Surat News: દિવાળીના તહેવારને લઈ પોલીસ સજ્જ, ચોરી-લૂંટ અટકાવવા સુરક્ષા એજન્સીઓ સાથે યોજી બેઠક


Surat News
Surat News: દિવાળીના તહેવારને લઈ પોલીસ સજ્જ, ચોરી-લૂંટ અટકાવવા સુરક્ષા એજન્સીઓ સાથે યોજી બેઠક


Surat News
Surat News: દિવાળીના તહેવાર દરમિયાન શહેરમાં ચોરી, લૂંટ અને અન્ય ગુનાહિત પ્રવૃત્તિઓને અટકાવવા સુરત પોલીસ એક્શન મોડમાં આવી છે. તહેવારો દરમિયાન અનેક લોકો વતન અથવા ફરવા માટે બહાર જતા હોવાથી રહેણાક સોસાયટીઓ અને મકાનોની સુરક્ષા સામે જોખમ ઊભું થતું હોય છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને સુરત શહેર SOG પોલીસ દ્વારા વિવિધ સિક્યુરિટી એજન્સીઓના સંચાલકો સાથે મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવી હતી.
સિક્યુરિટી એજન્સીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી
આ બેઠકમાં શહેરની સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા માટે સિક્યુરિટી એજન્સીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. ખાસ કરીને દિવાળીના તહેવારો દરમિયાન શહેરમાં ચોરી અને લૂંટ જેવી ઘટનાઓ ન બને તે માટે તમામ સોસાયટીઓ અને રહેણાક વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત રાખવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા તમામ સિક્યુરિટી એજન્સીઓને રાત્રિના સમયે ફરજિયાત સિક્યુરિટી ગાર્ડ તૈનાત રાખવા સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત સોસાયટીઓમાં CCTV કેમેરા લગાવવા અને કાર્યરત રાખવા માટે પણ રહીશોને તાકીદ કરવામાં આવી છે.
જરૂરી ડેટા એકત્રિત કરવા એજન્સીઓને સૂચના આપવામાં આવી
CCTV કેમેરાની મદદથી કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ થાય તો તાત્કાલિક ઓળખ કરવામાં સરળતા રહે તેવો હેતુ છે. બેઠકમાં ખાસ કરીને સુરક્ષા માટે રાખવામાં આવતા ગાર્ડ જ ગુનાહિત પ્રવૃત્તિમાં સામેલ ન થાય તે બાબતને પણ ગંભીરતાથી લેવામાં આવી હતી. આ માટે તમામ સિક્યુરિટી ગાર્ડના જરૂરી ડેટા એકત્રિત કરવા એજન્સીઓને સૂચના આપવામાં આવી છે. જેથી કોઈ ગાર્ડ ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલો હોય તો તેની ઓળખ કરી શકાય.
આ ઉપરાંત સોસાયટીમાં પ્રવેશતા અજાણ્યા વ્યક્તિઓની પૂછપરછ કર્યા બાદ જ તેમને પ્રવેશ આપવા સૂચના આપવામાં આવી છે. શંકાસ્પદ વ્યક્તિઓ કે વાહનો અંગે તાત્કાલિક પોલીસને જાણ કરવા પણ જણાવાયું છે. દિવાળીના તહેવાર દરમિયાન નાગરિકોની સુરક્ષા જળવાઈ રહે અને મિલકત સંબંધી ગુનાઓ પર અંકુશ મેળવી શકાય તે માટે સુરત પોલીસ દ્વારા આ સુરક્ષા આયોજન કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો: Ahmedabad News: સાણંદના રાધે ગોવિંદ ફ્લેટમાં જુગારધામ પર LCBની રેડ, 6 જુગારીઓ ઝડપાયા





