Surat Gas Cylinder Blast: રાંદેરના પાયક વાડમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતાં ભીષણ આગ, ઘરનો સામાન બળીને ખાખ

Surat Gas Cylinder Blast: સુરત શહેરના રાંદેર વિસ્તારમાં આવેલા પાયક વાડમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થવાની ગંભીર ઘટના સામે આવી છે.
Kunjan Shukal
Kunjan Shukal
Surat Gas Cylinder Blast NewsSurat Gas Cylinder Blast News

Surat Gas Cylinder Blast News

Surat Gas Cylinder Blast: સુરત શહેરના રાંદેર વિસ્તારમાં આવેલા પાયક વાડમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થવાની ગંભીર ઘટના સામે આવી છે. ભારત ગેસના બાટલામાં પ્રચંડ ધડાકા સાથે બ્લાસ્ટ થતાં ઘરમાં વિકરાળ આગ ફાટી નીકળી હતી. આગના કારણે ઘરમાં રહેલો મોટાભાગનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો. જોકે, સદનસીબે આ ઘટનામાં કોઈ મોટી જાનહાનિ થઈ ન હોવાનું જાણવા મળ્યું છે.

સિલિન્ડર લગાવ્યાની 15થી 20 મિનિટમાં બ્લાસ્ટ

મળતી માહિતી અનુસાર, પાયક વાડ વિસ્તારમાં રહેતા એક પરિવારે બે દિવસ અગાઉ ભારત ગેસનો નવો બાટલો નોંધાવ્યો હતો. આ બાટલો આજે સવારે જ ઘરે લાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેને ગેસ સાથે જોડવામાં આવ્યો હતો. જોકે, બાટલો લગાવ્યાના માત્ર 15થી 20 મિનિટમાં જ અચાનક પ્રચંડ ધડાકા સાથે બ્લાસ્ટ થયો હતો. ધડાકાનો અવાજ સાંભળીને આસપાસના લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો.

ઘરમાં વિકરાળ આગ ફાટી નીકળી

સિલિન્ડર બ્લાસ્ટ થતાં જ ઘરમાં આગ ફાટી નીકળી હતી. આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં ઘરમાં રહેલો ફર્નિચર સહિતનો ઘરવખરીનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો. આગની જ્વાળાઓ અને ધુમાડાને કારણે આસપાસના વિસ્તારમાં પણ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો

ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ અને પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. ફાયર ફાઈટરોએ ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો અને વધુ નુકસાન થતું અટકાવ્યું હતું.

આ ઘટનામાં સદનસીબે કોઈ મોટી જાનહાનિ થઈ નથી, પરંતુ પરિવારને ઘરમાં રહેલા સામાન અને મિલકતનું મોટું આર્થિક નુકસાન થયું છે. ગેસ સિલિન્ડર બ્લાસ્ટનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ જરૂરી છે. ઘટના બાદ સ્થાનિકોમાં ગેસ સિલિન્ડરની સુરક્ષાને લઈને ચિંતા જોવા મળી રહી છે.

આ પણ વાંચો: Sanitation Complaints : ગુજરાતને સ્વચ્છ બનાવવા સરકારનો મેગા પ્લાન, હવે કચરાનું ચાર સ્તરીય વર્ગીકરણ, 24 કલાકમાં ફરિયાદોનું નિરાકરણ આવશે