Surat News: નકલી પોલીસ બની ખંડણી વસૂલતા 4 આરોપી ઝડપાયા, ફરિયાદીનું અપહરણ કરી પડાવ્યા રૂપિયા 4 લાખ

Surat News: સુરતના સરથાણા પોલીસને મોટી સફળતા મળી છે. ગાંધીનગર પોલીસની ખોટી ઓળખ આપીને લોકોને ધમકાવી અપહરણ અને ખંડણી વસૂલતા ચાર આરોપીઓને સરથાણા પોલીસે ઝડપી પાડ્યા છે.
Kunjan ShuklaUpdated on: 31 Oct 2026 05:19 PM IST
Surat News: નકલી પોલીસ બની ખંડણી વસૂલતા 4 આરોપી ઝડપાયા, ફરિયાદીનું અપહરણ કરી પડાવ્યા રૂપિયા 4 લાખSurat News: નકલી પોલીસ બની ખંડણી વસૂલતા 4 આરોપી ઝડપાયા, ફરિયાદીનું અપહરણ કરી પડાવ્યા રૂપિયા 4 લાખ

Surat News

Surat News: સુરતના સરથાણા પોલીસને મોટી સફળતા મળી છે. ગાંધીનગર પોલીસની ખોટી ઓળખ આપીને લોકોને ધમકાવી અપહરણ અને ખંડણી વસૂલતા ચાર આરોપીઓને સરથાણા પોલીસે ઝડપી પાડ્યા છે. આરોપીઓએ ફરિયાદી પર ગેરકાયદેસર ધંધો કરતા હોવાનો આરોપ લગાવી રૂપિયા 50 લાખની ખંડણી માગી હતી. જોકે, બળજબરીપૂર્વક ફરિયાદી પાસેથી રૂપિયા 4 લાખ પડાવી લીધા હતા.

ધમકી આપી રૂપિયા 50 લાખની માગણી કરી હતી

મળતી માહિતી અનુસાર, સરથાણા વિસ્તારમાં મહાવીર ચોક નજીક આવેલા ધ ગેલેરિયા પાસે આરોપીઓએ ફરિયાદીનો સંપર્ક કર્યો હતો. આ દરમિયાન આરોપીઓએ પોતે ગાંધીનગર પોલીસમાંથી હોવાનું જણાવી ફરિયાદીને ગેરકાયદેસર ધંધો કરતા હોવાનો આરોપ લગાવ્યો હતો. ત્યારબાદ તેની સામે મોટો કેસ કરીને જેલમાં મોકલી દેવાની ધમકી આપી રૂપિયા 50 લાખની માગણી કરી હતી.

ટેક્નિકલ તપાસના આધારે ચાર આરોપીઓને ઝડપી પાડ્યા

ફરિયાદી અને સાહેદોને આરોપીઓએ સફેદ રંગની ઈનોવા કારમાં બળજબરીપૂર્વક બેસાડી અપહરણ કર્યું હતું. ત્યારબાદ ધમકીઓ આપીને ફરિયાદી પાસેથી રૂપિયા 4 લાખની રકમ પડાવી લીધી હતી. આ સમગ્ર મામલે ફરિયાદ નોંધાયા બાદ સરથાણા પોલીસ તપાસમાં લાગી હતી. સરથાણા પોલીસે સર્વેલન્સ અને ટેકનિકલ તપાસના આધારે ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે. જેમાં દક્ષભાઈ કાંતિભાઈ હરાણી, યશભાઈ ઉર્ફે નીમેશ બારૈયા, સાહિલ લક્ષ્મણભાઈ પરમાર અને રોનકકુમાર દશરથકુમાર ગૌસ્વામીનો સમાવેશ થાય છે.

પોલીસે 17.70 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

પોલીસે આરોપીઓ પાસેથી અંદાજે રૂપિયા 15 લાખની ઈનોવા કાર, રૂપિયા 70,000ની કિંમતના ચાર મોબાઈલ ફોન અને રૂપિયા 2 લાખ રોકડ સહિત કુલ રૂપિયા 17.70 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે સરથાણા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. હાલ પોલીસે ચારેય આરોપીઓની ધરપકડ કરી સમગ્ર કૌભાંડ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: Surat News: દિવાળીના તહેવારને લઈ પોલીસ સજ્જ, ચોરી-લૂંટ અટકાવવા સુરક્ષા એજન્સીઓ સાથે યોજી બેઠક

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.