Get News Alerts

Never miss breaking news updates.

Surat : દિવાળી વેકેશનમાં એક્સ્ટ્રા ST બસોમાં સિંગલ ભાડાની માગ, ડાયમંડ એસોસિએશને લખ્યો પત્ર

Surat : દિવાળી વેકેશન દરમિયાન મુસાફરોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને સુરત ડાયમંડ એસોસિએશને રાજ્ય સરકાર અને ST વિભાગ સમક્ષ મહત્વની માગ કરી છે.
Kunjan ShuklaUpdated on: 26 Sep 2026 01:25 PM IST
Surat : દિવાળી વેકેશનમાં એક્સ્ટ્રા ST બસોમાં સિંગલ ભાડાની માગ, ડાયમંડ એસોસિએશને લખ્યો પત્રSurat : દિવાળી વેકેશનમાં એક્સ્ટ્રા ST બસોમાં સિંગલ ભાડાની માગ, ડાયમંડ એસોસિએશને લખ્યો પત્ર

Surat

Surat : દિવાળી વેકેશન દરમિયાન મુસાફરોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને સુરત ડાયમંડ એસોસિએશને રાજ્ય સરકાર અને ST વિભાગ સમક્ષ મહત્વની માગ કરી છે. સુરત ડાયમંડ એસોસિએશને રાજ્ય વાહન વ્યવહાર મંત્રી અને એસટી વિભાગને પત્ર લખીને દિવાળી વેકેશનમાં દોડાવવામાં આવતી વધારાની ST બસોમાં સિંગલ ભાડું વસૂલવાની માગ કરી છે.

સામાન્ય દિવસોની સરખામણીએ વધુ ભાડું વસૂલવામાં આવતું હોવાની રજૂઆત

દર વર્ષે દિવાળી અને વેકેશનના સમયગાળા દરમિયાન મોટી સંખ્યામાં લોકો પોતાના વતન તરફ જતા હોય છે. ખાસ કરીને સુરતમાંથી સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને રાજ્યના અન્ય વિસ્તારોમાં જવા માટે મુસાફરોની સંખ્યામાં મોટો વધારો થાય છે. આ વધારાની મુસાફરીની જરૂરિયાતને પહોંચી વળવા માટે ST વિભાગ દ્વારા દર વર્ષે વધારાની બસો દોડાવવામાં આવે છે.

જોકે, એસોસિએશનના જણાવ્યા મુજબ અત્યાર સુધી દિવાળી વેકેશન દરમિયાન દોડાવવામાં આવતી એક્સ્ટ્રા ST બસોમાં મુસાફરો પાસેથી સવાયું ભાડું વસૂલવામાં આવતું હતું. હવે આ પ્રથામાં ફેરફાર કરી વધારાની બસોમાં પણ સામાન્ય એટલે કે સિંગલ ભાડું જ લેવામાં આવે તેવી માગ કરવામાં આવી છે. સુરત ડાયમંડ એસોસિએશને પોતાના પત્રમાં ખાનગી બસોના ભાડાનો પણ ઉલ્લેખ કર્યો છે. દિવાળીના તહેવારો દરમિયાન વતન જતા મુસાફરોની સંખ્યા વધતા ખાનગી બસ સંચાલકો દ્વારા ઘણી વખત સામાન્ય દિવસોની સરખામણીએ વધુ ભાડું વસૂલવામાં આવતું હોવાની રજૂઆત કરવામાં આવી છે.

શું નિર્ણય લેવામાં આવે છે તેના પર સૌની નજર

આ સ્થિતિમાં ST બસોમાં સિંગલ ભાડું રાખવામાં આવે તો દિવાળી વેકેશન દરમિયાન વતન જતા મુસાફરોને રાહત મળી શકે છે અને જાહેર પરિવહનનો વધુ ઉપયોગ થઈ શકે છે. ખાસ કરીને સુરતના હીરા ઉદ્યોગ સાથે જોડાયેલા મોટી સંખ્યામાં કર્મચારીઓ અને શ્રમિકો દિવાળી દરમિયાન પોતાના વતન જતા હોય છે. હવે રાજ્ય વાહન વ્યવહાર મંત્રી અને ST વિભાગ દ્વારા એસોસિએશનની આ રજૂઆત પર શું નિર્ણય લેવામાં આવે છે તેના પર સૌની નજર છે. જો માગ સ્વીકારવામાં આવે તો દિવાળી દરમિયાન સુરતથી વતન જતા હજારો મુસાફરોને સીધી આર્થિક રાહત મળી શકે છે.

આ પણ વાંચો : Bhavnagar : રેલવે ક્વાર્ટરમાં ચાલતી નકલી વિદેશી દારૂની ફેક્ટરીનો મુખ્ય આરોપી ઝડપાયો

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.