Bhavnagar : રેલવે ક્વાર્ટરમાં ચાલતી નકલી વિદેશી દારૂની ફેક્ટરીનો મુખ્ય આરોપી ઝડપાયો


Bhavnagar
Bhavnagar : રેલવે ક્વાર્ટરમાં ચાલતી નકલી વિદેશી દારૂની ફેક્ટરીનો મુખ્ય આરોપી ઝડપાયો


Bhavnagar
Bhavnagar : ભાવનગરમાં રેલવે ક્વાર્ટરમાં કેમિકલ્સની મદદથી બનાવટી વિદેશી દારૂ તૈયાર કરી વેચવાના કેસમાં પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી છે. થોડા દિવસો પહેલાં ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચે પરા રેલવે કોલોનીના ક્વાર્ટર નંબર 70/એમાં દરોડો પાડી નકલી દારૂ બનાવવાની પ્રવૃત્તિનો પર્દાફાશ કર્યો હતો. હવે આ કેસમાં ફરાર આરોપી રામદેવસિંહ ઝાલાને પોલીસે ઝડપી લીધો છે.
આરોપીઓ કેમિકલ્સની મદદથી નકલી દારૂ તૈયાર કરતા
મળતી માહિતી મુજબ, રેલવે કર્મચારી અક્ષયરાજસિંહ ગોહિલ પોતાના સાથીદારો વિજય મકવાણા અને જીતેન્દ્ર ખાવડિયા સાથે મળીને રેલવે ક્વાર્ટરમાં બનાવટી વિદેશી દારૂ તૈયાર કરતો હોવાનો પોલીસનો આરોપ છે. આરોપીઓ કેમિકલ્સની મદદથી નકલી દારૂ તૈયાર કરી તેને જાણીતી કંપનીઓના નામના બોગસ સ્ટીકરો લગાવી પેક કરતા હતા. ત્યારબાદ બોટલો પર સીલ લગાવી તેને બજારમાં વેચાણ માટે મોકલવામાં આવતી હોવાની માહિતી સામે આવી હતી.
1 લાખનો મુદ્દામાલ જપ્ત
LCBની ટીમે દરોડા દરમિયાન સ્થળ પરથી બનાવટી વિદેશી દારૂની 17 બોટલો, વિવિધ કંપનીઓના બોગસ સ્ટીકરો, સીલિંગ મશીન અને પાંચ મોબાઈલ ફોન સહિત કુલ રૂ. 1,00,940નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ કેસમાં અગાઉ પોલીસે સંડોવાયેલા આરોપીઓ સામે કાર્યવાહી શરૂ કરી હતી. દરમિયાન મોરબીનો રામદેવસિંહ ઝાલા ફરાર હોવાનું સામે આવ્યું હતું. પોલીસ દ્વારા તેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. અંતે આજે પોલીસે રામદેવસિંહ ઝાલાને ઝડપી પાડ્યો છે અને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રેલવેના ક્વાર્ટર જેવી જગ્યાએ નકલી દારૂ બનાવવાની પ્રવૃત્તિ ઝડપાતા સમગ્ર મામલો ગંભીર બન્યો છે. જાણીતી બ્રાન્ડના નામે બોગસ સ્ટીકર અને સીલનો ઉપયોગ કરી નકલી દારૂ વેચાતો હોવાના આરોપોને પગલે પોલીસ હવે આ નેટવર્કમાં અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલી છે કે કેમ તે દિશામાં પણ તપાસ કરી રહી છે. ઉપરાંત, બનાવટી દારૂ ક્યાં અને કોને વેચવામાં આવતો હતો તે અંગે પણ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો : Surat : નાનપુરામાં વિશાળકાય વૃક્ષ થયું ધરાશાયી, ત્રણ લોકો ઈજાગ્રસ્ત





