Surat: નેશનલ હાઈવે-48 પર ગંભીર અકસ્માત, ચાલકને પગના ભાગે ગંભીર ઈજા



Surat
Surat: નેશનલ હાઈવે-48 પર ગંભીર અકસ્માત, ચાલકને પગના ભાગે ગંભીર ઈજા



Surat
Surat: સુરત નજીક નેશનલ હાઈવે-48 પર કામરેજના ધોરણ પારડી પાસે અકસ્માતની ઘટના સામે આવી છે. મહિન્દ્રા બોલેરો જીપના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા જીપ ડિવાઈડર સાથે અથડાઈ હતી.
ચાલકને જોકું આવી જતા અકસ્માત
પ્રાથમિક માહિતી મુજબ, જીપ ચલાવતા સમયે ચાલકને અચાનક જોકું આવી જતા સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. ત્યારબાદ જીપ ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાઈ હતી.
ત્રણ લોકોને સામાન્ય ઈજા
અકસ્મતમાં જીપમાં સવાર ત્રણ લોકોને સામાન્ય ઈજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે વાહન ચાલકને પગના ભાગે ગંભીર ઈજા પહોંચી છે.
કટરથી દરવાજો કાપીને ચાલકને બહાર કાઢ્યો
અકસ્મતમાં વાહન ચાલક જીપમાં ફસાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં અભિરક્ષકની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ટીમે કટર વડે જીપનો દરવાજો કાપીને ચાલકને બહાર કાઢ્યો હતો.
ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા
અકસ્મતમાં ઈજાગ્રસ્ત થયેલા તમામ લોકોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
અકસ્માતના પગલે ટ્રાફિક જામ
નેશનલ હાઈવે-48 પર અકસ્માતને કારણે વાહનોની લાંબી કતારો લાગી હતી અને ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. ઘટનાને પગલે તંત્ર દ્વારા ટ્રાફિકને હળવો કરવા કામગીરી હાથ ધરવામાં આવી હતી.




