Get News Alerts

Never miss breaking news updates.

Surat : નાનપુરામાં વિશાળકાય વૃક્ષ થયું ધરાશાયી, ત્રણ લોકો ઈજાગ્રસ્ત

Surat : વૃક્ષ ધરાશાયી થવાની સમગ્ર ઘટના નજીકના CCTV કેમેરામાં કેદ થઈ છે. વૃક્ષ પડતાં તેની નીચે ત્રણ વ્યક્તિઓ દબાઈ ગયા હતા.
Kunjan ShuklaUpdated on: 26 Sep 2026 11:53 AM IST
Surat : નાનપુરામાં વિશાળકાય વૃક્ષ થયું ધરાશાયી, ત્રણ લોકો ઈજાગ્રસ્તSurat : નાનપુરામાં વિશાળકાય વૃક્ષ થયું ધરાશાયી, ત્રણ લોકો ઈજાગ્રસ્ત

Surat

Surat : નાનપુરા વિસ્તારમાં વિશાળકાય વૃક્ષ અચાનક ધરાશાયી થતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. વૃક્ષ ધરાશાયી થવાની સમગ્ર ઘટના નજીકના CCTV કેમેરામાં કેદ થઈ છે. વૃક્ષ પડતાં તેની નીચે ત્રણ વ્યક્તિઓ દબાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને રેસ્ક્યૂ કામગીરી હાથ ધરી હતી.

તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી

મળતી માહિતી મુજબ, નાનપુરા વિસ્તારમાં શાકભાજી માર્કેટ આવેલી હોવાથી ઘટના સમયે માર્કેટની અંદર અને આસપાસ મોટી સંખ્યામાં લોકો હાજર હતા. અચાનક વિશાળ વૃક્ષ ધરાશાયી થતાં લોકોમાં નાસભાગ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. વૃક્ષ નીચે ત્રણ લોકો દબાઈ જતાં આસપાસના લોકો દ્વારા તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગના જવાનો ઘટનાસ્થળે પહોંચ્યા બાદ કટર અને અન્ય સાધનોની મદદથી વૃક્ષને કાપવાની કામગીરી શરૂ કરી હતી. ભારે જહેમત બાદ વૃક્ષના ભાગોને હટાવી ત્રણેય વ્યક્તિઓને કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.

આસપાસના લોકોની પણ ભીડ એકઠી થઈ

રેસ્ક્યૂ કામગીરી દરમિયાન આસપાસના લોકોની પણ ભીડ એકઠી થઈ હતી. વૃક્ષ નીચે દબાયેલા ત્રણેય વ્યક્તિઓને ઈજાઓ પહોંચી હોવાનું સામે આવ્યું છે. ફાયર વિભાગ દ્વારા તેમને બહાર કાઢ્યા બાદ તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હાલ તેમની સારવાર ચાલી રહી છે. ઘટનાનો CCTV વીડિયો સામે આવતા વૃક્ષ ધરાશાયી થવાની ક્ષણ સ્પષ્ટપણે જોવા મળી રહી છે. ગણતરીની સેકન્ડોમાં વિશાળ વૃક્ષ જમીન પર પટકાતા આસપાસના લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. શાકભાજી માર્કેટ જેવા સતત લોકોની અવરજવર ધરાવતા વિસ્તારમાં વૃક્ષ ધરાશાયી થતાં સદનસીબે ફાયર વિભાગે સમયસર કામગીરી કરી ત્રણેય લોકોને બચાવી લીધા હતા. જોકે, આ ઘટનાએ શહેરમાં જર્જરિત અને જોખમી વૃક્ષોની ઓળખ કરી સમયસર પગલાં ભરવાની જરૂરિયાત અંગે ફરી સવાલો ઊભા કર્યા છે.

આ પણ વાંચો : Junagadh SOGની મોટી કાર્યવાહી, 4 ગ્રામ મેફેડ્રોન સાથે ધોરાજીના બે શખ્સ ઝડપાયા

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.