Get News Alerts

Never miss breaking news updates.

Ahmedabad : ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ વાઈસ ચાન્સલર નીરજા ગુપ્તાનું વધુ એક કૌભાંડ? 32 કરોડના કામ ખોટી રીતે મંજુર કરાવ્યાના આક્ષેપ

Ahmedabad : ગુજરાત યુનિવર્સિટીમાં પૂર્વ વાઈસ ચાન્સલર નીરજા ગુપ્તાના કાર્યકાળ દરમિયાન થયેલી કથિત નાણાકીય અનિયમિતતાઓને લઈને ફરી સવાલો ઉઠ્યા છે.
Kunjan ShuklaUpdated on: 22 Sep 2026 12:28 PM IST
Ahmedabad : ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ વાઈસ ચાન્સલર નીરજા ગુપ્તાનું વધુ એક કૌભાંડ? 32 કરોડના કામ ખોટી રીતે મંજુર કરાવ્યાના આક્ષેપAhmedabad : ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ વાઈસ ચાન્સલર નીરજા ગુપ્તાનું વધુ એક કૌભાંડ? 32 કરોડના કામ ખોટી રીતે મંજુર કરાવ્યાના આક્ષેપ

Ahmedabad

Ahmedabad : ગુજરાત યુનિવર્સિટીમાં પૂર્વ વાઈસ ચાન્સલર નીરજા ગુપ્તાના કાર્યકાળ દરમિયાન થયેલી કથિત નાણાકીય અનિયમિતતાઓને લઈને ફરી સવાલો ઉઠ્યા છે. યુનિવર્સિટીમાં અગાઉથી જ ભરતી, ગ્રાન્ટના ઉપયોગ અને નાણાકીય વ્યવહારો અંગે આક્ષેપો સામે આવ્યા છે અને આ મામલે નિવૃત્ત હાઈકોર્ટ જજની અધ્યક્ષતામાં તપાસ સમિતિ પણ રચાઈ છે.

32 કરોડના કામની વિગતો છુપાવવાનો આક્ષેપ

હવે વધુ એક મામલે એક્ઝિક્યુટિવ કાઉન્સિલને અંધારામાં રાખીને કરોડો રૂપિયાના કામોને મંજૂરી આપવામાં આવી હોવાના આક્ષેપો થયા છે. દાવા મુજબ, મે 2025ની દરખાસ્તના સંદર્ભમાં જુલાઈ 2025ના કામોને મંજૂરી આપવામાં આવી હતી. કાઉન્સિલના સભ્યોને અભ્યાસ માટે મોકલવામાં આવેલા એજન્ડામાં આશરે રૂ.32 કરોડ 31 લાખ 79 હજારના કામોની વિગતો છુપાવવામાં આવી હોવાનો આક્ષેપ છે. આક્ષેપ મુજબ, એજન્ડામાં ક્રમ નંબર 39 બાદ સીધો 41 નંબરનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો અને ક્રમ નંબર 40નું કામ ગાયબ કરવામાં આવ્યું હતું. આ કામ અંગે કાઉન્સિલના સભ્યોને સંપૂર્ણ માહિતી આપવામાં આવી ન હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે.

ખાનગી કંપનીઓ અને કન્સલ્ટન્ટને કરોડોના કામો સોંપવામાં આવ્યા હોવાના આક્ષેપો

સિન્ડિકેટ સભ્યોની જાણ બહાર જે.પી. સ્ટ્રક્ચર્સ પ્રાઇવેટ લિમિટેડ સહિતની ખાનગી કંપનીઓ અને કન્સલ્ટન્ટને કરોડોના કામો સોંપવામાં આવ્યા હોવાના આક્ષેપો પણ થયા છે. યુનિવર્સિટીમાં અલગ-અલગ 11 કામોને ‘એક્સ્ટ્રા આઈટમ’ અને ‘એક્સેસ કામો’ તરીકે ખાનગી કંપનીઓને આપવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ મામલે પૂર્વ વાઈસ ચાન્સલર સાથે રજિસ્ટ્રારની કામગીરી સામે પણ સવાલો ઉઠાવવામાં આવ્યા છે. સિન્ડિકેટ સભ્યની જાણ બહાર રજિસ્ટ્રારે દસ્તાવેજો પર સહી કરીને કામને મંજૂરી આપી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે.

જોકે, આ તમામ આક્ષેપોની સત્તાવાર તપાસ બાદ જ હકીકત સ્પષ્ટ થશે. ગુજરાત યુનિવર્સિટી દ્વારા પૂર્વ VC સામેના અન્ય આક્ષેપોની તપાસ માટે નિવૃત્ત હાઈકોર્ટ જજ ડી.એન.વ્યાસની અધ્યક્ષતામાં સમિતિ રચાઈ છે, જે ત્રણ મહિનામાં રિપોર્ટ આપવાની છે.

આ પણ વાંચો : Surat : વેસુમાં Blinkit ફરી આવ્યું વિવાદમાં, વાસી બ્રેડ આપ્યાની ફરિયાદ

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.