Get News Alerts

Never miss breaking news updates.

Tata-Hyundai Car Price Hike: આજથી ટાટા અને હ્યુન્ડાઈની કાર થઈ મોંઘી, જાણો કેટલી વધી કિંમત

Tata-Hyundai Car Price Hike: સપ્ટેમ્બર મહિનાની શરૂઆત સાથે જ નવી કાર ખરીદવાનું પ્લાન કરી રહેલા ગ્રાહકો માટે મોટો ફેરફાર થયો છે.
Nisha Parmar
Nisha ParmarUpdated on: 01 Sep 2026 02:17 PM IST
Tata-Hyundai Car Price Hike: આજથી ટાટા અને હ્યુન્ડાઈની કાર થઈ મોંઘી, જાણો કેટલી વધી કિંમતTata-Hyundai Car Price Hike: આજથી ટાટા અને હ્યુન્ડાઈની કાર થઈ મોંઘી, જાણો કેટલી વધી કિંમત

Tata-Hyundai Car Price Hike

Tata-Hyundai Car Price Hike: સપ્ટેમ્બર મહિનાની શરૂઆત સાથે જ નવી કાર ખરીદવાનું પ્લાન કરી રહેલા ગ્રાહકો માટે મોટો ફેરફાર થયો છે. ટાટા મોટર્સ અને હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયાએ 1 સપ્ટેમ્બર 2026થી પોતાની પેસેન્જર કારની કિંમતોમાં વધારો લાગુ કર્યો છે. ટાટા મોટર્સની કાર અને SUVની કિંમતમાં મહત્તમ ₹25,000 સુધીનો વધારો થયો છે, જ્યારે હ્યુન્ડાઈની પેસેન્જર વ્હીકલ રેન્જની કિંમતોમાં મહત્તમ 1 ટકા સુધીનો વધારો કરવામાં આવ્યો છે.

ટાટાની કાર ₹25 હજાર સુધી મોંઘી

ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ્સે પોતાની સમગ્ર કાર અને SUV રેન્જની કિંમતોમાં વધારો કર્યો છે. તેમાં પેટ્રોલ-ડીઝલ એટલે કે ICE મોડલની સાથે ઈલેક્ટ્રિક કાર પણ સામેલ છે. જોકે, દરેક ટાટા કારની કિંમતમાં ₹25,000નો વધારો થયો નથી. ₹25,000 મહત્તમ વધારો છે અને વાસ્તવિક ભાવ વધારો મોડલ તથા વેરિઅન્ટ પ્રમાણે અલગ છે.

ટાટા EV ખરીદનારાઓ પર પણ અસર

નવી કિંમતમાં ટાટાની ઈલેક્ટ્રિક કાર પણ સામેલ હોવાથી EV ખરીદનારાઓનું બજેટ પણ વધી શકે છે. કાર બુક કરતા પહેલાં ગ્રાહકોએ સંબંધિત મોડલની નવી એક્સ-શોરૂમ કિંમત તપાસવી જરૂરી રહેશે.

હ્યુન્ડાઈની કારમાં 1% સુધીનો વધારો

હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયાએ પણ 1 સપ્ટેમ્બરથી પોતાની પેસેન્જર વ્હીકલ રેન્જમાં મહત્તમ 1 ટકા સુધી ભાવ વધારો લાગુ કર્યો છે. કંપનીના જણાવ્યા મુજબ વાસ્તવિક વધારો અલગ-અલગ મોડલ અને વેરિઅન્ટ પ્રમાણે રહેશે.

2026માં હ્યુન્ડાઈનો ત્રીજો ભાવ વધારો

આ વર્ષે હ્યુન્ડાઈ ઈન્ડિયાએ અત્યાર સુધીમાં ત્રીજી વખત કારની કિંમતોમાં વધારો કર્યો છે. જાન્યુઆરીમાં આશરે 0.6 ટકા અને જૂનથી મહત્તમ 1 ટકા સુધીનો ભાવ વધારો લાગુ કરવામાં આવ્યો હતો.

કાર ખરીદનારાઓએ શું ધ્યાન રાખવું?

ટાટાની દરેક કાર ₹25,000 અને હ્યુન્ડાઈની દરેક કાર 1 ટકા મોંઘી થઈ છે એવું માનવું યોગ્ય નથી. વાસ્તવિક ભાવ વધારો મોડલ અને વેરિઅન્ટ પ્રમાણે અલગ છે. વધતી ઇનપુટ અને કોમોડિટી કોસ્ટ, ઓપરેશનલ ખર્ચ તથા વૈશ્વિક આર્થિક અને ભૌગોલિક અનિશ્ચિતતાઓને ભાવ વધારાના મુખ્ય કારણો તરીકે જણાવવામાં આવ્યા છે. તેથી નવી કારની બુકિંગ કરતા પહેલાં કંપનીની અપડેટેડ એક્સ-શોરૂમ કિંમત ચોક્કસ ચેક કરવી.

આ પણ વાંચો : Surat: શહેરમાં રોગચાળો બેકાબૂ? 8 વર્ષીય વિદ્યાર્થીની સહિત ત્રણનાં મોતથી આરોગ્ય તંત્ર દોડતું થયું

AUTHOR
Nisha Parmar

Nisha Parmar

Author details are not available.