Get News Alerts

Never miss breaking news updates.

Surat : નવા મ્યુનિસિપલ કમિશનર એક્શન મોડમાં, લેટલતીફ કર્મચારીઓ સામે વિજિલન્સની તપાસ

Surat : મહાનગરપાલિકાના નવા મ્યુનિસિપલ કમિશનર દ્વારા પાલિકાની કામગીરીમાં શિસ્ત અને સમયપાલન જળવાઈ રહે તે માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
Kunjan ShuklaUpdated on: 22 Sep 2026 12:58 PM IST
Surat : નવા મ્યુનિસિપલ કમિશનર એક્શન મોડમાં, લેટલતીફ કર્મચારીઓ સામે વિજિલન્સની તપાસSurat : નવા મ્યુનિસિપલ કમિશનર એક્શન મોડમાં, લેટલતીફ કર્મચારીઓ સામે વિજિલન્સની તપાસ

Surat

Surat : મહાનગરપાલિકાના નવા મ્યુનિસિપલ કમિશનર દ્વારા પાલિકાની કામગીરીમાં શિસ્ત અને સમયપાલન જળવાઈ રહે તે માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પાલિકાની મુખ્ય કચેરીમાં કર્મચારીઓ સમયસર હાજર રહે છે કે નહીં તે અંગે SMC વિજિલન્સ વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

ઓફિસમાં ફરજ બજાવતા કર્મચારીઓની હાજરી અંગે તપાસ કરવામાં આવી

મળતી માહિતી મુજબ, સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ખાતે વિજિલન્સ વિભાગની ટીમ દ્વારા વિઝીટ કરવામાં આવી હતી. આ દરમિયાન ઓફિસમાં ફરજ બજાવતા કર્મચારીઓની હાજરી અંગે તપાસ કરવામાં આવી હતી. ખાસ કરીને નિયમિત રીતે મોડા આવતા કર્મચારીઓની વિગતો તપાસવામાં આવી રહી છે. મહાનગરપાલિકા કચેરીમાં કામ કરતા કેટલાક કર્મચારીઓ સમયસર ઓફિસે હાજર રહેતા ન હોવાની ફરિયાદો મળ્યા બાદ આ તપાસના આદેશ આપવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. ફરિયાદોના આધારે વિજિલન્સ વિભાગે કર્મચારીઓની હાજરી અને સમયપાલન અંગે ચકાસણી શરૂ કરી છે.

વિજિલન્સ વિભાગ દ્વારા કચેરીની કામગીરી પર નજર

તપાસ દરમિયાન જે કર્મચારીઓ ઓફિસમાં મોડા પહોંચતા હોવાનું સામે આવશે, તેમની સામે નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવી શકે છે. કર્મચારીઓ સમયસર ફરજ પર હાજર રહે અને નાગરિકોને સરકારી સેવાઓ સમયસર મળી રહે તે માટે આ કાર્યવાહી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. મ્યુનિસિપલ કમિશનરના આદેશ બાદ વિજિલન્સ વિભાગ દ્વારા કચેરીની કામગીરી પર નજર રાખવામાં આવી રહી છે. કર્મચારીઓની હાજરી અંગેના રેકોર્ડ તેમજ કચેરીમાં તેમની હાજરીની સ્થિતિની પણ ચકાસણી કરવામાં આવી રહી છે.

સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરીમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ વિવિધ વિભાગોમાં ફરજ બજાવે છે. ત્યારે કર્મચારીઓની સમયસર હાજરી અને કાર્યક્ષમતા જળવાઈ રહે તે માટે તંત્ર દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું છે. હવે વિજિલન્સની તપાસમાં કેટલા કર્મચારીઓ નિયમિત રીતે મોડા આવતા હોવાનું સામે આવે છે અને તેમની સામે શું કાર્યવાહી કરવામાં આવે છે તેના પર નજર રહેશે. મહાનગરપાલિકા તંત્ર દ્વારા કર્મચારીઓમાં સમયપાલન અને જવાબદારી વધારવા માટે આગામી સમયમાં પણ આવી તપાસ ચાલુ રાખવામાં આવે તેવી શક્યતા છે.

આ પણ વાંચો : Surat : વેસુમાં Blinkit ફરી આવ્યું વિવાદમાં, વાસી બ્રેડ આપ્યાની ફરિયાદ

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.