Get News Alerts

Never miss breaking news updates.

Surat માં પાંચમા દિવસે પણ ફૂડ વિભાગની તવાઈ, 1459 કિલો અખાદ્ય ખોરાકનો નાશ કરાયો

Surat માં ખાદ્ય ચીજોમાં ભેળસેળ અને અખાદ્ય ખોરાકના વેચાણ સામે ફૂડ સેફ્ટી વિભાગે કાર્યવાહી વધુ તેજ કરી છે. સતત પાંચમા દિવસે પણ શહેરની હોટલો અને રેસ્ટોરન્ટોમાં તપાસનો દોર યથાવત્ રહ્યો.
Vivek Shah
Vivek ShahUpdated on: 23 Aug 2026 09:26 AM IST
Surat માં પાંચમા દિવસે પણ ફૂડ વિભાગની તવાઈ, 1459 કિલો અખાદ્ય ખોરાકનો નાશ કરાયોSurat માં પાંચમા દિવસે પણ ફૂડ વિભાગની તવાઈ, 1459 કિલો અખાદ્ય ખોરાકનો નાશ કરાયો

Surat

Surat : ફૂડ સેફ્ટી વિભાગે કુલ 193 હોટલ અને રેસ્ટોરન્ટમાં તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન આશરે 1459 કિલો અખાદ્ય ખોરાક મળી આવ્યો હતો, જેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહીથી ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને સ્વચ્છતા અંગે બેદરકારી દાખવનારા હોટલ-રેસ્ટોરન્ટ સંચાલકોમાં ચકચાર મચી છે.

હોટલ-રેસ્ટોરન્ટમાં ફૂડ વિભાગની તવાઈ

તપાસ દરમિયાન નિયમોનું પાલન ન કરનારી કુલ 68 હોટલ અને રેસ્ટોરન્ટને નોટિસ આપવામાં આવી છે. જ્યારે ગંભીર પ્રકારની બેદરકારી સામે આવતા 14 હોટલ અને રેસ્ટોરન્ટને તાત્કાલિક બંધ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે.

આ ઉપરાંત ફૂડ સેફ્ટી વિભાગે સ્થળ પર જ રૂપિયા 4,99,100નો દંડ વસૂલ કર્યો હોવાનું સામે આવ્યું છે. સતત પાંચ દિવસથી ચાલી રહેલી આ કાર્યવાહીનો મુખ્ય ઉદ્દેશ લોકોને સ્વચ્છ અને ગુણવત્તાયુક્ત ખોરાક મળી રહે તે સુનિશ્ચિત કરવાનો છે. હોટલ અને રેસ્ટોરન્ટમાં ખાદ્ય પદાર્થોના સંગ્રહ, ગુણવત્તા, સ્વચ્છતા તેમજ ખોરાક બનાવવાની પ્રક્રિયા સહિતના વિવિધ મુદ્દાઓની તપાસ કરવામાં આવી રહી છે.

193 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ કરાઈ

ફૂડ વિભાગની કાર્યવાહી દરમિયાન મોટી માત્રામાં અખાદ્ય ખોરાક મળી આવતા હોટલ-રેસ્ટોરન્ટ સંચાલકોની કામગીરી સામે પણ સવાલો ઉભા થયા છે. ખાસ કરીને ખાદ્ય પદાર્થોની ગુણવત્તા જાળવવામાં બેદરકારી અને સ્વચ્છતાના નિયમોના ઉલ્લંઘન સામે તંત્રએ કડક વલણ અપનાવ્યું છે. જોકે, સતત પાંચમા દિવસે પણ તપાસ અને કાર્યવાહી ચાલી રહી હોવા છતાં ભેળસેળિયા અને નિયમોનું ઉલ્લંઘન કરનારા સંચાલકો સુધરવાનું નામ ન લેતા હોવાની સ્થિતિ સામે આવી રહી છે.

જેના કારણે ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા આગામી દિવસોમાં પણ તપાસ અને કાર્યવાહી ચાલુ રાખવામાં આવે તેવી શક્યતા છે. સુરતમાં ફૂડ સેફ્ટી વિભાગની આ કાર્યવાહીથી ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ અને અખાદ્ય ખોરાકના વેચાણ સામે તંત્રની કડકાઈ સ્પષ્ટ થઈ છે. હવે આગામી દિવસોમાં વધુ હોટલ અને રેસ્ટોરન્ટની તપાસ કરવામાં આવે છે કે નહીં અને નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે શું કાર્યવાહી થાય છે તેના પર સૌની નજર રહેશે.

આ પણ વાંચો : Arvalli માં દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ, ટીંટોઈ પોલીસે દરોડા પાડી બુટલેગર સામે નોંધ્યો ગુનો

AUTHOR
Vivek Shah

Vivek Shah

વિવેક શાહ ગ્રોથ નાઉ ન્યૂઝમાં Senior Assignment Editor તરીકે કામ કરે છે. ક્રાઇમ હોય કે ઘટના, મૂળમાં ઉતરીને રિપોર્ટિંગ કરવાની આદતે તેમણે અલગ ઓળખ બનાવી છે.. તેમના દ્વારા લખાતી પોલીસ પંચાત સ્પેશયલ કોલમ ખાસ વંચાય છે.. 11 વર્ષનો બોહળો અનુભવ તેમણે મોટા નેટવર્કની વિવિધ ચેનલ્સ સાથે કામ કરીને કેળવ્યો છે