Surat: ગ્રામ્ય પોલીસને 112 ઈમરજન્સી સર્વિસની 17 નવી ગાડીઓની ભેટ, હવે વધુ ઝડપી મળશે પોલીસ મદદ

Surat: સુરત ગ્રામ્ય પોલીસની 112 ઈમરજન્સી સર્વિસને વધુ મજબૂત બનાવવામાં આવી છે. સુરત ગ્રામ્ય પોલીસને 112 ઈમરજન્સી સેવા માટે 17 નવી ગાડીઓ ફાળવવામાં આવી છે.
Nisha Parmar
Nisha Parmar
SuratSurat

Surat

Surat: સુરત ગ્રામ્ય પોલીસની 112 ઈમરજન્સી સર્વિસને વધુ મજબૂત બનાવવામાં આવી છે. સુરત ગ્રામ્ય પોલીસને 112 ઈમરજન્સી સેવા માટે 17 નવી ગાડીઓ ફાળવવામાં આવી છે. જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢિયાએ પોલીસ હેડક્વાર્ટર, ઘલુડી ખાતેથી નવી ગાડીઓને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.

કટોકટીમાં લોકોને મળશે ઝડપી પોલીસ સહાય

કોઈપણ કટોકટીની સ્થિતિમાં નાગરિકોને તાત્કાલિક પોલીસ સહાય મળી રહે તે હેતુથી નવી ગાડીઓ કાર્યરત કરવામાં આવી છે. ગ્રામ્ય વિસ્તારોમાં ઇમરજન્સી કોલ મળ્યા બાદ પોલીસ ટીમને ઘટનાસ્થળે વધુ ઝડપથી પહોંચવામાં આ વાહનો મદદરૂપ બનશે.

112 સેવા દ્વારા અત્યાર સુધીમાં 20 હજાર લોકોને મદદ

સુરત ગ્રામ્ય વિસ્તારમાં 112 ઈમરજન્સી સર્વિસ દ્વારા અત્યાર સુધીમાં 20 હજાર જેટલા લોકોને સેવા પૂરી પાડવામાં આવી છે. નવી ગાડીઓના ઉમેરા બાદ ઇમરજન્સી કોલ પર પ્રતિસાદ આપવાનો સમય અગાઉની સરખામણીએ વધુ ઝડપી બનાવવાનો પોલીસનો પ્રયાસ રહેશે.

પેટ્રોલિંગ અને રિસ્પોન્સ ટાઈમમાં થશે સુધારો

નવી 17 ગાડીઓ માત્ર ઈમરજન્સી કોલ માટે જ નહીં પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગને વધુ અસરકારક બનાવવા માટે પણ ઉપયોગમાં લેવાશે. પોલીસ વાહનોની ઉપલબ્ધતા વધતા સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસની હાજરી પણ વધુ મજબૂત બની શકે છે.

દરેક વાહનમાં પોલીસકર્મી તૈનાત

112 ઈમરજન્સી સર્વિસના દરેક વાહન પર ASI અથવા Head Constable કક્ષાના પોલીસકર્મીની ડ્યૂટી રહેશે. જેથી ઈમરજન્સી કોલ મળતાં જ પોલીસ ટીમ જરૂરી કાર્યવાહી માટે તાત્કાલિક રવાના થઈ શકે.

જિલ્લા પોલીસ વડાએ આપી લીલી ઝંડી

પોલીસ હેડક્વાર્ટર ઘલુડી ખાતે જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢિયાએ નવી ગાડીઓને લીલી ઝંડી આપી હતી. નવી ગાડીઓ સાથે હવે સુરત ગ્રામ્ય વિસ્તારમાં 112 ઈમરજન્સી સેવાની કામગીરીને વધુ ગતિ મળવાની આશા છે.

આ પણ વાંચો : Tata-Hyundai Car Price Hike: આજથી ટાટા અને હ્યુન્ડાઈની કાર થઈ મોંઘી, જાણો કેટલી વધી કિંમત