કારણે તેમને પ્લેટફોર્મ અને સ્ટેશન પર લાંબા સમય સુધી રાહ જોવી પડે છે. નવી કાયમી વ્યવસ્થા ઊભી થયા બાદ મુસાફરોને એક જગ્યાએ બેસીને ટ્રેનની રાહ જોવાની સુવિધા મળશે. 96,147 સ્ક્વેર ફૂટના વિશાળ વિસ્તારમાં બનનારા આ વેઇટિંગ એરિયામાં 15 હજાર મુસાફરો માટે બેઠક વ્યવસ્થા ઉપલબ્ધ થશે.
રેલવે તંત્ર દ્વારા મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને જરૂરી અન્ય વ્યવસ્થાઓ પણ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોની ભીડને નિયંત્રિત કરવામાં મદદ મળશે અને ખાસ કરીને ઉત્તર ભારત તરફ જતા મુસાફરો માટે રાહતરૂપ સુવિધા ઊભી થશે. હવે સૌની નજર આ કામગીરી સમયસર પૂર્ણ થાય અને ઓક્ટોબર પહેલાં મુસાફરોને આ નવી સુવિધાનો લાભ મળે તેના પર છે.
આ પણ વાંચો : Surat માં પાંચમા દિવસે પણ ફૂડ વિભાગની તવાઈ, 1459 કિલો અખાદ્ય ખોરાકનો નાશ કરાયો

Vivek Shah
વિવેક શાહ ગ્રોથ નાઉ ન્યૂઝમાં Senior Assignment Editor તરીકે કામ કરે છે. ક્રાઇમ હોય કે ઘટના, મૂળમાં ઉતરીને રિપોર્ટિંગ કરવાની આદતે તેમણે અલગ ઓળખ બનાવી છે.. તેમના દ્વારા લખાતી પોલીસ પંચાત સ્પેશયલ કોલમ ખાસ વંચાય છે.. 11 વર્ષનો બોહળો અનુભવ તેમણે મોટા નેટવર્કની વિવિધ ચેનલ્સ સાથે કામ કરીને કેળવ્યો છે





