Gujarat Police Recruitment : ગુજરાત પોલીસમાં 12,993 જગ્યાઓ પર ભરતી જાહેર, લોકરક્ષક અને PSI કેડરમાં મોટી તક


Gujarat Police Recruitment ગૃહ વિભાગની મંજૂરી બાદ લોકરક્ષકની જગ્યાઓમાં વધારો
Gujarat Police Recruitment : ગુજરાત પોલીસમાં 12,993 જગ્યાઓ પર ભરતી જાહેર, લોકરક્ષક અને PSI કેડરમાં મોટી તક


Gujarat Police Recruitment ગૃહ વિભાગની મંજૂરી બાદ લોકરક્ષકની જગ્યાઓમાં વધારો
Gujarat Police Recruitment : લોકરક્ષક કેડરની 12,752 અને PSI કેડરની 241 જગ્યાઓ મળીને આ ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ખાખી વર્દી પહેરીને ગુજરાતની સેવા કરવાનું સપનું જોતા યુવાનો માટે આ એક મહત્વપૂર્ણ તક છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા અગાઉ જાહેર કરવામાં આવેલી લોકરક્ષક કેડરની ભરતીમાં જગ્યાઓનો વધારો કરવામાં આવ્યો છે.
ગૃહ વિભાગ તરફથી વધારાની જગ્યાઓ મંજૂર કરવામાં આવતાં હવે લોકરક્ષક કેડરમાં કુલ 12,752 જગ્યાઓ સીધી ભરતીથી ભરવામાં આવશે. આ સાથે PSI કેડરની 241 જગ્યાઓ માટે પણ ભરતીની જાહેરાત કરવામાં આવી છે.
લોકરક્ષક કેડરમાં 12,752 જગ્યાઓ
લોકરક્ષક કેડરની કુલ 12,752 જગ્યાઓમાં અલગ-અલગ કેટેગરીનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં બિનહથિયારી પોલીસ કોન્સ્ટેબલની 8,233 જગ્યાઓ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલની 1,132 જગ્યાઓ અને SRPF કોન્સ્ટેબલની 3,107 જગ્યાઓ ભરવામાં આવશે. બીજી તરફ PSI કેડરમાં કુલ 241 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરાશે. તેમાં બિનહથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની 225 જગ્યાઓનો સમાવેશ થાય છે. આમ, લોકરક્ષક અને PSI કેડરની બંને ભરતી મળીને કુલ 12,993 જગ્યાઓ પર ઉમેદવારોની સીધી ભરતી કરવામાં આવશે.
આમ, ગુજરાત પોલીસમાં 12,993 જગ્યાઓની ભરતીની જાહેરાતથી રાજ્યના હજારો યુવાનોમાં નવી આશા જાગી છે. હવે ઉમેદવારોનું ધ્યાન અરજી પ્રક્રિયા અને ભરતીની પરીક્ષાની તૈયારી પર રહેશે.
માત્ર ઓનલાઈન અરજી સ્વીકારાશે
આ ભરતી માટે ઉમેદવારો પાસેથી માત્ર ઓનલાઈન માધ્યમથી જ અરજીઓ સ્વીકારવામાં આવશે. તેથી ભરતીમાં રસ ધરાવતા ઉમેદવારોએ અરજી કરવાની પ્રક્રિયા, શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, શારીરિક કસોટી, પરીક્ષા પદ્ધતિ અને અન્ય નિયમો અંગે સત્તાવાર જાહેરાત ધ્યાનપૂર્વક તપાસવી જરૂરી છે. ગુજરાત પોલીસમાં જોડાઈને સમાજની સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા જાળવવાનું સપનું જોતા યુવાનો માટે આ ભરતી મહત્વપૂર્ણ અવસર છે.
ઉમેદવારોએ અત્યારથી જ શારીરિક અને લેખિત પરીક્ષાની તૈયારી શરૂ કરવી જોઈએ. વહેલી સવારની દોડ, નિયમિત કસરત અને રોજિંદા અભ્યાસ પર ખાસ ધ્યાન આપવું જરૂરી છે. ઉમેદવારોએ ભરતી પ્રક્રિયા દરમિયાન કોઈપણ વચેટિયા કે નોકરી અપાવવાની લાલચ આપતા વ્યક્તિઓથી સાવધાન રહેવું જોઈએ. ભરતી સંબંધિત તમામ માહિતી અને સૂચનાઓ માટે ગુજરાત પોલીસ ભરતી બોર્ડની સત્તાવાર જાહેરાત પર જ વિશ્વાસ રાખવો જોઈએ.
આ પણ વાંચો : Nadiad Garfod : નડિયાદમાં લાખોની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, અમદાવાદથી રીઢો ચોર ઝડપાયો
https://twitter.com/sanghaviharsh/status/2125082768048804170




