Surat : A ટુ Z મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં લાગી ભીષણ આગ, દર્દીઓનું તાત્કાલિક સ્થળાંતર કરાયું


Surat
Surat : A ટુ Z મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં લાગી ભીષણ આગ, દર્દીઓનું તાત્કાલિક સ્થળાંતર કરાયું


Surat
Surat : સચીન વિસ્તારમાં આવેલી A ટુ Z મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. હોસ્પિટલ જેવી સંવેદનશીલ જગ્યાએ આગ લાગતાં દર્દીઓ, હોસ્પિટલ સ્ટાફ અને આસપાસના લોકોમાં દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક હરકતમાં આવી હતી.
લોકોમાં ભયનો માહોલ ફેલાયો
મળતી માહિતી અનુસાર, સચીન વિસ્તારમાં આવેલી A ટુ Z મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આગ લાગતાં હોસ્પિટલમાં હાજર લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. હોસ્પિટલના દર્દીઓનું સમયસર સ્થળાંતર કરવામાં આવતા મોટી દુર્ઘટના ટળી હતી.
7 જેટલી ફાયર ફાઈટર ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી
બીજી તરફ, આગની જાણ થતાં જ સુરત ફાયર વિભાગની 7 જેટલી ફાયર ફાઈટર ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર વિભાગના જવાનોએ આગ પર કાબૂ મેળવવા માટે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી હતી. આગ વધુ ન ફેલાય અને આસપાસના વિસ્તારોને કોઈ નુકસાન ન થાય તે માટે ફાયર વિભાગની ટીમ દ્વારા સતત પ્રયાસો કરવામાં આવ્યા હતા. આ ઘટનામાં સદનસીબે અત્યાર સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. હોસ્પિટલમાં દાખલ દર્દીઓને સમયસર બહાર ખસેડવામાં આવતા મોટી જાનહાનિ ટળી હોવાનું જાણવા મળ્યું છે.
આગ લાગવાના કારણો અંગે અનેક સવાલો ઊભા થયા
જોકે, હોસ્પિટલમાં આગ કયા કારણોસર લાગી તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા થઈ નથી. આગ લાગવાનું ચોક્કસ કારણ અકબંધ છે. ફાયર વિભાગ દ્વારા આગ પર કાબૂ મેળવ્યા બાદ ઘટનાની તપાસ કરવામાં આવે તેવી શક્યતા છે. હાલ આ ઘટનાને પગલે હોસ્પિટલની સુરક્ષા વ્યવસ્થા અને આગ લાગવાના કારણો અંગે અનેક સવાલો ઊભા થયા છે.
આ પણ વાંચો :Bhavnagar : મહુવા માર્કેટિંગ યાર્ડમાં મગફળીની 20,000 ગુણીની આવક, યાર્ડ છલોછલ ભરાયું




